નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ.કંપની લી.વિભાગીય કચેરી એરૂ રામ ભરોસે ...! જવાબદાર કૌણ...?
ગુજરાત રાજ્ય સૌથી વિકસિત સમૃદ્ધ અને પારદર્શક રાજય છે. પરંતુ જમીની હકીકત માં વિકાસનો મોટો પાયો જેમા દક્ષિણ ગુજરાત વીજ.કંપની લીનો મહત્વપૂર્ણ સ્થાન છે. એના વગર વિકાસ થઈ શકે નહિ. નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ.કંપની લી.વિભાગીય કચેરી એરૂ માં જનહિત થી સંકળાયેલ લોકરક્ષક અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ નાકાયદા મુજબ એક માહિતી તારીખ ૨૬/૧૦/૨૦૧૮ના રોજ માગવામાં આવેલ હતી. જેનો જવાબ દિન -૩૦ માં આપવો ફરજીયાત છે. અને જે માહિતી કચેરીમાં ઉપલ્બ્ધ ન હોય એ દિન-૫ માં તબ્દીલ કરી અરજદાર ને જાણ કરવો જોઈએ. પરંતુ નવસારી જિલ્લા માં સદર કચેરીના અધિકારીઓ પોતા ની મર્જી મુજબ જ કામ કરી રહ્યા હોય એવો નજરે પડી રહે છે. સદર માહિતીમાંસંબધિત અધિકારી શ્રી તારીખ ૨૭/૧૧/૨૦૧૮ના રોજ નિરીક્ષણ માટે પત્રો લખેલ છે.અને એક પણ મુદ્દો તબ્દીલ કરેલ નથી. કે કાયદેસર એક બોર્ડ લગાવેલ નથી.મા.અ.અ.૨૦૦૫ના કલમ ૪ ખ મુજબ આજ સુધી માહિતી ઉપલબ્ધ નથી. એ તમામ નિરીક્ષણ માં સાવિત થયેલ છે.
નવસારી જિલ્લામાં સદર કચેરીના વડા વલસાડ ખાતે મોટો મોટો દાવો ટેલીફોનિક મુલાકાત માં કરી રહ્યા હતા. જેનો અહિં કોઈ પણ અધિકારી કાયદેસર પાલન કરતો નથી. અને નવસારી કે વલસાડ જિલ્લા માં કાયદેસર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગરીબ મજદૂર શોષિત અને દલિતો માટે અહિં સરકારશ્રીના બદલે પોતાના કાયદો ચલાવવામાં આવે છે. અને જ્યારે એક અમીર કે બિલ્ડર કે રાજનેતાને બીજ કનેકશનની જરૂર હોય ત્યારે અહિં અધિકારીઓ પાસે કોઈ કાયદાઓ નથી હોતા. અહિં નવસારી કે વલસાડ જિલ્લાના અધિકારીઓ ને એ જાણવો જરૂરી છે. કે ગુજરાત સરકાર દેવાદાર છે. અને લાખો કરોડો રૂપિયા સાથે રાજાશાહી જેવી સુવિધાઓ માટે ખર્ચ થતી રકમ ગરીબો મજલૂમો અને સામાન્ય નાગરિકોના ખૂન પસીના અને મહેનત મસક્કતની કમાઈનો છે. નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ.કંપની લી.વિભાગીય કચેરી એરૂમાં આજે ૧૩ વર્ષ પૂર્ણ થતા એક કાયદેસર બોર્ડ લગાવેલ નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૭૦ કે ૧૯૭૨ મુજબ અહિં અધિકારીઓને ખબર જ નથી. જે ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિ પારદર્શિતા માટે દુરભાગ્યપૂર્ણ અને શરમજનક છે. વલસાડ અધીક્ષક વર્તુલ કચેરી માં મા.અ.અ.૨૦૦૫ના પાલન કરવામાં આવતો નથી.ત્યારે વિભાગીય કચેરીઓ માટે આશા રાખવો એક જુમલો જેવો છે. સમાચાર ની ગંભીરતાથી નોધ લઈ સંબધિત તમામ અધિકારીઓ તત્કાલ કાયદેસર કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.
No comments:
Post a Comment