Sunday, August 29, 2021

નવસારી જિલ્લાના નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી માં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર ...!



ગુજરાત રાજ્ય ની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાના જિલ્લા પંચાયતમાં આજે વર્ષોથી ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત સરકાર કાયમી ધોરણે નવા નવા નિયમો ભ્રષ્ટાચાર ન થાય એના માટે ઘડી રહ્યા છે.પરંતુ મોટા ભાગના નિયમો ફક્ત ફાઈલો માં જ આજે પણ છેલ્લી શ્વાસ લેવા માટે મજબૂર છે. અને એનો મુખ્ય કારણ જાણકારો ના મંતવ્ય મુજબ કાયદેસર મુખ્ય અધિકારીઓ જ છે. ૭૫ ટકા થી વધુ નાગરિકો જિલ્લા પંચાયત હેઠળ રહે છે. જેમાં મુખ્ય અધિકારી તરીકે કાયદેસર સારા અનુભવી , શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ હોવા જોઈએ.આજે ૨૧વી સદીના ડિજિટલ ઇન્ડિયા માં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ લઈ આગળ વધી રહ્યા છે.પરંતુ જમીની હકીકત માં સરકારના અધિકારીઓ જ જુમલો બનાવવા રાત દિવસ મહેનત મસકકત કરી રહ્યા છે. પ્રશાસન માં સંવિધાન ના કાયદા મુજબ ગ્રામ સરપંચ થી રાષ્ટ્રપતિ સુધી ડિગ્રી કે અનુભવની કોઈ જરૂરિયાત હોતી નથી. અને એના માટે જ પ્રશાસન માં સારા અનુભવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ ની કાયદેસર નિમણૂંક કરવામાં આવે છે. એમાં પણ જો ડિગ્રી કે અનુભવ વગર અથવા તાલીમાર્થી મુકવામાં આવે ત્યારે સરકારની નીતિઓ અને વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા માટે તમામ યોજનાઓ અને નાણાં માં ભ્રષ્ટાચાર થાય એમાં કોઈ શક નથી રહેતુ.આજે એજ હાલત નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત ની છે. આજે ૧૫ વર્ષે પણ જન હિત માટે સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત માં અધિકારીઓ એક જુમલો સાબિત કરી રહ્યા છે. કાયદેસર જાહેર માહિતી અધિકારીઓ એક બોર્ડ કે સામેથી પ્રદર્શિત કરવા માટે પ્રો એક્ટિવ ડિસ્કલોઝર રાખવો ગુનો સમજે છે. ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રી એ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને નોટિસ ફટકારી સ્પષ્ટ જણાવ્યું છે કે નામ અને હોદ્દો કાયદેસર લખવો અન્યથા સંબંધિત કચેરીના વડા ને કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવશે. પરંતુ અહીં નવસારી જિલ્લા પંચાયત માં એ વધુ આજે લોકચર્ચા મુજબ એક એકાઉન્ટેન્ટ સંભાળ કરે છે. જેની પાસે કાયદેસર કોઈ સત્તા નથી પરંતુ એ પોતે ખાતાના વડા જિલ્લા વિકાસ અધિકારી ની જગ્યા એ સહીઓ પણ કરે છે.જેથી એ પોતે કદાચ સદર મોટો હોદ્દોના સપનો જોતા હસે અને દિવસ માં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ની જગ્યા એ સહીઓ કરે છે હવે ખોટી જગ્યાએ સહી કરી અને નામ લખશે ત્યારે કોર્ટમાં કોઈ કેસ કરશે તકલીફ પડી શકે છે. જાન્યુઆરી ૨૦૧૯ માં ગુજરાત વિકાસ કમિશનર શ્રી એ કચેરી થી એરકન્ડીશન કાઢવા માટે હુકમ કર્યો છે. પરંતુ આજ દિન સુધી એકાઉન્ટ કરનાર અધિકારી કાઢવા રાજી નથી. હવે ગુજરાત વિકાસ કમિશનર શ્રી ના હુકમ મુજબ એની પગાર થી વસૂલાત કરવા માટે કાયદેસર સક્ષમ અધિકારીની જરૂર છે. એ હવે ક્યાં થી લાવવો . નવસારી જિલ્લામાં મોટા ભાગના જિલ્લા પંચાયત માં તાલીમાર્થી અધિકારીઓ ની નિમણુંક કરવામાં આવે છે. જેથી એ ફક્ત ટાઇમપાસ માટે હોય જેથી સમાચાર વાંચીને અરજીઓ જોઇ ને કાર્યવાહી કરવા રાજી નથી. 
  નવસારી જિલ્લા પંચાયત ની તાબા હેઠળ નવસારી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી માં આજે હાલત ગંભીર જોવા મળી રહી છે. શા માટે સરકાર તાલુકા વિકાસ અધિકારી શ્રીની નિમણૂંક કરી છે એ હજુ સુધી તાલુકા વિકાસ અધિકારી શ્રી માટે પણ એક રહસ્ય છે. એમને કશું ખબર નથી એ હજુ નવા છે. હવે એમનો જવાબ ખરેખર કાબિલે તારીફ છે. તદ્દન સહજ રીતે શ્રાવણ માસની જેમ  પવિત્ર છે. નવા અધિકારી હોય એટલે ખબર નો પડે. એજ હાલત નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીની છે. નાગરિકો ને એમની મુલાકાત લેવી હોય ત્યારે એમના ગેરકાયદેસર એરકન્ડીશન માં બેસાડવામાં આવેલ પીએ ને ચરણ સ્પર્શ કરવા જરૂરી છે.જેથી દરેક ને પીએની અને ગેરકાયદેસર પીએ ને સલામ મારવો ન ગમતો હોય  એટલે મુલાકાત કરવો મુશ્કેલ છે. ગુજરાત રાજ્ય ના એ પહેલી વખત ગેરકાયદેસર એરકન્ડીશન માં નિમણૂંક બિન અધિકૃત પીએ છે જે નાગરિકો ની અરજી જે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને ખાનગી માં આપવો હોય કે આવેદન હોય કે નામજોગ અરજી ઓ લેવા સ્પષ્ટ ન પાડે છે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...