Tuesday, October 16, 2018

ગુજરાત રાજ્યના વિકાસશીલ નગરપાલિકા માં સોનગઢ અને વ્યારા નગરપાલિકા ઉપર એક નજર...

ગુજરાત રાજ્યના વિકાસશીલ નગરપાલિકા માં સોનગઢ અને વ્યારા નગરપાલિકા ઉપર એક નજર...

આજે ગુજરાત રાજ્ય સૌથી વિકસિત અને સમૃદ્ધ રાજ્ય છે. જેમાં આજે સોનગઢ અને વ્યારા નગરપાલિકાની  જમીની હકીકત કઈ જુદુ જોવા મળી છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદા મુજબ એક જ આરટીઆઈ માં અધિકારીઓની શૈક્ષણિક લાયકાત અનુભવ અને કામગીરીનો પર્દાફાસ થઈ ગયા છે.  માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ગુજરાત સરકાર માં પણ ૨૦૦૫ માં જ અમલમાં આવેલ છે. જે આજે ૧૩ વર્ષ પૂર્ણ થયા. પરંતુ વ્યારા અને સોનગઢ માં આજ સુધી કાયદેસર અમલવારી થયેલ નથી. આરટીઆઈ રજિસ્ટર પણ નિભાવવામાં આવતો નથી .
સોનગઢ નગરપાલિકા:-
સોનગઢ નગરપાલિકા માં નાગરિકોના પ્રાથમિક સુવિધાઓ માટે જેવા કે આરોગ્ય અધિકારી ઈજનેર વગેરે  કોઈ અધિકારી જ નથી. નાયબ ઈજનેર શ્રી પ્રદીપ ભાઈ પટેલના જણાવ્યા મુજબ સોનગઢ માં ૭૦% સરકારી જમીન ઉપર બાંધકામો થઈ રહ્યા છે. અને દરેક ને ખબર છે. જેથી પરવાનગી કે તપાસનો કોઈ પ્રશ્ન જ નથી. સોનગઢ નગરપાલિકા ના હદ વિસ્તારમાં એક ૧૦ માળની બિલ્ડિંગ બાંધવામાં આવી છે. જેમા પણ કોઈ પ્રોજેક્ટ રિપોર્ટ કે તપાસ કરવામાં આવી હોય એવો કોઈ રિપોર્ટ ફાઈલ માં કે અન્ય માં  જોવા મળેલ નથી.મળેલ માહિતી મુજબ અહિં ગાંધી બાપુની તસ્વીર થી જ તપાસ કરી લેવામાં આવે છે.અને કચેરીથી મળેલ માહિતી મુજબ  ચિફ ઓફિસર શ્રી એમની જરૂર મુજબ આવે છે. અધિકારીઓ અને કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત કે જોબ ચાર્ટ મુજબ થયેલ કામગીરી ઉપલબ્ધ નથી. મા.અ.અ.૨૦૦૫ના કલમ ૪ ખ મુજબ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર ૨૦૧૩નો અધુરો અને ઓડિટ વગર જોવા મળેલ છે. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ની માહિતી નિરીક્ષણ કરવા અંગે સોનગઢ નગરપાલિકા માં સદર કાયદા વિશે કોઈ અધિકારી કે કર્મચારીને ખબર નથી. ફરિયાદ માટે કોઈ વિભાગ કે અધિકારી નથી. સોનગઢ નગરપાલિકા માં મહેકમ ૮૭ ના મંજૂર થયેલ છે જેમા ૭૨ ખાલી છે. સોનગઢ નગરપાલિકા માં લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ના જાણકાર કોઈ અધિકારી નથી. સોનગઢ નગરપાલિકાની હાલાત બદથી બદતર જોવા મળી આવેલ છે.
વ્યારા નગરપાલિકા:-
વ્યારા નગરપાલિકા સંપૂર્ણ એર કંડીશન અને કર્મચારીઓ અધિકારીઓ થી ભરપૂર છે.ગુજરાત સરકાર અહિં કર્મચારીઓ અધિકારીઓને  તમામ સુવિધાઓ સાથે ૭માં વેતન  આપેલ છે. સિક્યુરિટી ને ફકત રૂપિયા ૬૦૦૦/- માસિક વેતન ૧૨ કલાકના આપવામાં આવે છે. આજે ગુજરાત સરકાર દેવાદાર છે. ગુજરાતના મુખ્ય મંત્રી અને ભારતના પ્રધાનમંત્રી દેશના વિકાસ માટે દેવો પુરૂ કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે.નવી નવી યોજનાઓ લાવી રહ્યા છે.અને અહિં વસ્તી ગણતરી મુજબ  વર્ગ ક ની નગરપાલિકા માં એરકંડીશન ચાલી રહ્યુ છે..કાયદા મુજબ ફકત વર્ગ એકના અધિકારીઓની કચેરી માં  જ એરકંડીશન સુવિધા આપવામાં આવે છે. અને દરેકે દરેક ને સરકારના દેવા મુક્ત કરવા આજે સહભાગીદાર થવો ફરજીયાત છે. પરંતુ અહિ દરેકને ફરજીયાત સુવિધાઓ અને એરકંડીશની સુવિધા આપેલ છે. જે તપાસ અને કાર્યવાહી નો વિષય છે. મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ શૈક્ષણિક લાયકાત કચેરી માં રાખવો ફરજીયાત છે. કચેરીમાં ઉપલબ્ધ ન હોય ત્યારે મા.અ.અ.ના કલમ ૬(૩) મુજબ તબ્દીલ કરી અરજદાર ને જાણ કરવો અહિ ગુનો બનતો હોય એવુ જાણવા મળેલ છે.અને  અનુભવ સર્ટીફિકેટ ભરતી પ્રકૃયા કે જોબ ચાર્ટ મુજબ કામગીરી માટે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.એકાઉટેંટ નિમેશ શાહની શૈક્ષણિક લાયકાત માં ૧૨ પાસનો એલસી અને બીકોમનો માર્કસીટ વેરીફાઈડ વગર જોવા મળેલ હતી. ચિફ ઓફિસર જેવા મુખ્ય અધિકારી શ્રી વ્યારા નગરપાલિકાના જાહેર માહિતી અધિકારી છે.એમની પણ શૈક્ષણિક લાયકાત કચેરીમાં ઉપલબ્ધ નથી.અને મા.અ.અ.૨૦૦૫ના કલમ ૬(૩) મુજબ તબ્દીલ કરવાનો અધિકારીઓ ને ખબર નથી.જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ની માહિતી નિરીક્ષણ કરવા અંગે વ્યારા નગરપાલિકા માં કોઈ પણ અધિકારી કે કર્મચારીને કાયદા વિશે ખબર જ  નથી.મા.અ.અ.૨૦૦૫ના કલમ ૪(ખ) મુજબ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર ઉપલબ્ધ નથી. સર્વશ્રેષ્ઠ અનુભવી કાયદા-કાનૂનનો જાણકાર અધિકારી શ્રી હરીશભાઈ એ મા.અ.અ.૨૦૦૫ના નિરીક્ષણ માં ગેરકાયદેસર બાંધકામોની માહિતી માં જણાવેલ છે કે અહિં કોઈ પણ તપાસ કે પ્રોજેટ રિપોર્ટ કાયદા મુજબ તપાસ કરવાનો ચલણ નથી. અને ૧૦-૧૦ માળ ની બિલ્ડિંગો ઘણી બાધવામાં આવી છે. અને વ્યારા માં તપાસ કરનાર અધિકારી પણ નથી. ૧૦-૧૦ માલ બિલ્ડિંગોની ફાઈલ નિરીક્ષણ દરમ્યાન તપાસ કરતા શ્રી હરીશભાઈ દ્વારા આપેલ જવાબો ખરેખર કાબીલે તારીફ છે. કાયદેસર છે કે  ગેરકાયદેસર છે.તપાસ થસે ત્યારે નોટિસ આપવાની જરૂર હોય . તપાસ વગર વધુ જ કાયદેસર છે.
આ સમાચારની ગંભીરતા થી નોધ લઈ સાઉથ ઝોનના પ્રાદેશિક કમિશ્નર શ્રી અમિત અરોરા પોતાને મળેલ સત્તા અને રૂ મુજબ સદર નગરપાલિકાઓ માં એક કમિટીની રચના કરી તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરશે ખરા... એ આજે નાગરિકો અને વિદ્વાનો માં ચર્ચાઈ રહ્યુ છે. 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...