Sunday, December 2, 2018

નવસારી જિલ્લા પંચાયત સંચાલિત પશુ ચિકિત્સા રામભરોસે..! જવાબદાર કૌણ...?

નવસારી જિલ્લા પંચાયત પશુ ચિકિત્સાલય રામ ભરોસે..! જવાબદાર કૌણ..?
આજે જિલ્લા પંચાયત ના હદ વિસ્તારમાં 80 થી 90 ટકા નાગરિકો વસે છે. અને એજ મુજબ પશુઓ પણ રહે છે. માનવ જીવનમાં પશુઓનો સ્થાન મહત્વ પૂર્ણ છે.પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત સંચાલિત એરૂ પશુ ચિકિત્સાલયની મુલાકાત લેવામાં આવી. એરૂ પશુ ચિકિત્સાલયની હાલત બદથી બદતર જોવા મળી છે. પશુ ચિકિત્સાના તબીબશ્રીની કચેરી માં આજ સુધી સરકારશ્રીના કાયદા મુજબ એક બોર્ડ નથી લગાવી શક્યા.. સદર અધિકારીશ્રીને સરકારી કાયદાઓની પણ ખબર નથી. ચિકિત્સા અધિકારી શ્રીને એમની કચેરી થી ત્રણ થી પાચ કિમીની ત્રિજ્યા  માં રહેવા જોઈએ. એ પણ ખબર નથી. એમની કચેરી માં લઘુતમ માસિક વેતન પણ આપવો ફરજિયાત છે. સરકારી શ્રમ અધિકારીની કચેરી માં નોધણી કરાવવાના કાયદોની અમલીકરણ થતો જ નથી. માહિતી અધિકાર અધિનિયમ કે નાગરિક અધિકાર પત્ર જેવા જન હિત કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદોની અમલવારી પાડોસી દેશના હસ્તક હશે. એવા જવાબો આપી રહ્યા હતા.અને સદર કાયદાઓ માટે નવસારી જિલ્લા પંચાયત ખાતે એક જિલ્લા પશુ ચિકિત્સક અધિકારીની કાયદેસર નિમણૂંક કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત કચેરી માં કરોડો રૂપિયા સરકાર વિવિધ યોજનાઓ માટે દર વર્ષે ખર્ચો કરી રહી છે. કાયદેસર તપાસ કરવામાં આવે ત્યારે મોટો કોભાડ બહાર આવશે એવી ચર્ચા ચાલી રહી છે.સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લા પંચાયત માં લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ મેળવનાર અધિકારીઓ સદર બાબતે તપાસ કરશે ખરા એ જોવાનું બાકી રહયું.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...