Saturday, January 23, 2021

દેશી પ્રાચીન પદ્ધતિ વરાળસ્નાન (સ્ટીમ બાથ)નો કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર વિજલપોર- નવસારી માં ભવ્ય શરૂવાત




દેશી પ્રાચીન પદ્ધતિ વરાળસ્નાન (સ્ટીમ બાથ)નો કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર વિજલપોર- નવસારી માં ભવ્ય શરૂવાત

   વરાળસ્નાન એ એક એવી ચિકિત્સા પદ્ધતિ છે જે શરીરમાં રહેલા વિષાણુ પદાર્થોને શરીરની ત્વચા દ્વારા બહાર કાઢવા માટે સૌથી સરળ ઉપચાર પદ્ધતિ છે. 

           આયુર્વેદ ના ગ્રંથો જેવા કે અષ્ટાંગ હૃદય, સુશ્રુત સંહિતાઃ, ચરક સંહિતાઃ માં દર્શિત પંચકર્મ વિધિ કે જેમાં  શરીરનું શુદ્ધિકરણ કરી શરીરના તમામ રોગો ના સારવાર કરી શકાય છે તેમાં દર્શિત વિધિઓ વમન, વિરેચન, નસ્ય, રક્તમોક્ષણ, શિરોધારા, બસ્તી, સ્વેદન માં સ્વેદન એટલે કે શરીર માંથી પરસેવા દ્વારા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવું, જેના માટે વરાળસ્નાન સૌથી સરળ અને લાભદાયી પદ્ધતિ છે. 
             વરાળસ્નાન ની પ્રક્રિયા પહેલા સ્નેહન એટલે કે મસાજ ની પ્રક્રિયા કરવામાં આવે છે જેમાં મસાજ માટે ઔષધિયુક્ત તૈલીય પદાર્થોને ઉપયોગ માં લેવામાં આવે છે, જે શરીર ઉપર આવેલા છિદ્રોને મુલાયમ કરી દે છે. ત્યારબાદ વરાળસ્નાન ની પ્રક્રિયા દ્વારા શરીરના સૂક્ષ્મ છિદ્રો ખુલે છે અને તે દ્વારા શરીરમાં રહેલા વિષાણુ પદાર્થો પરસેવા સ્વરૂપે બહાર આવે છે, જેથી આપણું શરીર વિષાણુ મુક્ત થાય છે. 
              પ્રાચીન ગ્રંથો તથા આધુનિક વિજ્ઞાનના કહેવા અનુસાર મનુષ્ય પોતાના શરીરની જરૂરિયાત પુરી કરવા માટે જે પણ બહારથી ખોરાક લે છે તેમાંથી ફક્ત ૫-૧૦% જેટલું જ પોષણ શરીરને મળે છે અને બાકીનું પોષણ આપણા શરીર પર આવેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા એટલેકે શરીરના બહારના ભાગેથી મેળવાય છે. 
               આપણે  સૌ જાણીએ છીએ કે હાલમાં આપડે જે પણ ખોરાક બહારથી લઈએ છીએ તે તદ્દન ઉતરતી કક્ષાનું અને રસાયણ યુક્ત હોય છે જેનાથી શરીરમાં વિષાણુ પદાર્થો શરીરમાં જમા થાય છે જેથી શરીરમાં ભયંકર રોગો થાય છે જેનો આજે ઈલાજ કરવો આજે મુશ્કેલ થયેલ છે, હવે આવી બીમારીઓને શરીરમાંથી બહાર કાઢવા માટે સૌથી સરળ ચિકિત્સા પદ્ધતિ છે જે વરાળસ્નાન ચિકિત્સા પદ્ધતિ છે. 
                વરાળસ્નાન સામાન્યપણે વહેલી સવારે ભૂખ્યા પેટે અથવા જમવાના 2 કલાક પહેલા લઇ શકાય છે. વરાળસ્નાન લેવા માટે Steam room, Steam box જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. વરાળસ્નાનનો વધુ વિશેષ લાભ લેવા માટે વરાળસ્નાન લેવા પહેલા ઠંડા પાણીથી સ્નાન કરવું અને ત્યારબાદ તેલની માલિશ કરી વરાળસ્નાન લઇ ત્યારબાદ ફરીથી ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ કારણકે વરાળસ્નાન દ્વારા શરીરના જે સુક્ષ્મ છિદ્રો ખુલ્યા હોય છે તે બંધના થાય તો બહારની આબોહવા માં રહેલા સુક્ષ્મ જીવાણુઓ અંદર દાખલ થઇ શકે છે. 
 વરાળસ્નાન ના ફાયદાઓ -
1- વરાળસ્નાન લેવાથી શરીરમાં રહેલી અનાવશ્યક ચરબી ઓગળી જાય છે, જેથી વરાળસ્નાન શરીરનું વજન ઘટાડવા સૌથી મહતવપૂર્ણ હોય છે. 
2- વરાળસ્નાન શરીરની ત્વચાને સુંદર અને કોમળ બનાવે છે. 
3- વરાળસ્નાન દ્વારા શરીરમાં વધતી ઉમરે ત્વચા પર થતી કરચલીઓ દૂર થાય છે. 
4- વરાળસ્નાન ચહેરા પર લેવાથી ચહેરા પર થતી સમસ્યા જેવી કે Pimples, Darkness, Ageing, Acne, Fungal Infection, Pigmentation, Blackheads નું નિરાકરણ મેળવી શકાય છે અને ચહેરાની સૌંદર્યતા પણ વધારી શકાય છે.
5- વરાળસ્નાન દ્વારા લકવા અને શરીરના મોટાભાગના દુઃખાવા જેવાકે સાંધાના દુઃખાવા, કમરનો દુઃખાવો, મણકાનો  દુઃખાવો, ગળાનો દુઃખાવો જેવા રોગોના સારવાર મેળવી શકાય છે. 
6- વરાળસ્નાન દ્વારા શરીરના રક્તસંચારણમાં સુધારો થાય છે. જેનાથી Blood Pressure, Kidney Related Problems, Muscle Stiffness, તથા અન્ય સમસ્યાઓના સારવાર મેળવી શકાય છે. 
વધુ માહિતી મેળવવા આજે જ સંપર્ક કરો. 
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર 
અલકાપુરી સોસાયટી, શિવાજી ચોક પાસે, વિજલપોર, નવસારી.
મો - 9328014099,   9898630756
નોંધ :- ફોન કરી સમય મેળવવો.


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...