Wednesday, October 31, 2018

વિજલપોર નગરપાલિકાના સામાન્ય સભા રાજતંત્ર દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્તથી સંપન્ન

વિજલપોર નગરપાલિકાના સામાન્ય સભા રાજતંત્ર દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્તથી સંપન્ન 

         ગુજરાત રાજ્યની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકા માં સુત્રો અને જાણકારો દ્વારા મળેલ માહિતી મુજબ  તારીખ ૩૦/૧૦/૨૦૧૮ના રોજ સાંજે ૪.૦૦ કલાકે  આશરે રૂપિયા ૧૪ કરોડના કામો કોઈ પણ ચર્ચા વગર વિરોધ પક્ષ સાથે વિકાસ મંચના ૫૦% નગરસેવકો ના સભ્યો દ્વારા વિરોધ કરવા છતા કાયદાની છટકબારી થી રાજતંત્ર દ્વારા  ૧ થી ૨૮ કામો સંપન્ન  થયા .વિજલપોર નગરપાલિકા માં અવિશ્વાસ ૫૦% વિરોધ પક્ષ સાથે નગર સેવકો છેલ્લા કેટલાક માસ થી કરી રહ્યા છે. જેમા એક ચિફ ઓફિસરના ભોગ પણ લેવાયા છે. અજુ પણ વિરોધ ચાલી રહ્યુ છે. નવસારી જિલ્લા પોલિસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અગાઉ થી જ બોલાવી લેવામાં આવેલ હતા. ખાસ સામાન્ય સભા માં નવનિયુક્ત ચિફ ઓફિસર જેમને ગુજરાત સરકાર રહમરાહે નિમણુંક કરેલ છે. ગુજરાત સરકાર દ્વારા રહમરાહે નિમણુંક કરેલ અધિકારી શ્રી વિરોધ પક્ષ સાથે સમાધાન કરી ને સામાન્ય સભા બોલાવવા માટે કોઈ પણ પ્રકૃયા વગર પોતાને મળેલ સત્તાનો દુરૂપયોગ કરી કાયદાની છટકબારી કરી સામાન્ય સભામાં દરેક કામો મંજૂર કરાવેલ છે. જાણકાર અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સદર અધિકારી પાસે કોઈ વહીવટી કે શૈક્ષણિક લાયકાત પણ નથી. જેનો ખુલાસો સદર અધિકારીના અગાઉની કનકપોર કનસાડ નગરપાલિકામાં કરેલ કામો એક જીવતો પુરાવો ગણી શકાય. કનકપોર કનસાડ નગરપાલિકા માં સદર અધિકારી શ્રી ચિફ ઓફિસર તરીકે આશરે એક વર્ષ ફરજ બજાવેલ છે. એક મા.અ.અ.૨૦૦૫ના નિરીક્ષણ માં એમની શૈક્ષણિક લાયકાત કે આરસી પી એસ ૨૦૧૩ અને લઘુત્તમ માસિક વેતન ૧૯૪૮ મુજબ જન હિત થી સંકળાયેલા કામો થી વંચિત કામગીરી જોવા મળેલ હતી. કનકપોર કનસાડ નગરપાલિકા માં કરેલ તપાસ માં અધિકારીઓ અને કર્મચારીઓ ને રૂબરૂ મુલાકાત માં મોટા ભાગે ગેરકાયદેસર જ કામો થયા છે. 
         જાણકારોના મંતવ્ય મુજબ સદર અધિકારી શ્રી સામાન્ય સભા માં કાયદો બતાવી ૫૦% નગરસેવકોના અપમાન કરેલ છે. હવે કાયદા બતાવી સામાન્ય સભામાં કાયદાનો દક્ષ તો સાવિત કરી શકે પણ એમને જ બે વર્ષ અગાઉ કચેરીમાં તાળુ મારવામાં આવેલ હતા એની તપાસ માટે કલેક્ટરશ્રી હુકમ પણ કરેલ હતા હવે તપાસ  માં મળેલ માહિતીની   કાર્યવાહી બાકી છે.  વિજલપોર નગરપાલિકા માં થયેલ ભ્રસ્ટાચાર સામે મળેલ સત્તા મુજબ કાયદાકીય કાર્યવાહી કરશે ખરા..? ચિફ ઓફિસર નગરપાલિકાની કચેરીમાં જ ગેરકાયદેસર ચાલતી  એરકંડીશન કઢાવી શકશે ખરા? આજે ગુજરાત સરકાર દેવાદાર છે બિન જરૂરી કામોની અહિં પ્રાથમિકતા આપવામાં આવે છે.પ્રાથમિક સુવિધાઓ થી વંચિત નાગરિકોને ન્યાય અપાવી પ્રાથમિક સુવિધાઓ અપાવી શકશે ખરા? આજે ચોખ્ખુ પાણી પીવા માટે કે સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે રોજગારીની તકો માટે પ્રાથમિકતા આપવો જોઈએ. નાગરિકો દ્વારા ચુંટાયેલ નગરસેવકો માટે નવસારી જિલ્લાથી જોરદાર મજબૂત પોલિસ બંદોબસ્ત મગાવનાર અધિકારી શ્રી દારૂ શરાબ અને ગેરકાનૂની ધધો બંધ કરવા માટે એક વખત પોલિસ બંદોબસ્ત બોલાવી દારૂ શરાબ અને અસમાજિક કામો બંધ કરાવી શકશે ખરા? ૪૦ થી ૫૦ ટકા બિલો ભાવ આપનાર કોંટ્રાક્ટરો પાસે કરાર મુજબ કામો કરાવી શકશે ખરા..? ૩૦ થી ૫૦ ટકા બાંધકામો ગેરકાયદેસર છે જેની અકારણી કરી દેવામાં આવી છે. હવે કાયદા કાનૂનનો જાણકાર અધિકારી શ્રી શરતભંગના કેસો દાખલ કરશે ખરા..? 
કાયદેસર ચર્ચા વગર વિજલપોર નગરપાલિકા માં સામાન્ય સભા પૂર્ણ કરવો જ હતો ત્યારે એજ કાયદા મુજબ એક હુકમ જારી કરી ને  પતાવી દેવો જોઇએ. મીડિયા અને પોલીસ બંદોબસ્ત નો ડ્રામા કરવો ખરેખર દુર્ભાગ્ય પુર્ણ અને શરમજનક છે. 
અહિં હવે સદર અધિકારી દ્વારા નાગરિકો કે નગરસેવકો દ્વારા કરવામાં આવતી ભ્રષ્ટાચાર માટે  દરેક ફરિયાદો ઉપર કરવામાં આવતી કામગીરી ઉપર નજર રહેશે... 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...