Wednesday, October 31, 2018

સંસદ શ્રી સી આર પાટિલનો કેબલ ઓપરેટરો સાથે સંવાદ ....!

દક્ષિણ ગુજરાતના કેબલ ઓપરેટર્સે સાંસદ શ્રી સી આર પાટીલ સાથે  મંગળવારે  સીધો સંવાદ કર્યો હતો. સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના વિઝનથી અવગત કરાવ્યા હતાં. કેબલ ઓપરેટર્સે પણ તેમના પ્રશ્નો રજૂ કરીને સાંસદ પાટીલનું માર્ગદર્શન મેળવવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો.

કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે અને વડાપ્રધાનના ભવિષ્યના ભારતની સોનેરી કલ્પના સાથે લોકોને જોડવા માટે સાંસદ સાથે સંવાદ નામનો કાર્યક્રમ યોજવા માટે વડાપ્રધાન મોદીએ આહવાન કર્યું હતું. તે મુજબ નવસારી સંસદીય મત વિસ્તારના સાંસદ સી.આર. પાટીલે છેલ્લા મહિનાઓમાં સમાજમાં જુદા જુદા ક્ષેત્રના પ્રોફેશનલ્સ સાથે સંવાદના કાર્યક્રમ યોજ્યા હતાં. મંગળવારે તેમણે કેબલ ઓપરેટર્સ સાથે સંવાદ કર્યો હતો.

ટીજીબી હોટલમાં યોજાયેલા સાંસદ સાથે સંવાદ નામના આ કાર્યક્રમમાં ત્રણસોથી વધારે કેબલ ઓપરેટર્સની હાજરી રહી હતી. સાંસદ પાટીલે વડાપ્રધાનના ન્યૂ ઇન્ડિયાના વિઝનને વર્ણવ્યુ હતું. તેને આગળ વધારવા માટે તમામ કેબલ ઓપરેટર્સને પણ આગળ આવવા માટે અનુરોધ કર્યો હતો. કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓથી પણ અવગત કરાવ્યા હતાં. કેબલ ઓપરેટર્સે પણ તેમને લગતા પ્રશ્નો સાંસદ પાટીલ સમક્ષ રજૂ કર્યા હતાં. સાંસદે પણ તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતાં. કેબલ ઓપરેટર્સ પાસે તેમણે સૂચનો પણ મેળવ્યા હતાં.

કાર્યક્રમમાં ધારાસભ્ય વિવેક પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, ભાજપ ના મહામંત્રી શ્રી કિશોર બિંદાલ, સુરત શહેરના ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાતના પ્રમુખ  જીગ્નેશ પાટીલ, પૂર્વ ચેમ્બર પ્રમુખ પરેશ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ અને કોર્પોરેટ ટ્રેનર નિશા આનંદે કર્યું હતું.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...