Friday, October 5, 2018

નવસારી નગરપાલિકા ચિફ ઓફીસર દ્વારા કાર્યવાહી.......!

નવસારી નગરપાલિકા આજે વર્ષો થી ગુજરાત રાજ્ય માં ચર્ચિત છે. નવસારી નગરપાલિકા ના હદ માં ગેરકાયદેસર કામો ને કાયદેસર કરવાની એતિહાસિક પરંપરા છે. અહિ હાલમાં એક આરટીઆઈ ના જવાબ માં લેખિત માં અરજદાર પાસે ટીકા નં સર્વે નં. વગેરે ની જાણકારી ન હોવાથી રૂબરૂ રજિસ્ટર તપાસ કરવા જણાવ્યું છે. જે ખરેખર દુર્ભાગ્ય પૂર્ણ છે. સદર કચેરી માં મા.અ.અ.2005 કર્મચારીઓ ને ખબર ન હોય એ સમજી શકાય. પરંતુ સદર અધિકારી શ્રી પાસે એવો જવાબ ખરેખર કાયદા મુજબ ન કહેવાય. માહિતી અધિકાર અધિનિયમ માં  એનો કોઈ ઉલ્લેખ નથી. અરજદાર કોઈ તલાટી કે સીટી સર્વે ના કર્મચારી કે અધિકારી નથી. નવસારી નગરપાલિકા માં સદર અધિકારી ના હુકમ મુજબ તપાસ કરતા અધિકારીઓ ને ખબર જ નથી. આરસીપીએસ ના બોર્ડ આજ દિન સુધી લગાડવા માં આવેલ નથી.
પાર્કિંગ માટે ની જગ્યા ગરબા શીખાડવા માટે લાખો રૂપિયા ભાડે લેવામાં આવે છે.  પુરાવા અને એમના દ્વારા તપાસ કરાવ્યા  અને સાવિત થયા  છતાં કોઈ કાર્યવાહી કરવા બદલે ગુનેગાર ને વિનંતી પત્ર લખવા અને અરજદાર ને  એવો જવાબો એમની શૈક્ષણિક લાયકાત અને કામ કરવાની પદ્ધતિ પર સવાલિયા નિશાન ઉભુ કર્યુ છે. અને સૂત્રો દ્વારા મળેલ માહિતી  મુજબ  સદર અધિકારી શ્રીના અગાઉ ના કામો ખરેખર કાબીલે તારીફ છે જેથી બીજી વખત નિમણૂક કરવામાં આવેલ છે.એની તપાસ માટે પણ આર ટી આઇ અને સંબંધિત અધિકારીઓ ને અરજીઓ કરવામાં આવી છે. 
નવસારી નગરપાલિકા માં ખોટી અને અધુરી ડિગ્રી ના અધિકારીઓ ના એતિહાસ છે. સદર અધિકારી શ્રીના અગાઉ ડિપ્લોમા ઇજનેર ના કોભાન્ડો અને એ પહેલા ખોટી ડિગ્રી ધરાવતા અધિકારીઓ ઉપર  થયેલા કેસો નવસારી નગરપાલિકા માં ચર્ચિત છે. વિજલેન્સ તપાસ ની રિપોર્ટ આજે પણ નવસારી જિલ્લાના અધિકારી શ્રી ઓ આપી નથી શકતા. આજે પણ નવસારી નગરપાલિકાના મોટા ભાગના વિભાગમાં કાયદેસર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હવે ગુજરાત સરકાર એક નવી શાખાની નિમણૂક કરેલ છે. એ છે પ્રાદેશિક કમિશનર શ્રી સાઉથ ઝોન સુરત. પ્રાદેશિક કચેરી સુરત દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એની ચર્ચા થી ખુશીનો માહોલ જોવા મળી રહી છે. હવે પ્રાદેશિક કમિશનર શ્રી
સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ  ડો. આર.આર.મિશ્રા દ્વારા વિજિલન્સ કમીશન દ્વારા નવસારી નગરપાલિકા માં કરાવેલ તપાસ ની રિપોર્ટ મેળવી પોતે પણ જાણી શકે છે. અને પ્રાદેશિક કમિશનર શ્રી અરોરા નવસારી નગરપાલિકા માં થતો ભ્રષ્ટાચાર બંધ  કરવા માટે
સદર અધિકારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકશે ખરા. એ જોવાનું બાકી રહ્યુ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...