Tuesday, December 4, 2018

નવસારી જિલ્લા પોલીસ--- જરા હટકે ..!

નવસારી જિલ્લા પોલીસની કામગીરી કાબીલે તારીફ અને પ્રશંસનીય ..નિષ્પક્ષ તપાસની અત્યંત જરૂર છે ખરી...?


નવસારી જિલ્લા પોલીસ વિભાગ વિજલપોર શહેરમાં કરોડો રૂપિયા ની છેતરપીંડી મામલે ધરપકડ કરી અને બૈક ખાતુ સીલ સાથે જુદી જુદી મિલ્કતો સીલ કરી વાહનો કબ્જે કરી જે ખરેખર કાબીલેતારીફ અને પ્રશંસનીય કામગીરી કરી છે. જેમાં કોઈ શક નથી. એક તરફ લોભામણી લાલચ અને જીવન જરૂરિયાત પુરી કરવા માટે ગરીબ થી સર્વોચ્ચ સુધી રોકાણકારો માં નવસારી જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા થયેલ કાર્યવાહી માં અત્યંત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ઠેર ઠેર રોકાણ કારો માં ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ વિદ્વાનો અને જાણકારોના મંતવ્ય મુજબ અજુ તો શરૂઆત છે કાયદેસર તપાસ કરવામાં આવશે ત્યારે મોટા મોટા ચેહરાઓનો સદર છેતરપીંડી માં પર્દાફાશ થશે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ એમા માઈન્ડવાસ કરનાર  સફેદપોસ નાગરિકો પણ સામેલ છે. એમનો ચેહરો ફોટોગ્રાફી બતાવી લાખો રૂપિયા નાગરિકો પાસે લાલચ આપી લોભામણી લાલચ આપી  નાણાં કઢાવનાર એજેન્ટો પાસે મોટા માં મોટો રહષ્ય છે. એની ધરપકડ કરી તપાસ માં મોટો કોભાડ જ નહીં અન્ય શોષણના કેસો પણ બહાર નિકણવાની શક્યતા છે. જેથી હવે સફેદ પોસ વસ્ત્રધારીઓ  ભગવાકરણ કરી છુપાવવાના પ્રયાસ કરવા માટે એડી ચોટી નો જોર લગાવી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. અને વિરોધપક્ષના નેતાઓ કોઇ પણ સંજોગોમાં સામે થી મળેલ તકોને આવરી લેવામાં કોઇ કસર ન કરી બાજનજર રાખી છે. હવે નવસારી જિલ્લાના પોલીસ વડા નિષ્પક્ષ તપાસ કરાવી ગરીબ નાગરિકોના ખૂન પસીના મહેનત મસક્કત ની કમાણી છેતરપીંડી કરનાર સાતિર દિમાગ સામે કાયદેસર કાર્યવાહી કરશે ખરા.. એ જોવાનું બાકી રહ્યું...

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...