Thursday, January 21, 2021

નવસારી નગરપાલિકા ના રિગ રોડ એકજ વર્ષમાં ટૂટી ગયા ..! કોન્ટ્રાક્ટર કાયદા મુજબ બ્લેકલિસ્ટેડ અધિકારી સસ્પેન્ડ કે ...ભાઈ.ભાઈની નોટિસ...! જવાબદાર કૌણ..?


            
 નવસારી નગરપાલિકાના રિગ રોડ એકજ વર્ષમાં ટૂટી ગયા ..! કોન્ટ્રાક્ટર કાયદા મુજબ બ્લેકલિસ્ટેડ અધિકારી સસ્પેન્ડ કે ...ભાઈ.ભાઈની નોટિસ...! જવાબદાર કૌણ..?
                   નવસારી જિલ્લામાં નવસારી નગરપાલિકા દ્વારા મળેલ માહિતી મુજબ એક જ વર્ષ માં કરોડો રૂપિયાના નવસારી નગરપાલિકાના શૈક્ષણિક અને જાબાજ, વિદ્વા, અનુભવી, પાક-સાફ, છબિ ધરાવતા આધ્યાત્મિક અને પારદર્શક વહીવટ કરતા અધિકારીઓ દ્વારા ડામર રોડ સારા માં સારી ક્વોલિટીનો બનાવવા માં આવેલ હતો. પરંતુ જમીની હકીકત માં ઉપરોક્ત તમામ ફકત ફાઈલો માં જ હતો.ખરેખર જમીન ઉપર ભ્રષ્ટાચાર સિવાય કશું જોવા મળ્યો નથી. આજે પણ વિકાસનો આધાર તમામ ડામર રોડ જમીન ઉપર તપાસ વગર બનાવવા માં આવેલ છે. જમીન થી એક ફુટ ઊંચા ડામર રોડ પાણીના નિકાસ કરવા વગર બનાવવા માં આવેલ છે.અને એક જ વરસાદ માં લોકો ત્રાહિમામ જોવા મળશે એ પાકુ... લોક ચર્ચા અને અખબારી યાદી મુજબ સદર રિંગ રોડની કાયદેસર તપાસ થશે કે ફકત અગાઉની જેમ એક વિનંતી પત્ર આપી છુટકારો મેળવશે. કાયદેસર આજે નવસારી શહેરની દરેક રોડો નવા બનાવેલ છે એમા કેટલા ગારંટી પીરિયડ માં હતો અને એનો કારણ શોધવા જોઈએ. અને દર વર્ષે એક જ મુદ્દો ની સરકાર ચલાવવા એક જુમલો સાબિત થઈ રહ્યો છે. આજે નવસારી નગરપાલિકા માં મોટા ભાગના કર્મચારીઓ, મજુરો, કરાર આધારિત વર્ષોથી કામ કરી રહ્યા છે. સરકારશ્રીના જ કાયદા મુજબ દરેક ને લઘુત્તમ માસિક વેતન અને ઈએસાઆઈ વગેરે ની સુવિધા માટે સરકારશ્રીના અધિકારીઓ એટલે પ્રિંસિપલ એમ્પ્લોયર તરીકે મુખ્ય અધિકારી જવાબદાર છે. પરંતુ અહિં પ્રિંસિપલ એમ્પ્લોયર તરીકે કામ કરનાર પોતાને માલિક સમજી ગયા હોય એવો કાયમી ધોરણે નજર પડે છે. આજે નવસારી નગરપાલિકાના મોટા ભાગના વિભાગો માં ભ્રષ્ટાચાર થી ચાલી રહ્યો છે. અને નવસારી જિલ્લા માં સમાચાર પત્રો કે મીડિયા માં પર્દાફાસ થયેલ સમાચારો માટે અન્ય જિલ્લાઓ જેવા કોઈ કર્મચારી કે અધિકારી જ નથી. ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી આર.આર.વરસાણી સાહેબ એ એક અપીલ માં હુકમ કરેલ હતા કે જિલ્લા કલેક્ટરશ્રી સુપર વિજન ઓથોરિટી છે.મા.અ.અ.૨૦૦૫ના કે અન્ય કાયદાઓના અમલવારી કરાવવાની જવાબદારી છે. પરંતુ આજે એ હુકમનો આશરે બે વર્ષ પૂર્ણ થયા અજુ સુધી એ હુકમ ફાઈલ માં પણ હશે કે કેમ સમજવો અઘરૂ છે. આજે નવસારી નગરપાલિકાના હદ વિસ્તારમાં થતો કામો ની તપાસ કરવા માટે કાયદેસર સક્ષમ અધિકારી નથી.અને ભવિષ્ય માં કોઈ કાયદાકીય અડચણ આવે ત્યારે એ પહેલા વર્ષોથી ચાલતી પ્રથા મુજબ તોડી કરાર આધારિત એ પણ એક્સપાયરી નિવૃત્ત અધિકારીને મુકી છે. અને એક જાગ્રિત નાગરિક દ્વારા પૂછતા જાણવા મળેલ છે કે અનુભવના આધારે મુકવામાં આવેલ છે જેથી હવે ગુજરાત સરકાર હવે જીવે ત્યાં સુધી અનુભવ મુજબ જ મુકવાનો રહેશે કે ફકત એકને ગોણ એક ને ..? 
      આજે ગુજરાત સરકાર ને કોઈ વિરોધ પક્ષની જરૂર નથી એમના અધિકારીઓ જ બેક ફુટ ઉપર કે બદનામ કરવા માટે પર્યાપ્ત છે. હવે સંબધિત અધિકારીઓ, જાગ્રિત નાગરિકો, સમાજ સેવકશ્રીઓ ઉપરોક્ત બાબતે પોતાની ફરજ બજાવશે કે મુદ્દો ઉપર અન્ય....એ જોવાનુ બાકી રહ્યુ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...