Monday, October 15, 2018

૧૯ ગુજરાતીઓ સાંસદ સી આર પાટીલની મદદથી હેમખેમ પરત આવ્યા


વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયની મદદથી


ઓમાનમાં ફસાયેલા ૧૯ ગુજરાતીઓ સાંસદની મદદથી હેમખેમ પરત આવ્યા


સુરત: નવસારી, વડોદરા જીલ્લાના ૧૯ યુવાનો નોકરી માટે ઓમાન-મસ્કત જઈને ફસાઈ ગયા હતા. નોકરીની જગ્યાએ ફસાઈ ગયા હતા આખરે કંપની છોડીને એમણે ઓમાનના એક ગુરુદ્વારામાં આશરો લીધો હતો. આખી વાત એમના પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ સાંસદ સી આર પાટીલને કરી હતી. નવસારીના સાંસદ સી આર પાટીલએ આખી હકીકતથી વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયને વાકેફ કાર્ય અને તુરંત કાર્યવાહી માટે વિનંતી કરી હતી. ઓમાન-મસ્કતમાં ફસાયેલા ૧૯ યુવાનો હેમખેમ પરત આવી જતા એમણે આજે સાંસદ સી આર પાટીલની મુલાકાત લઇ આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે નવસારી વિરાવળના ૨, ગડતના ૧ અને બીજા ૧૬ યુવાનો વડોદરાના એક એજન્ટ મારફત નોકરી કરવા માટે મોટી રકમ ચૂકવીને ઓમાન-મસ્કત ગયા હતા. યુવાનો અલગ અલગ કામ જાણતા હતા પરંતુ એમને ત્યાં મજૂરી કરાવતા હતા. પોતે જે કામ કરવા આવ્યા હતા એ ન કરાવીને મજુરી કરાવીને યુવાનો સાથે બેહુદુ વર્તન થતું હતું, કંપનીએ એમના પાસપોર્ટ પણ જપ્ત કરી લીધા હતા. કંપનીમાં મુશ્કેલી વધતા આ યુવાનોએ કંપની છોડીને નજીકના શીખ ગુરુદ્વારામાં આશરો લીધો હતો અને ત્યાંથી પરિવારનો સંપર્ક કરીને મદદ માંગી હતી.

ઓમાનમાં ફસાયેલા યુવાનોના પરિવારજનોની સાથે નવસારીના આગેવાનોએ સમગ્ર હકીકતથી સાંસદ સી આર પાટીલને માહિતગાર કાર્ય હતા. સાંસદ સી આર પાટીલે પણ તુરંત જ તમામ વિગત અને પુરાવા સાથે વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને ઈમેલથી અને ટેલીફોનીક જાણ કરીને યુવાનોની મદદ કરવા વિનંતી કરી હતી. ભારત સરકારે તુરંત જ ઓમાનમાં આવેલા ભારતીય દુતાવાસનો સંપર્ક કરીને યોગ્ય કાર્યવાહી કરીને યુવાનોને મદદ કરી હતી. આ તમામ મદદ નવસારી અને અન્ય સ્થળના ૧૯ યુવાનો સ્વદેશ પરત હેમખેમ આવી ગયા છે.

એક સમયે જેના જીવની ઉપર ખતરો ઉભો થયો હતો એ યુવાનો પરત આવતા પરિવાર અને યુવાનો ભાવુક થઇ ગયા હતા. પરિવાર સાથે આ યુવાનો આભાર વ્યક્ત કરવા સાંસદ સી આર પાટીલને મળવા આવ્યા હતા અને એમનો અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...