Saturday, October 13, 2018

નવસારી મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા આપેલ નોટિસનો અનાદર કરતા અધિકારીઓ .................?

 નવસારી જિલ્લા માં લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ લકવા ગ્રસ્ત કે શોભાના ગાઠીયા સમાન..!

         આજે નવસારી જિલ્લા માં વર્ષોથી સરકારી કચેરીઓ માં જ ગરીબ મજલૂમ શોષિત વર્ગ માં થી આવેલ કર્મચારીઓના શોષણ થઈ રહ્યો છે. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ મુજબ આજે મોઘવારી માં પણ અમલવારી થતી નથી. જાણવા જેવુ એ છે કે જિલ્લાના મોટા ભાગના અધિકારીઓ પણ એજ કટેગરી માં થી આવે છે. આજે શાષ્ત્રોના મંતવ્ય મુજબ ફકત માનવ યોનિ દરેકનો ભલો કરી શકે છે. બીજી યોનિઓ પાસે એ ગુણ નથી. પરંતુ અહિ માનવ જ માનવ નો નુકશાન કરી રહ્યો છે. ત્યારે બીજી યોનિઓના ભલો કરવો ફકત એક સપનો  છે.નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત શ્રી અને  નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી સાથે દરેક કચેરીના મુખ્ય અધિકારીશ્રી ઓ કાયદા મુજબ જવાબદાર છે.
                             નવસારી જિલ્લા માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ કલેક્ટરશ્રીને સંબોધી માહિતી માગવામાં આવેલ હતી. જેમાં મળેલ જવાબ ખરેખર દુરભાગ્ય પૂર્ણ છે. અહિં નવસારી જિલ્લા માં ખાસ કરીને જિલ્લા કલેક્ટર કચેરી માં કાયદા વિશે કે જન હિત માટે માહિતી માગવો અહિંના અધિકારીઓ ગુનો સમજે છે.અને અરજદારો પાસે ગુમરાહ કરતો પત્ર પાઠવતા જોવા મળે છે. સદર બાબતે જાહેર માહિતી અધિકારી શ્રી અરજદાર પાસે નાણા ભરાવી ને પણ માહિતી નહિ આપવાનો ફરિયાદ થઈ રહી છે.તત્કાલીન કલેક્ટર શ્રી ના સદર બાબતોના  પરિપત્ર  આજે એક જુમલો બની ગયા છે. નવસારી જિલ્લા કલેકટર શ્રી ની કચેરીમાં પણ સિક્યુરિટી ગાર્ડ ,કોમ્પ્યુટર ઓપરેટરો સફાઈ કામદારોનો માસિક વેતન હોય કે અન્ય સુવિધાઓ આજે મોઘવારીના જમાના માં કાયદેસર નથી આપી શકાતો. 
   નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં પણ સદર બાબતે અજાણ જોવા મળી રહ્યા છે. અરજદાર દ્વારા પુરાવા આપવા પછી પણ કાયદેસર કાર્યવાહી કરી શકતા નથી. એમના જ કચેરીમાં દાખલ થતા ની સાથે જ સિક્યુરિટી ગાર્ડ અને લિફ્ટ મેન ને લઘુત્તમ માસિક વેતન આપવામાં આવતો નથી. કોમ્પ્યુટર ઓપરેટરો હોય કે સફાઈ કામદાર દરેકની હાલાત એક જ છે. 
                   નવસારી જિલ્લા માં ગુજરાત સરકાર દ્વારા સદર બાબતો ની તપાસ માટે વર્ષોથી મદદનીશ  શ્રમ આયુક્ત સાથે એક સ્પેશિયલ કચેરીની રચના કરી છે. અને કાયદેસર અહિં નવસારી જિલ્લા માં શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ નિમણુંક કરી છે .જેમા પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા કાયદેસર તપાસ કરતા જાણવા મળેલ છે કે સદર અધિકારીઓ ને સરકાર દર માસે કાયદેસર વેતન આપી રહી છે.અધિકારીઓ પાસે કાયદાનુ જ્ઞાન અને અનુભવ પણ છે. છતા જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ અહિં અધિકારીઓ સદર બાબતે પુરાવા આપેલ પછી પણ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી શકતા નથી એ સમજવુ આજે મુશ્કેલ નથી. 
       આજે સરકારને બદનામ કરવા અધિકારીઓ કોઈ પણ કસર બાકી રાખવા માગતા નથી. અને અગાઉ ના ચંટણી માં સરકારી અધિકારીઓ દ્વારા આપેલ મત સરકારના વિરોધ માં જ હતો. હવે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી કે  પદાધિકારીઓ સદર બાબતે કાયદા મુજબ કાર્યવાહી કરશે એ જોવાનુ બાકી રહ્યુ......
      

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...