Saturday, December 22, 2018

નવસારી જિલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ માં કર્મચારીઓના શોષણ ..જવાબદાર કૌણ...?

નવસારી જિલ્લામાં જિલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ માં વર્ષોથી કર્મચારીઓ ને લઘુત્તમ માસિક વેતનધારો 1948 મુજબ વેતન કે અન્ર સુવિધાઓ આપવામાં નથી આવતી. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ના પ્રદેશ અધ્યક્ષ દ્વારા તપાસ કરતા એક અરજી સદર બાબતે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ .પરંતુ અહીં કોઈ પણ કાર્યવાહી કે કચેરી માં કર્મચારીઓ ને લઘુતમ માસિક વેતન આપવામાં આવતો નથી. અને હવે સદર બાબતે આરટીઆઇ દ્વારા માહિતી માગવામાં આવેલ છે. અને સદર કચેરી ના અધિકારીઓ  સદર બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં છટકબારી કરી રહ્યાં છે. અને ગાધીનગર ની કચેરી ના સંબંધિત અધિકારી શ્રી સદર બાબતે ફરિયાદ સાભળવા પણ તૈયાર નથી. આજે સદર કચેરીઓ ના તમામ અધિકારીઓ ને જાણવું જરૂરી છે કે એમને મળતી તમામ સુવિધાઓ અને લાખો રૂપિયા વેતન સાથે રાજા શાહી જેવી સુવિધાઓ સરકાર ના કાયદાઓના પાલન કરવા માટે છે. સરકાર ને બદનામ કરવા માટે નથી. ગરીબ દલિત શોષિત મજલુમ જેવા શબ્દો ને ફાઇલો થી બહાર એના ઉપર રાત દિવસ મહેનત મસકકત કરતી સરકાર ને અધિકારીઓ લઘુતમ માસિક વેતન પણ ન આપી સરકાર ને બદનામ અધિકારીઓ કરી રહ્યા છે. હવે સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ સદર કચેરી માં લઘુતમ માસિક વેતન ના કાયદોની અમલીકરણ કરાવશે એ જોવાનું બાકી રહ્યુ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...