Friday, January 15, 2021

નવસારી જિલ્લામાં નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે શ્રમ આયુક્તની કચેરીના અધિકારીઓ કામગીરી કાબીલેતારીફ કે........સમાન...! જવાબદાર કૌણ...?



 
 
નવસારી જિલ્લામાં નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે શ્રમ આયુક્તની કચેરીના અધિકારીઓ કામગીરી કાબીલેતારીફ કે........સમાન...!
    જવાબદાર કૌણ...?
નવસારી કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓને કાયદા કાનૂનની
 વિશેષ સમજ...?

                 આજે કોરોના જેવી મહામારી સંપૂર્ણ દેશમાં નવા નવા રૂપો અને પોતાના વર્ચસ્વ થી દેશને પાયમાલ કરવામા કોઈ કસર બાકી રાખતી નથી. સામાન્ય થી સર્વોચ્ચ સુધી ત્રાહીમામ થવા પામ્યા છે. દેશ માં આર્થિક તંગીનો માહોલ છે. સરકાર સાથે આધુનિક વૈજ્ઞાનિકો એડી ચોટીના જોર લગાવી રહ્યા છે.સરકાર કરોડો રૂપિયા સાથે નવી નવી યોજનાઓ થકી ગરીબોને મદદ કરી રહી છે. આર્થિક તંગીના માહોલ માં સરકારની નીતિ અને નિયત કાબીલેતારીફ છે. પરંતુ જમીની હકીકતમાં સરકારના અધિકારીઓ જ સરકારને બદનામ કરવા કમર કસી છે. આજે સરકાર દ્વારા સંચાલિત સરકારી કચેરીઓ માં જ ગરીબો, મજુરો , કરાર આધારિત કર્મચારીઓ ,કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કે આઉટશોર્સ થી નિમણૂંક થયેલ નાગરિકોને લઘુતમ માસિક વેતન આપવામાં આવતો નથી. સૂત્રોના હવાલે થી મળેલ માહિતી મુજબ એની સંપૂર્ણ જવાબદારી નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓની છે. નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓને રૂબરૂ મા અરજીઓ આપવામાં આવે છે મોોખિક અને ટેલીફોનિક સૂચનાઓ આપવામાંં આવે છે. છતા આજ સુધી નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાંબાજ અધિકારીઓને તપાસ કરવા કે નોટિસ આપી જવાબદાર અધિકારીઓ ઉપર કેશ કરી જેલ ભેગા કરવો કે.....! કેમ સમજ નથી પડતી એનો મુખ્ય કારણ લખી શકાય નહી. પરંતુ સમજી શકાય એ પાકુ. આજે સરકાર દરેક જગ્યા થી વચોટિયાઓને ખતમ કરવા કમર કશી છે. પરંતુ નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓ એના વગર એક ડગલું આગળ જઈ શકતા નથી. આજે ચાર થી છ હજાર વેતન લેનાર મજદૂર નથી એ મજબૂર હોય છે એની પાસે ફરિયાદ અને નામદાર કોર્ટમાં જઈ એ પોતે ફરિયાદ કરશે એવી આશા રાખવો ન્યાય કે કોઈ પણ કાયદાના બદલે ગુનો છે. 
    નવસારી કૃષિ યુનિવર્સિટી માં આજે વર્ષો થી સિક્યુરિટીના ગાર્ડોના શોષણ થઈ રહ્યો છે.જે આરટીઆઈ માં ખુલાસો થતા સદર નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓને લેખિત માં જાણ કરવા આવ્યા છતા આજ દિન સુધી કોઇ નકકર પગલો ભરાયા નથી.નવસારી કૃષિ કોલેજમાં અજુ સુધી લઘુતમ માસિક વેતન અને કામના કલાકો ,હાજરી રજી. વેતન માટે કોઈ પણ કાયદેસર દસ્તાવેજો નથી. જેની આજ સુધી નવસારી જિલ્લાના સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી લાખો રૂપિયા દર માસે વેતન અને રાજાશાહી સુવિધાઓના અધિકારીઓ તપાસ કરવામાં કેમ આવેલ નથી..? આજ સુધી સદર કચેરીના અધિકારીઓને સરકાર શા માટે વેતન અને સુવિધાઓ આપી રહી છે.? સરકારના અધિકારીઓ મદદનીશ કમિશનર શ્રમ આયુક્ત હોય કે ગાધીનગરની કમિશનર કચેરી એની સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ સંબંધિત લાખો રૂપિયા વેતન સાથે સુવિધાઓ લેનાર અધિકારીઓ એ બધા જ સરખો જવાબદાર છે. કાયદાના જાણકારો મુજબ પ્રથમ દૃષ્ટિએ નવસારીના બન્ને પક્ષને પાર્ટી નામદાર કોર્ટમાં કેશ કરવા જોઈએ. સરકારના કોઈ પણ સ્થળે દારુનો મોટો જથ્થો પકડાય ત્યારે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવે છે.. ત્યારે એ કાયદા મુજબ નવસારી જિલ્લાના તપાસ કરનાર અને વેતન આપનારને દોષી ગણી કાર્યવાહી કરવો જોઈએ. અને એનો બદલે આજે અરજદાર ઉપર ધમકી અને ઓળખ બતાવવામા આવે છે. અને નવસારી જિલ્લાના જાબાજ અધિકારીશ્રી એ અરજદારને રૂબરૂ મુલાકાત માં જાણવા મળ્યુ છે કે ઓવરટાઈમ રાખવામાં નથી આવતો. અને સદર નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓ પાસે કોઈ પુરાવો નથી. આજે 21વી સદી ડિઝિટલ ઇડિયા માં સીસીટીવી છે.મહેકમનો રજીસ્ટર છે. કેટલા ગાર્ડોને નોકરી ઉપર રાખવામાં આવે છે. કેટલા પોઇન્ટ પર કયા કયા ગાર્ડ કેટલા સમય સુધી નોકરી ઉપર હાજર રહે છે. દરેકે દરેક સ્પષ્ટ નજરે પડે છે. છતા સદર નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓ છટકબારી કરી રહ્યા છે. એજ હાલત આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની , દરેક હોસ્પિટલ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, કલેકટર કચેરી,તાલુકા સેવા સદન, સાથે નવસારી જિલ્લાની નાની મોટી ફેકટરીઓ માં છે. હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ કાયદેસર ઉપરોક્ત દરેક સ્થળે સરકારશ્રીના નિયમ મુજબ લઘુતમ માસિક વેતન અપાવી કોરોના કાળમાં સહભાગી બનશે કે લોક ચર્ચા અને સેવાભાવી સંસ્થાઓમાં થતી ચર્ચા મુજબ  નામદાર કોર્ટ સાથે સરકાર સામે તારીખ પર તારીખ ભરી છેલ્લે સરકારી સેવાલય માં સેવા લેશે એ જોવાનુ બાકી રહ્યું...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...