નવસારી વિજલપોર નગરપાલિકામાં વેરા વધારવા ભ્રષ્ટાચાર કે જરૂર..!
જવાબદાર કૌણ....?
નવસારી વિજલપોર નગરપાલિકા માં આજે ચુંટાયેલી બોડી નગરસેવકો પ્રમુખશ્રીઓ તમામને નિરસ્ત કરવામાં આવેલ છે. જેથી કોઈ પણ નીતિ વિષયનો કાયદો ઘડવા માટે જ્યાં સુધી નવી બોડી ન આવે ત્યાં સુધી નવો વેરા વધારી શકાય નહીં. અને કાયદા કાનૂન આજે ચંદ નેતાઓ અને અધિકારીઓ પોતે બિનજરૂરી ઘડી રહ્યા છે. જે લોકશાહીની ખરેખર મજાક કહેવાય. લોક ચર્ચા માં આજે નવસારી નગરપાલિકા માં થતો કામો કાયદેસર ભ્રષ્ટાચાર સિવાય કશુ નથી. અને આજે એ ખરેખર નવસારી જિલ્લાના દુર્ભાગ્ય છે કે નવસારીની ઐતિહાસિક સંસ્કારી નગરી માં એવા કૃત્યો થઈ રહ્યા છે. અધિકારીઓ એ ભૂલી રહ્યા છે કે જેની સત્તા ન હોય એ બિનજરૂરી ફસાદ ઉભો કરવા ટાળવો જોઈએ. આજે બુલેટ ટ્રેન કે સરકારની વિકાસ લક્ષી યોજનાઓ માટે સક્ષમ અધિકારીની જરૂર છે. નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં માં પીવા લાયક ચોખ્ખું પાણી નથી.પીવા માટે ચોખ્ખુ પાણી ઉપલબ્ધ કરાવવા બદલે વેરામા વધારો કરવા સરકારના વિકાસના કામો કરવામાં છટકબારી કરવા નાગરિકોને કાયદેસર જવાબ ન આપવા અધિકારીઓની કામગીરી સક્ષમતા, લાયકાત ,અનુભવ સામે સવાલિયા નિશાન છે. આજે ઠેર ઠેર મોબાઈલ ટાવરો ગૈરકાયદેસર ઉભા કરવામાં આવેલ છે. છતા નાગરિકોને કાયદેસરની સુવિધાઓ મળતી નથી. એવા મોબાઈલ ટાવરોના માલિકો સામે અધિકારીઓ કાયદો બતાવવા માં કેમ પાછળ છે.? ઠેર ઠેર અસામાજિક કૃત્યો થઈ રહ્યા છે ? નાગરિકોના હિત માટે કામો કરવા અધિકારીઓ નજરે નથી પડતા. આજે સરકાર એવા અધિકારીઓ થી ત્રાહીમામ થઈ રહી છે.
No comments:
Post a Comment