નવસારી જિલ્લામાં લઘુત્તમ માસિક વેતન ધારો 1948 સાથે ESIC અને RCPS થી અધિકારીઓ જ અજાણ- RTI
અગ્ર સચિવ અથવા સમકક્ષ સિવાય તમામ કચેરીઓમાં એરકન્ડીશન ગેરકાયદેસર- RTI
કાયદા કાનૂનની એસી કી તૈસી કરતા
અધિકારીઓ પોતાની કચેરી થી એરકન્ડીશન કઢાવશે કે વેતનથી વસૂલાત કરવા
સરકાર ને કરશે મજબૂર
નવસારી જિલ્લામાં મામલતદાર અને પ્રાન્ત અધિકારી શ્રીઓની કચેરી માં એરકન્ડીશન ગેરકાયદેસર -RTI
કલેકટર શ્રી કાયદા મુજબ કઢાવી વેતનથી વસૂલાત કરી કાર્યવાહી કરશે ખરા..?
નવસારી જિલ્લામાં મામલતદારશ્રી ઓની કચેરી માં એરકન્ડીશન સુવિધા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ પરિપત્ર, સરકાર શ્રી દ્વારા કોરોના મહામારી માં ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો શોષિત વંચિત આર્થિક પછાત ને આપવામાં આવતો રાશન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ,મજૂરો કર્મચારીઓને લઘુત્તમ માસિક વેતન, કર્મચારીઓ માટે કર્મચારી રાજ્ય વીમા યોજના , નવસારી ગ્રામ્ય ખાતે એક હોટલ માટે જમીન વિવાદ વિગેરે જનહિત થી તદ્દન નજીક થી સંકળાયેલ માહિતી કાયદેસર માહિતી અધિકાર અધિનિયમ મુજબ માંગવામાં આવી હતી. જેમાં પરમોશન થી ભરતી થયેલ મામલતદાર માહિતીઓ આપેલ ન હોવાથી કાયદા મુજબ નવસારી જિલ્લાની સર્વોચ્ચ પ્રાન્ત કચેરી નવસારી જિલ્લાના લોકપ્રિય , ગરીબોને તત્કાલ ન્યાય અપાવનાર , શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી જાંબાઝ નાયબ કલેકટર શ્રીની કચેરી માં પ્રથમ અપીલ કરવામાં આવી હતી.અને વિદ્વાનોના મંતવ્ય મુજબ નવસારી નગરપાલિકા માં સારા વહીવટદાર જેના કામો થી આજે ગુજરાત માહિતી આયોગ કમિશનર , ગુજરાત તકેદારી આયોગ સાથે નવસારી જિલ્લાના બુલેટ ટ્રેન મા સહભાગી ખેડૂતો આજે પોતાને ગૌરવ અનુભવી રહ્યા છે. નવસારી પ્રાંત કચેરી ના નાયબ કલેકટર શ્રીની કચેરી માં પ્રથમ અપીલ ની સુનવણી નાયબ કલેકટર શ્રી ની હાજરી માં કરવામાં આવી હતી. નવસારી ગ્રામ્ય મામલતદાર શ્રી પોતે જાહેર માહિતી અધિકારી તરીકે હાજર રહેવા ફરજીયાત હોવા છતાં એમની હાજરી જોવા મળી નથી. પ્રથમ અપીલ અધિકારી અને નાયબ કલેકટર શ્રી પોતે જાહેર માહિતી અધિકારી તરીકે ફરજ બજાવતા અરજદાર થી સવાલોના પુછ પરછ કરવા શરુઆત કરી હતી.અને ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત આરટીઆઇ માં પોતાની ફરજ ભુલી જતા અરજદાર પાસે જવાબ માંગતા શું સાબિત કરવા માંગે છે એ આજના ડિજિટલ ઇન્ડિયા માં પણ સમજવો અઘરુ છે. પરમોટેડ મામલતદાર ના જવાબો યોગ્ય ગણતા નાયબ કલેકટર શ્રીની કચેરી માં પણ એરકન્ડીશન ગેરકાયદેસર હોય એવા સરકાર શ્રીના નાણાં મંત્રાલયના હૂકમ અને લેબર એક્ટ 1970 માં મજુરો કર્મચારીઓને લઘુત્તમ માસિક વેતન અપાવાની જવાબદારી જે તે કચેરીના પ્રિન્સિપાલ એમ્પ્લોયરની હોય અને માહિતી અધિકાર અધિનિયમ માં પ્રોએકટિવ ડિસ્કલોઝર બાબતે રૂપિયા 25000/-નો દંડ માહિતી આયોગ કમિશનર દ્વારા ફરજીયાત એવા તમામ કાયદાઓની નકલો એમના સમક્ષ રજૂ કરવામાં આવી હતી. હવે જન હિત અને ગુજરાત સરકારના કાયદાઓ સામે પ્રથમ અપીલ અધિકારી અને નાયબ કલેકટર શ્રી માહિતી અપાવવા માટે હૂકમ સાથે પોતાની કચેરીમાં સદર કાયદા મુજબ તત્કાલ એરકન્ડીશન કઢાવી પોતાના ફરજ નિભાવશે કે આજ સુધી કરેલ તમામ કામો ની તપાસ કરવા માટે સરકાર શ્રીને સંબંધિત અધિકારીઓને મજબૂર કરશે એ જોવાનું બાકી રહ્યું.
આજે સરકારના તમામ અધિકારીઓ ને જાણવો જરૂરી છે કે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. કોરોના મહામારી માં સરકાર આજે આર્થિક તંગી થી પસાર થઇ રહી છે.અન્ય રાજ્યોમાં મોટા ભાગના અધિકારીઓ કર્મચારીઓને સમયસર વેતન આપવા માટે સરકાર પાસે નાણાં નથી.અને ગુજરાત સરકાર પોતાના અધિકારીઓ કર્મચારીઓને સમયસર વેતન સાથે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે. અને તમામ પ્રકારની સુવિધાઓ અને વેતન ગરીબો મજુરો કર્મચારીઓ ખેડૂતો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત થી સર્વોચ્ચ સૂધીના મહેનત મસકકત ખૂન પસીનાની કમાઈના છે.અને સરકાર દ્વારા આપવામાં આવતા તમામ નાણાં હકીકત માં જમીન સુધી સરકારની યોજના મુજબ દરેકને યોગ્ય રીતે મળે એની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તમામ અધિકારીઓની છે. શાસન માં શૈક્ષણિક લાયકાત અને અનુભવની જરૂર ન હોય એના માટે ભારતીય સંવિધાન મુજબ પ્રશાસનની જરૂર છે. હવે પ્રશાસનિક અધિકારીઓ પોતાની ફરજ એવી રીતે નિભાવશે, ભ્રષ્ટાચાર માં સહભાગી થસે ત્યારે પ્રજાને નાગરિકોને ન્યાય કોણ અપાવશે ? જેથી આજે એવી ગંભીર પરિસ્થિતિમાં સરકારની તમામ યોજનાઓ માં ગરીબ થી ગરીબને એક એક રૂપિયો અને તમામ સરકારી સુવિધાઓ અનાજ સરકાર દ્વારા આપવામાં આવતી તમામ ચીજવસ્તુઓ કાયદેસર મળે એમાં દરેકે દરેકને પોતાની ફરજ નિભાવવા જરૂરી છે. હવે સમાચારની ગંભીરતા પૂર્વક નોધ લઇ અધિકારીઓ પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સંવેદનશીલ રહી કોરોના જેવી મહામારી માં એકબીજાના મદદરૂપ થશે કે સરકારી અન્ય સેવાઓ માટે કાર્યવાહી કરવા માટે સરકાર ને મજબૂર કરશે એ સમયચક્રના આધીન છે.
No comments:
Post a Comment