Sunday, August 8, 2021

નવસારીના શ્રી રામ મંદિર માં શહેરી જનો સુખાકારી દિવસ યોજાવો.. .સોશિયલ ડિસ્ટેન્સના ધજાગરા અને કોરોના મહામારીને વિશેષ આમંત્રણ માં શાસન પ્રશાસનના સર્વોચ્ચ નેતાઓ અને અધિકારીઓ સાક્ષી



નવસારી માં TP મંજૂર

સોશિયલ ડિસ્ટેન્સના ધજાગરા રાજ્ય ના મંત્રી સાથે જિલ્લા કલેકટર શ્રી સાથે તમામ નાના મોટા પદાધિકારીઓ અને અધિકારીઓ કોરોના મહામારીને વિશેષ આમંત્રણ આપવામાં સાક્ષી


નવસારી માં TP મંજૂર
નવસારીના શ્રી રામ મંદિર માં શહેરી જનો સુખાકારી દિવસ યોજાવો.. .
સોશિયલ ડિસ્ટેન્સના ધજાગરા અને કોરોના મહામારીને વિશેષ આમંત્રણ માં શાસન પ્રશાસનના સર્વોચ્ચ નેતાઓ અને અધિકારીઓ સાક્ષી


ગુજરાત રાજ્યના ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં ગુજરાત સરકાર પાંચ વર્ષ પૂર્ણ થતા દરેક જિલ્લામાં શહેરી સુખાકારી દિવસ તરીકે ઉજવણી કરી રહી છે.સદર કાર્યક્રમ માં સરકાર શ્રીના મંત્રીશ્રીઓ, ધારાસભ્ય શ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા કક્ષાના સરકાર શ્રીના નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતના તમામ નગરસેવકો, વિવિધ વિભાગોના ચેરમેન શ્રીઓ, પ્રમુખ શ્રીઓ, જિલ્લાના સમાહર્તા તરીકે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી, જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના તમામ આગેવાનો પ્રજા જનો સાથે મીડિયાના મિત્રો હાજર રહ્યા હતા. નવસારી જિલ્લામાં આજે સરકાર શ્રી દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા વિવિધ સુખાકારી યોજનાઓ, જન કલ્યાણ , વિકાસ, સમૃદ્ધિ માટે દિલ ખોલીને આપી રહી છે. સરકારની નીતિ નિયમ ખૂબજ સરાહનીય છે. પરંતુ જમીની હકીકત માં મોટા ભાગના યોજનાઓ છેલ્લે એક જુમલો સાબિત થઈ રહી છે. આજે કરોડો રૂપિયાની યોજનાઓ ફક્ત અમીરો માટે ઉદ્યોગપતિઓ માટે જ છે. ગરીબો, આદિવાસીઓ, મહિલાઓ,દલિત શોષિત વંચિત કે સામાન્ય માનવીય માટે આજે પીવા માટે ચોખ્ખુ પાણી પણ વેચાણ થી ખરીદવા માટે મજબૂર કરવામાં આવે છે. નવસારી વિજલપોર નગરપાલિકાના શાસન પ્રશાસન નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા છે. ગટર વ્યવસ્થા કોભાંડ માં ચાલી રહી છે. રોડ બિનજરૂરી આરસીસી ફક્ત બાપુ દર્શન માટે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા વ્યવસ્થા ફક્ત અમીરો માટે છે. સામાન્ય પ્રજા માટે અહિં ફક્ત નેતાઓ અને અધિકારીઓના એવા સમયે લેક્ચર માં દરેક લાભો ફાયદાઓ સાંભળવા મળે છે.વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પંચ ફક્ત ફાઈલો માં ગરબો રમી રહી છે. એક ડઝન મ્યુનિસિપલ ઇજનેરો હોવા છતા નિવૃત્ત કરાર આધારિત મ્યુનિસિપલ ઈજનેર રાખવામાં આવે છે. નવસારી વિજલપોર નગરપાલિકામાં ૨૧વી સદી ડિજિટલ ઇન્ડિયા હોવા છતા હજુ સુધી હાજરી પુરવાની એક સામાન્ય મશીન ખરીદવા માટે અધિકારીઓ ગાંધીનગર સુધી ફાઇલો લઈ વર્ષોથી ધકકો ખાઈ રહ્યા છે. મ્યુનિસિપલ ઈજનેર માટે એક સામાન્ય ચેમ્બર નથી. આકારણી કોભાંડ તપાસ કરવા માટે ગાંધીનગર સુધી એક કાયદેસર અધિકારી નથી. એક વર્ષ થી ફરિયાદો અરજીઓ પોતે જ કંટાળી આત્મહત્યા કરવા મજબૂર જોવા મળી રહી છે. જાહેર સેવા અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ નવસારી જિલ્લામાં પ્રતિબંધિત છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારતના તમામ કાયદાઓ પાડોશી દેશ માટે હોય અહિં અધિકારીઓ એવા વર્તન કરતા નજરે પડે છે.
        નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે વર્ષોથી ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે પોતાના ફરજ બજાવી રહ્યા છે. ગરીબો મજુરોને આજે ૭૨ વર્ષે પણ સરકારશ્રીના લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ મુજબ વેતન આપવા માટે અધિકારીઓ કાયદાઓની છટકબારી કરતા જોવા મળે છે. કર્મચારી રાજ્ય વીમા યોજના માટે વેતન કાપવા છતા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતો જ નથી. અને સરકારની અધિકારીઓ પોતે મોટાભાગના ગેરકાયદેસર એરકન્ડીશન જેવી સુવિધાઓ ભોગવી રહ્યા છે. નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા આજ સુધી એક પણ તપાસ કરવામાં આવી નથી. જિલ્લા પુરવઠા અધિકારી નવસારી માં સરકાર શ્રી દ્વારા એક આખી ફોજ આધુનિક સુવિધાઓથી સુસજ્જ સાથે નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ જમીની હકીકત માં સદર વિભાગના ઉચ્ચ અધિકારી શ્રી પણ ભારતીય સંવિધાન મુજબ પબ્લિક સરવેન્ટ છે. એ ખબર નથી.મોટા ભાગના અધિકારીઓને ફક્ત ભ્રષ્ટાચાર માં જ વધુ રસ હોય એવી કામગીરી કરતા નજરે પડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંપૂર્ણ વિશ્વના વૈજ્ઞાનિકો આજે પણ કોરોના જેવી મહામારી થી ફકત રાહત માટે રાત દિવસ મહેનત મસકકત કરી રહ્યા છે.છતા હજુ સુધી કોઈ ચોક્કસ દવા મેળવવા માં એક પણ સફળતા મળી નથી.અને સરકાર શ્રી દર માસે આમ નાગરિકો માટે જાહેરનામું બહાર પાડી રહી છે.એ બધી જ ફક્ત ગરીબો માટે જ છે. સરકાર શ્રીના મંત્રી ઓ,કે સરકારી અધિકારીઓને એક પણ કોરોનાના નિયમો હજુ સુધી લાગુ પડતો નથી. સરકાર આમ નાગરિકો માટે દરેક સ્થળે નાગરિકો માટે સંખ્યા નિર્ધારિત કરી છે. ફક્ત સરકારી કાર્યક્રમોમાં કોઈ પણ હુકમ કોઈ પણ સંજોગોમાં લાગુ થતો નથી. જે સરકારના દરેક કાર્યક્રમમાં જોઈ શકાય છે. સરકારના એક પણ મંત્રી હોય કે ઉચ્ચ સ્તરીય અધિકારી એ સ્થળ ઉપર કોરોના વાયરસ માટે પ્રતિબંધ હોય છે. આજે મોંઘવારી બેરોજગારીની જડ ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર જ્યાં સુધી પોતાની ફરજ દરેક સ્થળે બજાવશે ત્યાં સુધી વિકાસ, સમૃદ્ધિ વગેરે એક જુમલો જ રહેશે.





 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...