Saturday, October 13, 2018

નવસારી જિલ્લામાં અવધ બંગલો કવીન્સબેરી માં ચોરી રહીશો માં દહેશતના માહોલ ......!

આજે ગુજરાતની સૌથી શાંત સંસ્કારી અને એતિહાસિક નગરી નવસારી જિલ્લા માં સૌથી સુરક્ષિત આધુનિક સુવિધાઓ થી ભરપુર સીસીટીવી સુરક્ષા ગાર્ડો 24 કલાક લાઈટ પાણી વગેરે થી ભરપૂર  અવધ બંગલો કવીન્સબેરી માં ચોરીના બનાવ બનેલ છે. સૌથી મોઘુ પણ સુરક્ષિત અને શહેરી વિસ્તાર ના નજીક કુદરતી માહોલ માં ચોરીના બનાવથી આજે ત્યાં રહેતા રહીશો માં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા  પ્રાથમિક તબક્કે ની તપાસ કરવામાં આવી છે. અજુ પણ ચોરી કરનાર પોલીસની પકડથી દૂર છે. ચોરી થયેલ બંગલાના માલિક દ્વારા જણાવ્યા મુજબ ચોરી કરનારાઓ સંપૂર્ણ સાધનો સાથે આવેલ હતા.તાળુ ટૂટતાની  આવાજ સાભળી ઉઠી જતા અને બૂમો પાડતા ચોરી કરનાર ટુકડી નાસી ગયા . અવધ બંગલો જેનો નામ આજે ગુજરાત રાજ્ય માં પોતાના એક અલગ સ્થાન ધરાવે છે. એનું પણ આજે પર્દાફાશ થયેલ છે. રહીશો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સીસીટીવી ચારે બાજુ લાઇટ સુરક્ષા માટે ના સિક્યુરિટી શોભાના ગાઠીયા સમાન સાબિત થયા છે. સિક્યુરિટી ગાર્ડો એ સમયે ખર્રાટો કુભ નિદ્રા માં હતા. આજે સદર ચોરીની બનાવથી હાઈ સિક્યુરિટી અને બિલ્ડરો દ્વારા આપવામાં આવેલ  સુવિધાઓનો પર્દાફાશ થયેલ છે. મળેલ માહિતી મુજબ પોલીસ વિભાગ દ્વારા સદર બિલ્ડર સામે પણ કાયદેસર કાર્યવાહી કરવા માટે પૂછપરછ માટે  નોટિસ આપવામાં આવેલ છે. અવધ બંગલોના રહેવાસીઓ મુજબ સદર બાબતે ઘણી વાર બિલ્ડર પાસે ફરિયાદ કરવામાં આવી પરંતુ એમનુ પેટનો પાણી પણ હલતું નથી. અગાઉ પણ સિક્યુરિટી ગાર્ડના જ મોબાઈલ ચોરી થયેલ હોય ત્યારે સિક્યુરિટી ના કામગીરી સમજી શકાય .
સરકાર દ્વારા આપેલ જાહેર નામુ મુજબ સીસીટીવીની સુવિધાઓ  મુકવામાં આવેલ સિક્યુરિટી ની આઇ ડી પ્રુફ નજીકના પોલીસ સ્ટેશન  માં જમા કરવાનું  સુરક્ષાના નિયમો ની તાલીમ લીધેલ ગાર્ડોની થયેલ નિમણૂંક વગેરે ઘણા સવાલોના જવાબ બિલ્ડર અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટર પાસે તપાસ થસે કે કેમ.. ?
બિલ્ડરો આજે વેચતી વખતે ગ્રાહકો ને તમામ સુવિધાઓ આપવાની લાલચ આપી રહ્યાની  સમાચારો જોવા મળી રહયા છે.  અવધ બંગલો જેમાં મળેલ માહિતી મુજબ સરકાર ના મોટા મોટા પદાધિકારીઓ પણ સામેલ છે જેથી રહીશો ની ફરિયાદ કોઈ સાભળતો જ નથી. મોટા ભાગ નો કામકાજ કાયદેસર ન  હોય જેથી કાયદેસર કાર્યવાહી કરવાની હોય છે. અને આજે અવધ બંગલોના નાગરિકોના જાયે તો જાયે કહા.. જેવી હાલત જોવા મળી હતી.
     નવસારી જિલ્લાના સમાહર્તા અને જાબાજ વિદ્વાન અનુભવી પોલીસ અધ્યક્ષ શ્રી સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ પોતાને મળેલ સત્તા અને રૂ મુજબ નવસારી જિલ્લામાં ઠેર ઠેર થતી અણબનાવ  ઉપર સમીક્ષા કરી કાયદેસર કાર્યવાહી કરશે જેની આજે અવધ બંગલો માં રહેતા નાગરિકો રાહ જોઈ રહ્યા છે. અને સમયની માંગ સાથે અત્યંત જરૂર છે. 

1 comment:

  1. This was really horrible and sensitive event and concerned to all who stay at Avadh but truth is that nobody is here to take it seriously because propiter don't want to listen anything from residential people.

    ReplyDelete

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરી દ્વારા સર જે.જે .પ્રાથમિક અને હાઈસ્કૂલ માં આર.ટી.ઈ. ૨૦૦૯નો ભંગ સાથે અન્ય વધારાનો એડવાન્સ નાણા લેવાતુ અંગે નોટિસ ફટકારતા ખાનગી શાળાઓ માં હળકંપ

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરી દ્વારા સર જે.જે .પ્રાથમિક અને હાઈસ્કૂલ માં આર.ટી.ઈ. ૨૦૦૯નો ભંગ સાથે અન્ય વધારાનો એડવા...