નવસારી તાલુકા પંચાયતની કામગીરી કાબીલે તારીફ ...!
ડિજિટલ ઇન્ડિયા પારદર્શક સરકાર સામે ગુમરાહ કરતા અધિકારીઓ ...?
નવસારી જિલ્લા બન્યો અધિકારીઓ માટે તાલીમ કેન્દ્ર / ભ્રષ્ટાચાર / કાયદાનો ઉલંઘન સાથે કમાણી કેન્દ્ર
અનુભવી જાંબાઝ અધિકારીઓની જરૂર
(ગુજરાત સરકાર દ્વારા દરેક કચેરી માં જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ માટે ફરજીયાત બોર્ડ નો નમુનો )
( જિલ્લા પંચાયતના લાખો રૂપિયા વેતન સાથે બિન જરૂરી સુવિધાઓ સાથે સરકારના સર્વાંગી વિકાસ માટે નિમણૂંક કરવામાં આવેલ અધિકારીઓના તાબા હેઠળ તાલુકા પંચાયત કચેરી નવસારી માં તદ્દન નવો તાજો બોર્ડ )
નવસારી જિલ્લા પંચાયત જેમાં ભારત દેશના વિકસિત, સમૃદ્ધિ ,પારદર્શક ,સર્વાંગી વિકાસ, ડિજિટલ ઇન્ડિયા, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, ગરીબો, મજુરો, આદિવાસીઓ, દલિતો, શોષિત, પીડિત, વંચિત વગેરે તમામ આધુનિક યુગ માં આધુનિક શંસાધનો રાખનાર રાજ્ય ગુજરાતની સંસ્કારી નગરી નવસારી જિલ્લાના નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરીના ઉપરોક્ત બોર્ડ નવો અને તાજો છે. હાલના આર્થિક તંગી જેમાં ગુજરાત જ નહીં સંપૂર્ણ વિશ્વ ત્રાહિમામ પોકારી રહ્યા છે.મોઘવારી બેરોજગારી ચરમસીમાએ પહોંચી ગયા છે. સરકાર પાસે એમાં થી બહાર નીકળવા માટે એક પણ રસ્તો મળતો નથી. છતાં ગુજરાત સરકાર પોતાના અધિકારીઓ માટે સોથી સારુ કચેરી અને રહેવા માટે આધુનિક સુવિધાઓથી સુસજ્જ મકાનો બાંધવામાં કોઈ પણ કસર બાકી રાખી નથી. ભારતના જ કેટલાક રાજ્યોમાં રાત-દિવસ જીવ જોખમમાં મૂકી કામ કરનાર તબીબો અને કર્મચારીઓને પણ વેતન નથી આપી શકતી.નવસારી સિવિલ હોસ્પિટલ જ એક તાજુ દાખલો છે. જેના અહેવાલ મોટા ભાગે દર રોજ નેશનલ મીડિયામાં નજરે પડે છે. પરંતુ ગુજરાત સરકાર પોતાના અધિકારીઓ અને નેતાઓને આજે પણ દરેક પ્રકારની રાજાશાહી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. અને જે સુવિધાઓ માટે સરકાર ન પાડે છે.એવી સુવિધાઓ અહીં નવસારી જિલ્લાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી પહેલા મેળવી લે છે.ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો નાણાં સિવાય અન્ય કાયદાકીય પ્રવૃતિઓ માટે નવસારી જિલ્લામાં અધિકારીઓ એ પોતાની રીતે અર્થઘટન કરે છે.જેવા કે કચેરી અને વાહનો માં ગેરકાયદેસર એરકન્ડીશન.ગુજરાત વિકાસ કમિશનર શ્રી એક હુકમ જાન્યુઆરી ૨૦૨૦ માં ગેરકાયદેસર એરકન્ડીશન વાહનો અને કચેરીઓ માં થી કાઢવા માટે કાયદેસર હૂકમ કરી હતી અને સ્પષ્ટ કોમ્પ્યુટર ટાઈપ કરી હૂકમ માં જણાવ્યું હતું કે જે તે કચેરીના અધિકારીઓના વેતનમાં થી વસૂલ કરવામાં આવશે.૩૦ દિવસની મુદત પણ આપી હતી. માહિતી અધિકાર અધિનિયમ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૩૦ ના બદલે ૬૦૦ દિવસ એ હુકમના પૂર્ણ થવા આઇવા. અને હૂકમના પાલન કરવા બદલે નવસારી જિલ્લા પંચાયતના સૌથી પહેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ યે પોતાની કચેરી માં એરકન્ડીશન લગાવેલ છે. એકાઉન્ટ કરનાર હિસાબી અધિકારી પાસે એરકન્ડીશન ક્યાં થી આવી એનો કોઈ હિસાબ નથી. સરકારના હિસાબી અધિકારીની કચેરી માં હિસાબ વગરના એરકન્ડીશન ચાલી રહ્યો હોય. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી માં સરકારની તિજોરી માં કાયદેસર ભ્રષ્ટાચાર થતો હોય અને એવી કચેરી અને અધિકારીઓ થી સરકાર વિકાસ સમૃદ્ધિ અને પારદર્શક વહીવટની આશા રાખતી હોય ત્યારે વિદ્વાનોના મંતવ્ય મુજબ વ્યાજબી નથી. અને એવા જ અધિકારીઓ સરકારની મોટા ભાગની પોજનાઓને જુમલો માં ફેરવી રહ્યા છે. શાસન માં ડિગ્રીની જરૂર નથી એના માટે પ્રશાસનની જરૂર છે.શાસન માં લાયકાત ન હોવાથી આજે સરકાર શ્રીના કાયદા મુજબ સરકારી અધિકારીઓ પબ્લિક સર્વેન્ટ બદલે માલિક તરીકે નજરે પડી રહ્યા છે.નવસારી જિલ્લા પંચાયત ના માર્ગ અને મકાન જેની સદર જિલ્લા પંચાયત ની બિલ્ડીંગ ની તમામ દેખ-રેખ અને સુવિધાઓ ની જવાબદારી છે.માર્ગ અને મકાન પંચાયત એ સ્પષ્ટ જણાવ્યું છે કે એક પણ એરકન્ડીશન સરકાર ના ખર્ચે લગાડવા માં આવેલ નથી.ત્યારે દરેક કચેરી માં એરકન્ડીશન મશીન માટે નાણાં ક્યાં થી આવ્યા. સરકાર કરકસર માટે હુકમો જારી કરી સ્પષ્ટ જણાવ્યું છે કે એક પણ રુપિયા ખોટો ખર્ચ કરી શકાય નહીં. ગુજરાત વિકાસ કમિશનર શ્રી ના હુકમ માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે કચેરી માં એરકન્ડીશન ગેરકાયદેસર છે એમના વેતનથી વસૂલ કરવામાં આવશે. અને સદર બાબતે એક માહિતી માં ગુજરાત વિકાસ કમિશનર શ્રી પાસે હજુ સુધી નવસારી જિલ્લા પંચાયત થી એરકન્ડીશન કચેરી અને વાહનો થી કાઢવા અને વીજ બિલ વેતનથી વસૂલાત ની માહિતી મોકલવા માં આવી નથી . જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને મજુરો સિક્યોરિટી ગાર્ડ ને લઘુત્તમ માસિક વેતન આપવા માટે સદર કચેરીના અધિકારીઓ ગુજરાત પંચાયત ધારોના કાયદા બતાવે છે પરંતુ એની નકલો હજુ સુધી આપેલ નથી.
નવસારી જિલ્લા પંચાયત માં ફક્ત જિલ્લા વિકાસ અધિકારી માટે જ બદલીનો કાયદો ગુજરાત સરકારનો લાગુ પડે છે.બાકી અધિકારી હોય કે કર્મચારી મોટા ભાગે જે સેટિંગ ડોટ કોમ થી ભરતી હશે.જિલ્લા વિકાસ અધિકારી સિવાય મોટા ભાગના અધિકારીઓ કર્મચારીઓ પોતે માલિકી હક સભજી રહ્યા છે.અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને મળવા માટે ગેરકાયદેસર હોદ્દો ધરાવતા પીએ જેની પાસે કોઈ સત્તા નથી.સરકાર હજુ સુધી કોઈ મહેકમ માં સુવિધા નથી આપી એવા કર્મચારીઓ ની મરજી વગર મળવો મુશ્કેલ છે.
નવસારી જિલ્લા પંચાયત માં હજુ સુધી લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ આજે ૭૨ વર્ષ થી પ્રતિબંધિત છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની એક માહિતીના જવાબ માં નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રી કર્મચારીઓને લઘુત્તમ માસિક વેતન આપવા એ દેશની પ્રાઈવેશી સાથે જોડી છે. કર્મચારીઓને કાયદેસર વેતન આપવો એ ગુનો સમજી રહ્યા છે. કર્મચારી રાજ્ય વીમા યોજના એ લાગુ કરવા થી દેશની અસ્મિતા માટે સવાલિયા નિશાન સમજી રહ્યા છે.હવે એવા શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીઓ પાસે સરકાર સમૃદ્ધિ અને પારદર્શક વહીવટ માટે આશા રાખે છે. કાયદા કાનૂનની અજાણ અધિકારીઓને સામે થી જાહેર કરવામાં આવતી પ્રો-એક્ટિવ ડિસ્કલોઝરની ખબર જ નથી.સદર તાલુકા વિકાસ અધિકારી શ્રી લેખિત માં ન પાડી છે. ત્રણ માળ થી વધુ બહુમાળી બિલ્ડીંગોનો આજે ઠેર ઠેર બાંધકામો દારૂ શરાબનો અડ્ડોની જેમ નજરે પડી રહ્યા છે. જેની સંપૂર્ણ જવાબદારી તાલુકા વિકાસ અધિકારી શ્રી સાથે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીની છે. નવસારી જિલ્લા પંચાયત માં ખરેખર નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કોણ છે? નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કોણ છે? એ સમજવો અઘરુ છે. આજે નવસારી જિલ્લા પંચાયતના સંપૂર્ણ વહીવટ એક સામાન્ય હિસાબી અધિકારી પાસે છે. અગાઉ પણ સદર હિસાબી અધિકારી શ્રી માહિતી અધિકાર અધિનિયમ 2005 માં ખાતાના વડા તરીકે સહીઓ કોઈ પણ સરકાર દ્વારા આપેલ સત્તા વગર કરી હતી.અને સદર બાબતે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સામે પુરવાર કરવામાં આવેલ હતો. આજે પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કેવી રીતે ફરજ બજાવતા છે.સરકાર શ્રી દ્વારા હજુ સુધી પ્રમોશન માટે કોઈ હુકમ મળેલ નથી. તાજોતર માં ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી એક નોટિસ ફટકારી દરેકના નામો અને હોદ્દોની વિગતો તત્કાલ રજૂ કરવા જણાવ્યું છે. એવી રીતે સીધા જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી તરીકે સહીઓ કરવો વિદ્વાનોના મંતવ્ય મુજબ ગુનો છે. છતા સરકાર 10 પાસને મામલતદાર માં નિમણૂંક કરતી હોય ત્યારે એની સામે ડિગ્રી ધરાવતા અધિકારીઓને કોઈ પણ હોદ્દો કાયદેસર જ આપવા જોઈએ.જેથી હોદ્દો અને ડિગ્રી સામે સવાલો ન થાય.ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ ફંડો ગ્રાન્ટ કાયદેસર જમીન સુધી આજે પણ પહોંચતી નથી. આંગણવાડી માં નાના બાળકો થી ખેડૂતો સુધી આપવામાં આવતી સુવિધાઓ સાધન સામગ્રી , બેરોજગારી માટે સરકાર ની તમામ સહાય , બહુમાળી બિલ્ડીંગો માં થતો ભ્રષ્ટાચાર વિગેરે માં આજે નવસારી જિલ્લા પંચાયતના તમામ સંબંધિત અધિકારીઓ સામેલ છે. નોટિસ અને તારીખ આપવા બંધ કરી નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓ એવી રીતે જ ભ્રષ્ટાચાર કરશે ત્યારે એક દિવસ અન્ય વિભાગોની જેમ પંચાયત ખાનગી સંસ્થાઓને ભાડેથી આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. અને એક સર્વે મુજબ એજ અધિકારીઓ કર્મચારીઓ દસ થી બીસ હજાર રૂપિયાની નોકરી માટે લાઈન માં આવશે એમાં કોઈ શક નથી.
No comments:
Post a Comment