Saturday, October 20, 2018

નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર .....!

નવસારી નગરપાલિકા માં જાબાજ શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારી બીજી વખત નિમણૂંક થયેલ છે. વિકાસની ગતિ પારદર્શક વહીવટ આરોગ્ય વગેરે તમામ વિભાગ કાયદેસર ચાલશે. સરકારના શાસન અને ઉચ્ચ સ્તરીય પ્રશાસનિક અધિકારીઓ એવો વિચાર કરી નવસારી નગરપાલિકા મા બીજી વખત નિમણૂંક કરેલ છે. અથવા જાણકારો ના મંતબ્ય મુજબ મોટી ઓળણ હશે.અગાઉ કરેલા કામો થી ફરી નિમણૂક કરવામાં આવેલ છે. નવસારી જીલ્લા ના નાગરિકો આજે કન્ફ્યુઝન માં છે કે ।।જાયે તો જાયે કહાં।।  પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા મા થતી ફરિયાદ મુજબ નવસારી નગરપાલિકા મા એક માહિતી માગવા માં આવી જેમાં સદ નશીબે સદર અધિકારી શ્રી જાહેર માહિતી અધિકારી છે. જવાબ માં માહિતી આપવા આનાકાની કરી છટકબારી કરતો જવાબ આપી છે. અધિકારી શ્રીને ખબર નથી કે અરજદાર તલાટી કે સર્વેયર નથી હોતો. અરજદાર પાસે ટીકા નં. સર્વે નં. નથી રહેતો. અને રૂબરૂ મુલાકાત માં આગણ જવા માટે હુકમનો ફરમાન જારી કરેલ છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી પોતે પ્રધાન સેવક અને ચૌકીદાર તરીકે કામ કરી રહ્યા છે. અને એમની સામે એમના  ગુજરાત  માં સદર અધિકારી શ્રી અરજદારોને ગુમરાહ કરી રહ્યા છે. આરટીઆઈ માં અરજદાર નૌકર નથી જેથી એવા  હુકમ  નહી કરી શકાય.અને નિરીક્ષણ માં એવી કોઈ માહિતી આપવામાં આવી નથી. નકશો માં સ્પષ્ટ જોઈ  શકાય છે. જે કચેરી માં ઉપલબ્ધ નથી. 

 અરજદારોને સરકાર લાખો રૂપિયા વેતન અને રાજાશાહી જેવી સુવિધાઓ નથી આપતી. હવે સદર બાબતે પ્રથમ અપીલ માં ખબર પડશે કે અરજદાર પાસે ટીકા નં. સર્વે નં. માગી શકાય કે કેમ. એ એક સર્વોચ્ચ સંસ્થાના નામે થયેલ ભ્રષ્ટાચાર માટે છે.  અને સદર માહિતી આરટીઆઈ ના કલમ 24 માં હોવાથી કાયદા મુજબ કોઈને બાકાત રાખી શકાય નહીં. નવસારી નગરપાલિકા માં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે. જે સાવિત થયેલ હોવા છતા આજ સુધી કોઇ કાર્ય વાહી થયેલ નથી. નવસારી જિલ્લામાંના સમાહર્તા અને પ્રાદેશિક કમિશ્નર શ્રી સમાચારની ગંભીરતા થી નોધ લઈ કાયદેસર ગુમરાહ કરતા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરી શકશે ખરા એ જોવાનું બાકી રહ્યુ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...