Thursday, January 28, 2021

માર્ગ અને મકાન સરકારી કે ખાનગી ! ભ્રષ્ટાચાર બન્યો શિષ્ટાચાર ! જવાબદાર અધિકારી કરાર આધારિત..?



માર્ગ અને મકાન વિભાગ સૂરત વર્તુળ કચેરી માં ભ્રષ્ટાચાર બન્યો શિષ્ટાચાર ...RTI 
"સરકાર કે કાયદા કાનૂન કી ઐસી કી તૈસી "
કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા અધિકારીઓ સામે તપાસ કરનાર પણ કરાર આધારિત ..!
કોરોના કાળમા સરકારનો કરકસરનો પરિપત્ર સામે લાખો રૂપિયાનો ફર્નીચરની ખરીદી કરતા
 કાર્યપાલક ઈજનેર વસાવા ...!
એસીની સુવિધા ન હોવા છતા દરેક કચેરી અને વાહનોમાં એસી વપરાશ  વીજબિલ વેતનમાં થી 
વસૂલાત કોણ કરશે..?

                            ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની માં સરકારનો સૌથી મોટો વિભાગ માર્ગ અને મકાન વર્તુળ કચેરી સુરત આજે વર્ષોથી ભ્રષ્ટાચારનો શિકાર થઈ ચુકી છે. ભ્રષ્ટાચાર અને કાયદા કાનુનની ઐસી કી તૈસીની ફરિયાદ વારંવાર જાગૃત નાગરિકો અને મીડિયા જગતમાં આવતાની હકીકત જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદા મુજબ એક માહિતી આજે ત્રણ માસ અગાઉ માંગવામાં આવેલ હતી.જેમા નિયમ મુજબ કોઈ પણ માહિતીનો જવાબ પણ ન આપતા અપીલ કરવામાં આવી હતી. માહિતી અધિકાર અધિનિયમ સરકારના અધિકારીઓથી સંબંધિત છે. જેમાં આઉટશોર્ષ કે કરાર આધારિતનો કોઈ પણ સ્થળે ઉલ્લેખ નથી. અને કરાર આધારિત પાસે સરકાર દ્વારા કાયદાકીય, વિકાસ અને નાણાકીય કોઈ પણ સત્તા સરકાર દ્વારા આપવામાં આવેલ નથી. છતા બિનજરૂરી કરાર આધારિત કાયદેસર અપીલની સુનાવણી પણ ન કરી શકાય નહીં કે કોઈ પણ હુકમ ન આપી શકે. એવા અપીલ અધિકારી શ્રી પોતે અપીલની સુનવણી રાખી હતી.જેમા કાયદેસર જાહેર માહિતી અધિકારી કે મદદનીશ માહિતી અધિકારી સરકારનો નિયમ મુજબ હાજર રહેલો ફરજિયાત હોવા છતા જાહેર માહિતી અધિકારીઓ કે મદદનીશ હાજર રહેલ નથી. "સત્તા વગર શાનપણ નકામુ" જેવી હાલત અપીલની સુનાવણી દરમિયાન ઉપસ્થિત થયેલ નથી. ખરેખર એક પ્રતિષ્ઠિત અને અનુભવી અધિકારી જ્યારે બિનજરૂરી કરાર આધારિત ભરતી માં નિવૃત્ત પછી આવે ત્યારે "પંખ વગરનો પંછી" સમાન હોય છે. પ્રથમ અપીલની સુનાવણી દરમિયાન એવા દૃશ્યો નજરે પડી રહ્યા હતા. અને નિવૃત્ત કરાર આધારિત શ્રી પટેલે ખરેખર કાયદેસર શૈક્ષણિક લાયકાત અને અનુભવી જાણકાર હોવા છતા નિરીક્ષણ વગરની માહિતી ૩૦ દિવસ માં કોઈ જવાબ અધિકારીઓ દ્વારા ન આપેલ પુરાવા છતા અરજદારને નિરીક્ષણ કરાવી નાણાં ભરાવી માહિતી આપવા હુકમ કર્યો હતો. ખરેખર સદર અધિકારીનો હુકમ માં એમની મજબૂરી સ્પષ્ટ નજરે પડી રહી હતી. અને એમના તાબા હેઠણના કાર્યપાલક ઈજનેરો એનો મજાક ઉડાવી રહ્યા છે. આજે ૧૦૦ દિવસ પૂર્ણ થતા એક પણ અધિકારી એનો હુકમનો પાલન કરેલ નથી. અને પોતે દરેક જાહેર થઈ માહિતી અધિકારી શ્રીઓ એક નવો ફરમાન જારી કરી છે કે વધી જ માહિતી પેટા વિભાગ માં થી  મેળવી લેવા. અને પેટા વિભાગના જાહેરમાહિતી અધિકારીઓ માહિતી અધિકાર અધિનિયમ થી અજાણ છે.એજ વિભાગ માં એક નાયબ કાર્યપાલક ઈજનેર જે ધરમપોર થી આવેલ છે એની પાસે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કોઈ પણ પત્ર ન હોવા છતા અરજી દફ્તરે કરવાની પત્ર લખેલ હતા અને રૂબરૂ  તપાસ કરતા એમને મા.અ.અ.૨૦૦૫ કે સદર માહિતી વિશે કોઈ જાણ જ નથી.અને પોતે એમના જ કર્મચારી કબૂલ કરી લેખિત માં આપેલ છે.
                        સુરત માર્ગ અને મકાનના કાર્યપાલક ઈજનેર શ્રી વસાવા જેની ઓળખ સીધી લીટી માં સચિવ સાથે હોય એની બદલી પણ કાયમી ધોરણે એક જ જિલ્લામાં થઈ રહી છે. માંડવી થી સૂરત બદલી કરાવી આજે પોતાની કચેરી જેમાં એ નોકરી કરે છે કે માલિક છે સમજવુ મુશ્કેલ છે. સરકાર આજે તંગી માં પસાર થઈ રહી છે. સરકાર પોતે હુકમ કરી છે કે તારીખ ૩૧૦૩૨૦૨૧ સુધી કોઈ પણ ખરીદી કરવી છે નહીં. અને તમામ ખરીદી છે માસ સુધી બંધ કરવી. છતાં મોટી ઓળખ ધરાવતા અધિકારી લાખો રૂપિયાનો નવો ફર્નીચર પોતાની કચેરી માં કયા કાયદા મુજબ બનાવી રહ્યા છે.
                    આજે  સુરત વર્તુળ કચેરી જેમા પાંચ જિલ્લાઓના સમાવેશ થાય છે. એવી મુખ્ય કચેરીમાં મા.અ.અ.૨૦૦૫ની માહિતી ન આપતા અપીલ કરતા જણાવેલ છે કે મા.અ.અ.૨૦૦૫ વિશે કાર્યપાલક ઈજનેરો પાસે માહિતી મેળવાની થાય છે. જેથી માહિતીની અપીલની સુનવણી કરી શકાય નહિ. ખરેખર એવા જવાબો આજે ગુજરાતના પારદર્શિતા અને વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. સુરત વર્તુળ કચેરીમાં કરાર આધારિત અધીક્ષક ઈજનેર હોવાથી સુરત જિલ્લાના જ કાર્યપાલક ઈજનેરો એનો મજાક ઉડાવી રહ્યા છે. હવે સદર સમાચારની ગંભીરતાથી નોધ લઈ એનો કાયદેસર તપાસ થશે કે અન્ય જોવાનુ બાકી રહ્યુ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...