ગુજરાત માં રેવન્યુ વિભાગ માં દસ પાસ મામલતદાર કે પ્રાંત અધિકારી થઈ શકે છે...!
નગરપાલિકાઓ માં ગ્રેજ્યુએટ અધિકારીઓ, ઇજનેરો, સેનેટરી ઈંસપેકટરો, વેરા અધિકારીઓ વગેરે
ચિફ ઓફિસર કેમ નહિં........?
ગુજરાત રાજ્ય માં આજે આશરે ૨૬૨ નાની મોટી નગરપાલિકાઓ માં હજારોની સંખ્યા માં મોટા ભાગે સામાન્ય હોદ્દો ઉપર ગ્રેજ્યુએટ કર્મચારીઓ,વેરા ઈંસપેક્ટરો,ઈજનેરો,ઓડિટરો,સેનેટરી ઈંસપેક્ટરો,આરોગ્ય અધિકારીઓ વગેરે કામ કરી રહ્યા છે.ગુજરાત ના અન્ય વિભાગો માં પરમોશન થી કે એક સામાન્ય પરીક્ષા આપી કે પરમોશન કરી દસ પાસ નાયબ મામલતદાર,મામલતદાર કે પ્રાંત અધિકારી સુધી નોકરી કરે છે. અને નાયબ મામલતદાર ,મામલતદાર કે પ્રાંત અધિકારી એક મજિસ્ટ્રેટની ભુમિકા માં કામ કરે છે. ગુજરાત રાજ્યના મુખ્ય વિભાગો હોય કે હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ તમામે તમામ અંગ્રેજી ભાષામાં જ મોટા ભાગે હુકમ કે પરિપત્રો જાહેર કરે છે. અને અહિં દસ પાસ જેને સામાન્ય ગુજરાતી ભાષા માં ફાફા પડે છે અંગ્રેજી ભાષા સમજવો ચંદ્રમા થી તારો તોડવા બરાબર છે.એવા દસ પાસ આજે વિકાસ કરવા કે કાયદા કાનૂન થી અજાણ છે. એવા સાથે ભારત કે કોઈ પણ રાજ્ય નો વિકાસ કરવો આજે એક જુમલો સિવાય કશુ નથી. પરંતુ આજે પણ એવા નિયમો ચલાવી રહી છે. અને બીજી તરફ જમીની હકીકત માં રાત દિવસ મહેનત કરનાર નગરપાલિકાઓના કર્મચારીઓ અધિકારીઓ છે કે એકવાર ભરતી થયા પછી એજ સ્થળે આખિરી ઘણી સુધી કામ કરે છે.
No comments:
Post a Comment