Tuesday, January 5, 2021

નવસારી નગરપાલિકા માં નવા ડામર રોડ બનાવતા ગરીબ, આદિવાસી, દલિત, મજુરોના વીમા ...! નવસારી નગરપાલિકાના અધિકારીઓને ખબર નથી...?






નવસારી નગરપાલિકા માં નવા ડામર રોડ બનાવતા ગરીબ, આદિવાસી, દલિત,વંચિત, શોષિત મજુરોના વીમા ...!

નવસારી નગરપાલિકાના અધિકારીઓને ખબર નથી...?

                   નવસારી નગરપાલિકાના ઇજનેરો નવસારી નગરપાલિકા માં નોકરી કરવા આવે છે કે રાજ દરબાર માં હાજરી ભરવા ..! ગુજરાત સરકાર આજે કોરોના જેવી મહામારી સામે રાત દિવસ મહેનત કરી રહી છે. સુરક્ષા વિભાગ ,સ્વાસ્થ્ય વિભાગ હોય કે અન્ય..આજે તમામ અધિકારીઓ ત્રાહીમામ થઈ ચુક્યા છે. કરોડો અરબો રૂપિયાના નુકસાન થઈ રહ્યો છે. સરકાર સુરક્ષા માટે નવી નવી યોજનાઓ કાયદાઓ ઘડી રહી છે. બેરોજગારી, મોઘવારી ચરમ સીમાએ રાજ કરી રહી છે. નાગરિકોના જીવન માટે સરકાર પાસે થઈ શકે એ બધા જ હથકંડો અપનાવી રહી છે. છતા હજુ સુધી કોઇ મક્કમ રાહ નજરે પડતી નથી. અને નવસારી નગરપાલિકાના ઇજનેરો એ બધા જ કાયદાઓથી અજાણ છે. ગુજરાત સરકાર ગરીબો મજુરો, આદિવાસી, દલિતો મહિલાઓ, શોષિત વર્ગથી આવતા મજુરો જેની ચિંતા કરી એક હુકમ જારી કરી છે કે દરેકે દરેક મજુર હોય કે કર્મચારી દરેકને કોરોના કાળમા વીમા લેવા ફરજિયાત છે. નવસારી નગરપાલિકા માં આજે મોટા ભાગના રસ્તાઓ ઉપર ડામર પાથરવામાં આવી રહ્યુ છે. ડામર અને પાણીનો ખરેખર આદિકાળથી દુશ્મની છે. નવસારી નગરપાલિકાના મોટા ભાગના રસ્તાઓ ઉપર વરસાદના પાણી બહાર કાઢવા માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી. જેથી એ બધા જ ખર્ચની સમયસીમા ભગવાન ભરોસે છે. કેટલાક વિસ્તારોમાં રોડની આજુ બાજુની જમીન રોડ ઉચો થવાથી દુકાનો અને મકાનો માં પાણી ભરાશે જેથી નવી બીમારીઓ અનેક રૂપો માં આવશે એમા કોઈ શક નથી. જેથી નવસારી નગરપાલિકાના ઇજનેરોને કશું ખબર નથી એ પાકુ.
                નવસારી નગરપાલિકા માં આજે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના બીજા દશક માં પ્રવેશ થતો છતા અમલીકરણ થયેલ નથી. એક બોર્ડ લગાડવા માં આવ્યો નથી. સરકાર શ્રીની સૌથી સફળ યોજના ઈએસઆઇસી (કર્મચારી રાજ્ય વીમા નિગમ) હજુ સુધી પાલન કરવામાં આવેલ નથી. આરસીપીએસ 2013 અમલ કરવામાં આવે ત્યારે એક પણ અધિકારી ભ્રષ્ટાચાર કે મોડુ કામગીરી કરતાની સાથે જ રૂપિયા દસ હજાર દંડ સાથે નોકરીથી છુટકારો થઈ શકે જેથી અધિકારીઓ એનો પ્રચાર પ્રસાર કરતા જ નથી. ગુજરાત સેવા વર્તણૂક નિયમો 1971અમલીકરણ કરાવવા માટે સક્ષમ અધિકારી નથી.અન્યથા આજે ખબર પડતે કયા અધિકારી કેટલી સંપત્તિનો માલિક છે. ભ્રષ્ટાચાર અધિનિયમ 1986 ની અમલવારી થયેલ નથી અન્યથા અન્ય ખાનગી સ્થળે અધિકારીઓ કચેરીનો રજીસ્ટર લઈ રખડતો નજરે પડતે નહિ.નગરપાલિકા કોઈ રાજાનો દરબાર નથી કચેરીમાં સોફાની જરૂર નથી. એક ડિજિટલ હાજરી પૂરવાની મશીન લેવા માટે ફંડ નથી. ગૈરકાયદેસર એસી વાહનો અને કચેરી માં લગાડવા નાણાં કયા દેશ અને સરકાર ફાળવે છે. લોક ચર્ચા માં એવી તમામ ખબરો આજે નવસારી જેવી એતિહાસિક સંસ્કારી નગરી માં કલંક સમાન છે. હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ કાયદેસર ડામર પાથરેલા રોડો ઉપર કામ કરતા ગરીબ, દલિત શોષિત, આદિવાસી, મહિલાઓ મજુરોના કોરોનાકાળ માં સરકાર શ્રી ના હુકમ મુજબ વીમાની તપાસ કરશે કે અરજદાર ઉપર બિન જરૂરી તપાસ એ જોવાનું બાકી રહ્યુ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...