Saturday, August 28, 2021

નવસારી જિલ્લામાં વિ.ન.પા. ના મજુરો કર્મચારીઓના સાતમા પગાર ધોરણ ન મળતા નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારીને નોટિસ ફટકારી...?      નવસારી જિલ્લામાં ગેરકાયદેસર એરકન્ડીશન માં લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ ધરાવતા  વિજલપોર નગરપાલિકા નવસારી નગરપાલિકા માં સમાવેશ કરી ગરીબ આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગ થી આવેલ મજુરો કર્મચારીઓ ના સાતમા પગાર ધોરણ સરકાર દ્વારા આપવા હુકમ છતા આજ સુધી ન મળતા માનવ અધિકાર સંસ્થા દ્વારા ફરિયાદ કરતા નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રીને નોટિસ ફટકારવામાં આવી છે.જેની નકલ માં સ્પષ્ટ જોઈ શકાય છે.
           નવસારી જિલ્લામાં નવસારી નગરપાલિકા આજે વર્ષોથી નવા નવા કોભાંડ માટે પોતાના નામ રોશન કરી રહ્યા છે. જેમાં  તાજોતર માં વર્ષોથી તત્કાલીન કલેકટર શ્રી રેમ્યા મોહનજી દ્વારા ગેરકાયદેસર બહુમાળી બિલ્ડીંગોને આકારણી ન કરવા હુકમ રદ્દ કરાવી વેરા વસૂલાત કરવા બહાને આકારણી કરવામાં આવી છે. સદર ગેરકાયદેસર બાંધકામો માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આકારણી ફક્ત નગરપાલિકાના સ્વભંડોળ માટે કરવામાં આવે છે અને એનાથી કાયદેસર ગણાય નહીં. હવે એ બધી ગેરકાયદેસર બહુમાળી બિલ્ડીંગ માં ફ્લેટ મકાન લેનાર વ્યક્તિ આજે મોંઘવારી તંગી થી ત્રાહિમામના ગમે ત્યારે સરકાર ધારશે એ ડિમોલીશન કરી શકશે. સદર ગેરકાયદેસર બિલ્ડીંગ માં રહેનાર નાગરિક પણ ભારતીય સંવિધાન મુજબ પોતાના હક ધરાવે છે. એ ત્યારે ક્યાં જશે. એના બદલે એવી તમામ બહુમાળી બિલ્ડીંગ કે ગેરકાયદેસર બાંધકામો ને ઇમ્પેકટ ફી વસુલ કરી કાયદેસર પણ કરી શકાય છે. જાગૃત નાગરિકોના મંતવ્ય મુજબ આજે એવી રીતે ષડયંત્ર કરવામાં આવી છે. એની ફરિયાદ ગુજરાત વિજીલેન્સ કમિશનર શ્રીને કરવામાં આવી છે. પરંતુ જમીની હકીકત માં આજ દિન સુધી એક બીજાને તપાસ કરવા માટે અધિકારીઓની ફક્ત તબદીલ કરી રહ્યા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. હવે એવી જ રીતે વિજલપોર નગરપાલિકાને નવસારી નગરપાલિકા માં સમાવેશ કરી ૨૦૧૬થી સાતમા પગાર ધોરણ જે કાયદેસર તમામ કાર્યવાહી કરી ગાંધીનગર થી ગુજરાત સરકારના સંબંધિત મુખ્ય અધિકારી શ્રી હુકમ કર્યો છે.પરંતુ અહિં નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી પોતાના કર્મચારીઓને મજુરો જે આદિવાસી, દલિત, શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગ થી આવે છે એમને હુકમ હોવા છતાં કાયદેસર કાર્યવાહી કરવા અધિકારીઓ શા માટે નથી કરી રહ્યા એ લખવો ભલે અઘરૂ છે પરંતુ સમજવો અઘરુ નથી. વિજલપોર નગરપાલિકામાં આજે નાગરિકોને સામાન્ય પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રાખવામાં આવે છે.વિજલપોર નગરપાલિકામાં મોટા ભાગના નાગરિકો સામાન્ય અને ગરીબ મજદૂર વર્ગ થી આવતા હોય જેથી અધિકારીઓ અને નેતાઓ પૂજા પાઠ યજ્ઞ હવન વગર કામો કરવામાં રસ નથી. આજે તમામ શાસન પ્રશાસનને સમજવો જરૂરી છે કે એમને મળતો વેતન અને રાજાશાહી જેવી વાહનો ગેરકાયદેસર એરકન્ડીશન તમામે તમામ માં જે નાણાં ખર્ચ કરવામાં આવે છે . એના માટે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી.એ આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગના મજૂરોના રાત દિવસ મહેનત મસકકત ખૂન પસીનાની કમાઈના છે. સંબિધાનની ધારા ૨૧ અને આઇપીસી કલમ ૧૬૬ મુજબ સરકાર ની તિજોરી થી વેતન કમીશન કે કોઈ પણ રીતે એક રૂપિયો લેનાર વ્યક્તિ ગમે એ હોદ્દો ધરાવતા હોય એ પબ્લિક સરવેન્ટ છે. જેથી નાગરિકો સાથે સંવેદનશીલ રહી કામ કરવો એની ફરજ માં આવે છે.હવે સદર સમાચાર ની ગંભીરતા થી નોંધ લઈ સરકારી અધિકારીઓ ઉપરોક્ત બાબતે પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સંવેદનશીલ રહી તત્કાલ કાર્યવાહી કરશે કે બીજાની જેમ ઉચ્ચ સ્તરીય નામદાર કોર્ટ દ્વારા ફટકાર અને દંડ ભરશે એ જોવાનું બાકી રહ્યુ....
No comments:

नवसारी शहर में बंदर रोड की हालत गंभीर

नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...