નવસારી- નવસારી જિલ્લામાં ઠેર ઠેર મુકવામાં આવેલ બાકડા ઉપર ધારાસભ્ય કે સંસદ સભ્યો પોતાના નામ લખી શકે નહીં..!
નવસારી જિલ્લામાં ઠેર ઠેર દરેક મોહલ્લા ચાર રસ્તો કે નાકા ઉપર બાકડાઓ કે નાના નાના બસ સ્ટેન્ડ ગામો ના નાકે સ્ટેન્ડ બનાવવા માં આવેલ છે. જેમાં દરેક પાર્ટી ના ચુંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીઓ પોતાના નામોની તખ્તી મોટા મોટા અક્ષરો માં લખાવે છે. અને એવી રીતે લખાવે છે કે એ તમામ પોતાની સંપત્તિ માં થી ખરીદી હોય.પરંતુ હકીકતમાં એ ગરીબ,દલિત, શોષિત, વંચિત, આદિવાસી, ખેડુત,આર્થિક રીતે પછાત ,સામાન્ય અને મધ્યમ વર્ગ ના નાગરિક જે રાત દિવસ મહત્વ મહેનત મજુરી કરે છે એના ખૂન પસીના અને મહેનત મસકકત ના છે. આજે ભારત દેશના દુર્ભાગ્ય છે કે મહેનત કરનાર નાગરિકો પાસે સામાન્ય પ્રાથમિક સુવિધાઓ પણ નથી. અમીર વધુ અમીર બને છે અને ગરીબ બધી રીતે ગરીબ બનતો જાય છે. આજે કોરોના જેવી મહામારી જેનો એક મોટો પુરાવો છે ચંદ માસના લોકડાઉન માં દેશના જુદા જુદા શહેરોથી લાખોની સંખ્યામાં નાગરિકો રોડ ઉપર પગપાળા થી પોતાના વતન જતા નજરે પડ્યો હતો. અને નાગરિકો ના વેલી ગરીબો આદિવાસીઓ ના મસીહા હમદર્દ તરીકે પોતાના વખાણ પોતે જ કરતા પોતે જ મીડિયા કે અલગ અલગ માધ્યમ થી પોતે જ ખર્ચ કરી વખાણ કરાવે છે. અને દરેક પાર્ટી ના ચુંટાયેલા સામાન્ય નગર સેવક થી મંત્રી સુધી ગરીબ થી મધ્યમ વર્ગ સુધીના નાગરિકો ના ખૂન પસીના અને રાત દિવસ મહેનત મસકકત ની કમાણી ના રૂપિયા જે સરકાર જુદા જુદા ટેક્સ તરીકે ઉઘરાણી કરે છે એ પોતાના સમજી આજે રાજ કરી રહ્યા છે. આજ સુધીમાં મોટા ભાગે સરકાર ની એજન્સી એ સરકારી અધિકારીઓની બેનામી કે વિરોધ પક્ષના નેતાઓની તપાસ કરે છે. અને એ દરેક રાજ્ય માં જોવા મળે છે. સરકાર ના કાયદો સરકાર માં બેસેલા નેતાઓ ને લાગુ થતો નથી. ગમે એ પાર્ટીની સરકાર હોય જે પાર્ટી ની સરકાર હોય એ રાજા હરિશ્ચંદ્રના ખાનદાન થી જોડાઇ જાય છે. પરંતુ થોડાક વર્ષો થી હવે એ બધા સમજી ભાઈ ભાઇ થઈ ગયા છે. સરકાર માં જે પાર્ટી આવે એ બાદશાહ અને આજે સરકારી અધિકારીઓ પહેલા નોકર હતા હવે મોટા ભાગના અધિકારીઓ ગુલામ બની ગયા છે. આજે અધિકારીઓ ગુલામી સહર્ષ સ્વીકાર કરવા મજબૂર છે. અન્યથા ઠેર ઠેર ભટકવા પડે છે. એના પુરાવા દરેક જિલ્લામાં અગાઉ થયેલા ટ્રાન્સફર થી જોઈ શકાય છે. આજે નવસારી જિલ્લામાં ઠેર ઠેર બાધકામો થઈ રહ્યા છે. આજે એ બધા કાયદેસર છે. બંધાય ત્યાં સુધી બિલ્ડરો પાસે અધિકારીઓ પૂજા પાઠ યજ્ઞ હવન કરાવશે અને બંધાઈ જશે પછી બધા જ ગૈરકાયદેસર થઈ જશે એમાં મોટી ખામી નિકળશે અને હવે આરતી કરવા બિલ્ડરો મજબૂર થશે. હવે એ આરતી નો સમય એટલા લાબા હોય છે કે બિલ્ડરો ને માર્કેટ માં ટકવું મુશ્કેલ થઇ જાય છે. અને છેલ્લે એની કીમત ખરીદી કરનાર નાગરિકો ને જ ભોગવવી પડે છે. હવે એ શિલશિલો આજે
No comments:
Post a Comment