Saturday, August 7, 2021

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો માટે જવાબદાર કોણ..? અધિકારીઓ કે બિલ્ડરો ...?




નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો માટે જવાબદાર કોણ..? અધિકારીઓ કે બિલ્ડરો ...?

નવસારી જિલ્લામાં આજે ઠેર ઠેર બાંધકામો બહુમાળી બિલ્ડીંગો દારૂ શરાબનો અડ્ડોની જેમ નજરે પડે છે. શહેરી વિસ્તારમાં હોય કે ગામમાં મોટા ભાગના બિલ્ડીંગો સંબંધિત કચેરીઓ દ્વારા ગેરકાયદેસર ઠરાવવામાં આવેલ છે. સરકારી હોય કે કોમર્શિયલ, ખાનગી હોય કે અન્ય.આજે મોટા ભાગના બિલ્ડીંગો ઉપર સંબંધિત અધિકારીઓ કચેરીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવ્યો છે. અને ભૂતકાળમાં સરકાર એ મોટા ભાગની એવી તમામ બહુમાળી બિલ્ડીંગ હોય કે સામાન્ય મકાન ઇમ્પેકટ ફી લઇ કાયદેસરનો સર્ટિફિકેટ આપેલ છે. ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકાના જાંબાઝ અનુભવી કાયદા કાનૂનનો વિશેષ જાણકાર અનુભવી બીજી વખત નવસારી વિજલપોર નગરપાલિકામાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા લોકલાડીલા વર્ગ એકના અધિકારી શ્રી ગેરકાયદેસર બાંધકામો માં ઈમપેકટ ફી ભરાવી સરકાર ના કરોડો રૂપિયા ફાયદો ની સલાહ કે કાર્યવાહી કેમ ન કરી શકે? નવસારી કલેકટર શ્રીનો હુકમ જો નગરપાલિકાના હજારો રૂપિયા વેરા માટે રદ્દ થઈ શકે છે ત્યારે કરોડો રૂપિયા ઈમપેકટ ફી માટે કાર્યવાહી કેમ ન થઈ શકે.એક સામાન્ય ફાયદો માટે કોઈ પણ તપાસ વગર ઉચ્ચ અધિકારી જિલ્લા ના સમાહર્તાનો હુકમ રદ્દ કરી શકે ત્યારે કરોડો રૂપિયા નગરપાલિકાના ફાયદો માટે ઇમ્પેકટ ફી ભરવાની કાર્યવાહી કરી શકે છે.
         
       નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે વિજલપોર નગરપાલિકા સાથે આઠ ગામો સમાવેશ કરવા પછી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે. જાણકારોના મતે ગેરકાયદેસર બાંધકામો અધિકારીઓના માર્ગદર્શન અને હાજરી માં કરાવવા માં આવ્યો છે.સામાન્ય ફૂલહાર કરી શુભારંભ કરી અધિકારીઓ દર રોજ સવાર, બપોર, સાંજની આરતી પૂજા, પાઠ, યજ્ઞ , હવન કરાવે છે. જાગૃત નાગરિકોના મંતવ્ય મુજબ એક ઈંચ જમીન ઉપર કેવી રીતે કબ્જો સરકારના અધિકારીઓની મરજી સિવાય કોઈ પણ નાગરિક હોય કે નેતા કરી શકે નહીં. આજે નવસારી વિજલપોર નગરપાલિકામાં એક ડઝન થી વધુ મ્યુનિસિપલ ઇજનેરો ચીફ ઓફિસર છે. છતાં નિવૃત્ત કરાર આધારિત સરકારી અધિકારીઓ મિલીભગત કરી પોતે નિમણૂંક કરાવેલ છે. અને એવા દરેક કામમાં ગુજરાતની સર્વોચ્ચ કચેરી ગાંધીનગરના અધિકારીઓ મદદરૂપ થાય છે. હવે વિદ્વાનોના મંતવ્ય મુજબ એ બધા જ કામો શાસનમાં ચુંટાયેલા નેતાઓ હોય કે સરકારી અધિકારીઓ બધા જ ગેરકાયદેસર બાંધકામો માં સાથ કોઈ દેશભક્તિ કે માતૃભૂમિની રક્ષા માટે સાથ આપ્યો નથી. નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામોની તપાસ માટે ગુજરાત રાજ્યના સૌથી મોટો દરજો અનુભવી કાયદા કાનૂનના તજજ્ઞ મુખ્ય મંત્રી શ્રી પાસે ફરિયાદ કરવા માં આવી. ગુજરાત રાજ્યના ભ્રષ્ટાચાર તપાસણી કરનાર વિજીલેન્સ કમિશનર તકેદારી આયોગ ગાંધીનગર કરવામાં આવી. ગુજરાત રાજ્ય એડમિનીસ્ટ્રેશન નગરપાલિકાઓ , પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત અને નવસારી જિલ્લા સમાહર્તા શ્રી નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પાસે કરવામાં આવી છે.પરંતુ છેલ્લા એક વર્ષથી ઉપરોક્ત દરેક સર્વોચ્ચ કચેરીના સર્વોચ્ચ અધિકારીઓ માં થી એક પણ અધિકારી જેમને આજે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ ગરીબો મજુરો દલિતો શોષિત વંચિત આર્થિક રીતે પછાત જેવા નાગરિકો ની રાત દિવસ મહેનત મસકકત ખૂન પસીના ની કમાઈ ના ટેક્સ માં થી  ઉપલબ્ધ છે.તપાસ કરવા કે જોવા રાજી નથી. અને નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ એવા દરેક ગેરકાયદેસર બાંધકામો જેમાં પરવાનગી વિરુદ્ધ બાંધકામો કરવામાં આવેલ છે. કોઈ પણ રીતે કાયદેસર ગણાય નહીં. નગરપાલિકામાંના એક નિયમ મુજબ નગરપાલિકાના સામાન્ય ફાયદો બતાવી આકારણી કરી છે. અને નગરપાલિકાના બીજા નિયમો, ગુજરાત અર્બન ટાઉન પ્લાનિંગ એક્ટ ૧૯૭૬ હેઠળ જેમાં સદર અધિકારી પાસે તોડવાની સત્તા છે.એમની ફરજ માં આવે છે.આજ સુધી એક નોટિસ કેમ આપી શકતા નથી. એમાં પણ સરકાર સાથે નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયદો છે.  પરંતુ સરકારના ફાયદો થાય એમાં કોઈ રસ નથી.લોકચર્ચા મુજબ એવી નોટિસ ફટકારવામાં  પોતાના આર્થિક નુકસાન છે. આજ સુધી એક પણ નોટિસ આપી નથી. અને અગાઉ પણ એવી રીતે ગેરકાયદેસર બાંધકામોની તપાસ કરવામાં આવી હતી અને દોષી સાબિત થઈ ચુક્યા છે. હવે ભવિષ્યમાં એવી બધી ગેરકાયદેસર બાંધકામોને સુરતની જેમ જમીનદોસ કરવામાં આવશે. ત્યારે એમાં રાત દિવસ મહેનત મસકકત કરી સામાન્ય નાગરિકો ના ભવિષ્ય શું થશે..? એ આજે સમજવો અઘરુ નથી. અમદાવાદ સુરત વલસાડ જિલ્લામાં છેલ્લા વર્ષમાં એવી રીતે કેટલીક બિલ્ડિંગોને ડીમોલેશન કરવા માં આવી આજે પણ એમાં રહેનાર નાગરિકો રખડી રહ્યા છે. નવસારી વિજલપોર નગરપાલિકાના સદર અધિકારી શ્રી ગેરકાયદેસર બાંધકામોની આકારણી કરી નગરપાલિકાના ફાયદો કર્યો છે કે એની પાછળ એક મોટો ષડયંત્ર .. ! એમાં ક્યાં ક્યાં અધિકારી સામેલ છે . ભવિષ્ય માં નાગરિકો ક્યાં જશે. એવા ઘણા સવાલો ના જવાબ હવે ગુજરાત રાજ્યના નામદાર કોર્ટ એવા જાંબાઝ અનુભવી અધિકારીઓ પાસે માગશે એવી ટુંક સમયમાં જ કાર્યવાહી કરવા બાબત હાથ ધરવામાં આવી શકશે. નવસારી જિલ્લા ના જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી સાથે સમાહર્તા તરીકે સદર બાબતે પોતાને મળેલ સત્તા મુજબ પોતાની ભુમિકા નિભાવશે કે સદર સમાચાર માટે એક નવી અદ્યતન મીટીંગ કરશે એ જોવાનું બાકી રહ્યું....






No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...