Saturday, January 23, 2021

DGVCL નવસારી જિલ્લાની કામગીરી કાબીલે તારીફ કે.....! જવાબદાર કૌણ..?


 
  DGVCL નવસારી જિલ્લાની કામગીરી કાબીલે તારીફ કે.....! 
જવાબદાર કૌણ..?
 
                     ગુજરાત વિકાસનો મૂળ પાયો વીજ પાવર જેના થકી આજે પણ ગુજરાત પ્રકાશિત છે.આજે ભ્રષ્ટાચારના દલદલ માં ભેરવાઈ ગયા છે.જેનો મુખ્ય આધાર એના અધિકારીઓ જ છે.આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતી પાવર કંપની હોય તેમાં ડીજીવીસીએલ છે. એક સામાન્ય નાગરિક જેમની પાસે  આજે બિલ લેવાનો હોય એ કદાચ બિલ ભરવા મા ચૂક કરે ત્યારે સદર કંપની આખી ફોજ કનેક્શન કાપવા મોકલે છે.પરંતુ લાખો રૂપિયા બાકી વર્ષોથી મોટી મોટી કંપની કે કોઈ મોટા વ્યક્તિનો હોય ત્યારે સદર કંપનીના અધિકારીઓનો પાવર અને કાયદો ક્યાં ગુમ થઈ જાય છે શોધવો મુશ્કેલ છે. બે વર્ષ અગાઉ જ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર સદર કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને એ મહાત્મા ગાંધી બાપુના નિર્વાણ દિવસે જેમા પુરાવા છતાં એક બીજા ભાઈ ભાઈની ભૂમિકા ભજવી એ આજે પણ એમની એમજ પેન્ડિગ છે. નવસારી જિલ્લામાં સદર કંપની માં કાયદા કાનૂન ફક્ત અને ફક્ત ગરીબો માટે છે. સામાન્ય નાગરિકોને પાવર આપવા માટે અધિકારીઓ મહાભારતનો શાષ્ત્ર અને અમીરો સામે શબરીના જેમ રાહ જોતો હોય એવો નજરે પડે છે.આજે કાયદા કાનૂન કે સુરક્ષા માટે અધિકારીઓને લાખો રૂપિયા વેતન સાથે એક સામાન્ય અધિકારીને પણ ક્લાસ વનનો હોદ્દો આપનાર DGVCL પહેલી કંપની છે. નાયબ કાર્યપાલક ઈજનેર ક્લાસ વન થી શરૂવાત કરે છે. નવસારી જિલ્લા માં કાર્યપાલક ઈજનેર શ્રી અરજદારો સાથે કાયમી ધોરણે અસભ્ય વર્તન અને દાદાગીરી થી જવાબોની ફરિયાદ થઇ રહી છે. નવસારી જિલ્લાના શહેરી વિભાગના સર્વોચ્ચ અધિકારી પોતે કાયદા કાનૂનનો તજજ્ઞ અને અનુભવી જાંબાઝ અધિકારીને આજે જાણવું જરૂરી છે કે ભારત આજે પણ સંબિધાન થી ચાલે છે અને અજુ એના પર ચાલશે. સરકારની તિજોરી માં થી એક પણ રૂપિયો લેનાર એ નોકરશાહની શ્રેણી માં આવે છે. અને એ પણ જાણવો જરૂરી છે કે જે રુપિયા  વેતન પેટે આપવામાં આવે છે એના માટે ગુજરાત સરકાર પાસે નોટ છાપવાની મશીન  નથી.એ ગરીબ , આદિવાસી, ખેડૂત,મજલૂમ, દલિત, શોષિત, વંચિત,ગરીબોની ખૂન પસીના અને મહેનત મસકકતની કમાણીના છે. નવસારી જિલ્લામાં સદર કંપનીના અધિકારીઓ પોતાની કચેરી માં એરકંડીશન લગાડી શું સાબિત કરવા માંગે છે ? એ બિલ કાયદેસર એના વેતન માં થી વસૂલ કરવામાં આવશે.ગુજરાત સરકારના નાણાં મંત્રાલયના પરિપત્ર મુજબ અગ્ર સચિવ અથવા એના સમકક્ષને એરકંડીશન સુવિધાના પાત્ર છે.ત્યારે એ સમજવો જરૂરી છે કે સદર અધિકારીઓ અગ્ર સચિવ કે એમના નજીક પણ નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપની ૧૪ ડિસેમ્બરના રોજ ઉર્જા દિવસ તરીકે ઉજવે છે. આ દિવસ સૂર્ય પ્રકાશ માં કામ કરવા જોઈએ. અને મોટા ભાગની સરકારી કચેરીઓ માં સદર બાબતે જાગ્રિત કરવા જોઇએ. પરંતુ અહિં અધિકારીઓ ને ખબર નથી કે એ સક્ષમ નથી.? પોતે જ ગેરકાયદેસર એસી લગાવી છે. સરકારના કાયદા મુજબ ત્રણથી પાંચ કિલોમીટરની ત્રિજ્યા માં રહેવો ફરજિયાત છે.એ કાયદોનો અમલવારી કોણ કરાવશે?  કાર્યપાલક ઈજનેર તરીકે મુખ્ય કચેરીથી ત્રણ થી પાંચ કિલોમીટરની ત્રિજ્યા માં રહેવો ફરજીયાત છે. અન્યથા સુરત જેવી ઘટના કે કોઈ પણ અકસ્માત થાય ત્યારે એની જવાબદારી કોની રહેશે ? દાદાગીરી આને અસભ્ય વર્તન કરનાર ફરિયાદ કરવા અરજદારો ને જણાવતા અધિકારીઓને એ કાયદો ખબર નથી..? ઠેર ઠેર ડીપી પાસે મીટર લગાડવામાં આવેલ છે એ જ્યારે નોધવામાં જ ન આવતો હોય ત્યારે એની જરૂર શું છે ? દરેક ઘરે આજે અર્થિગ માટે વ્યવસ્થા કરી છે.પરંતુ એનો આગળની કાર્યવાહી વગર આજે કરોડો રૂપિયાનો ખર્ચ ની જવાબદારી કોની છે ? 
             નવસારી જિલ્લાની સદર કંપની માં કાયદેસર ગરીબોના શોષણ થઈ રહ્યો છે. આઉટશોર્ષ કે કરાર આધારિત કર્મચારીઓ મજુરો કે સિક્યુરિટી માં કાર્યરત નાગરિકોને  આજે પણ મોટા ભાગે લઘુત્તમ માસિક વેતન આપવામાં નથી આવતો. જેથી લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ મુજબ એની સંપૂર્ણ જવાબદારી જેતે કચેરીના પ્રિંસિપલ એમપ્લોયર એટલે મુખ્ય અધિકારી તરીકે એમની જ છે.એ કાયદો સદર અધિકારીને કોણ સમજાવશે ? ભારત સરકારની એક સફળ યોજના ઈએસઆઈસી કર્મચારી રાજ્ય બીમા નિગમ જેમા ૨૧ હજારથી ઓછુ વેતન ધરાવનાર એ યોજનાના પાત્ર છે.અને આજે કોરોના કાળ જેવી મહામારી માં અમૃતતુલ્ય છે. છતા એ યોજનાથી આજે સદર કચેરીના કર્મચારીઓ, મજુરો, આઉટ શોર્ષથી કે સિક્યુરિટીના સુરક્ષા ગાર્ડો મહેફુજ છે. આજે એવા ઘણા સરકારની ગરીબ લક્ષી યોજના છે જેની જવાબદારી જેતે કચેરીના વડાની છે. પરંતુ આરક્ષણ, બાપુ દર્શન, સેટિગ ડોટ કોમ કે પરમોશન થી આવેલ અધિકારીઓ ને સમજાવો કે એમની કાયદેસર જવાબદારી છે એ અઘરૂ છે. આજે સરકાર ગમે એ યોજના લાવે કે નવા નવા નિયમો ઘડે જ્યાં સુધી ભ્રષ્ટાચાર સામે અંકુશ માટે અલગથી ટીમ અને ડિઝિટલ નહિ કરશે સરકાર બદનામ થતી રહેશે એ પાકુ. એવા જ અધિકારીઓ સરકારશ્રીને ખાનગીકરણ કરવા મજબૂર કરે છે. અને હવે સરકારશ્રી પાસે કોઈ વિકલ્પ જ નથી.
                   આજે નવસારી જિલ્લા માં સદર કંપની માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હોય કે જાહેર સેવા અધિકાર અધિનિયમ ૨૦૧૩ , ગુજરાત સેવા વર્તણૂંક નિયમો ૧૯૭૧ હોયકે, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬,  લઘુત્તમ માસિક વેતન અધિનિયમ ૧૯૪૮ આજે તમામ કાયદાઓ સદર કંપની માં વર્ષોથી લકવાગ્રસ્ત થઈ આખિરી શ્વાસ લેવા મજબૂર છે. સમયસર અધિકારીઓ  હાજર રહેવા ગુનો સમજે છે.લોક ચર્ચા દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નવસારી શહેરના સર્વોચ્ચ અધિકારી શ્રી મેન્ટનેશ માં વીજ કનેકશન બંધ કરાવી પોતે ગેરકાયદેસર એરકંડીશન માં તાબા હેઠળના કામ કરતા તમામ ઈજનેરોને પોતાની કચેરી માં બિન જરૂરી મીટિંગ કરવા માટે બોલાવી ટાઇમપાસ કરવા મા પોતે ગર્વાન્વિત અનુભવે છે.હવે આ સમાચારની એના જ સર્વોચ્ચ અધિકારીઓ જ્યારે વાંચી રહ્યા છે ગંભીરતાથી લઇ કાયદેસર તપાસ કરી કાર્યવાહી કરશે ખરા..! ગુજરાત સરકાર સાથે ભારત દેશ આજે જે એક મહામારી થી ત્રાહિત થઈ એક મોટા સંકટથી પસાર થઈ રહ્યો છે.એવા સંકટથી નિકળવા માટે આજે સામાન્ય થી સર્વોચ્ચ સુધી દરેકે દરેકને પોતાની ભાગીદારી કરવા ફરજિયાત છે. સદર અધિકારીઓ પોતાની સકારાત્મક ભાગીદારી નિભાવશે કે સરકારને બીજી સરકારી સેવાઓના લાભ આપવા મજબૂર કરશે એ જોવાનું બાકી રહ્યુ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...