નવસારી જિલ્લામાં મિની ભારત જયા લગભગ તમામ રાજ્યો ના નાગરિકો પોતાના ઘર બાર છોડી રોજગારી માટે મોટા ભાગે મજુરી કરી જીવન ગુજારી રહ્યા છે. એમાં શાતિર દિમાગ વાળા પણ ગરીબો ને લોભામણી લાલચ આપી નાનો મોટો ખેલ કરી રહ્યા છે. વિજલપોર શહેર નાની દમણ ના નામે પણ ઓળખાય છે. અહીં કોઈ પણ બ્રાન્ડ મળી આવે છે.વિજલપોર શહેરમાં માં દેશ વિરોધી દરેક કામો કરવામાં સોથી આગળ છે. નોટ છાપવાની મશીન નો પણ એતિહાસિક ભુમિકા નો ઉલ્લેખ છે. શષ્ત્રો પણ અહી અગાઉ મળી આવેલ છે. પોલીસ વિભાગની મિલીભગત નો પર્દાફાશ અહીં એક લાબો ઇતિહાસ છે. વિજલપોર શહેરમાં શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય માટે કોઈ યોજના નથી. રોજગારી માટે દારૂ નો ધંધો અહીં મુખ્ય અને સૌથી વધુ વિકસિત અને સમૃદ્ધિ પાર્દશક વિજનેશ છે. એમાં મોટા ભાગે સૌનો સાથ સહકાર સૌનો વિકાસ એક તાકતવર વિજનેશ કહી શકાય એમા મોટા ભાગે બધા જ સહકાર આપે છે.ખોટી તો ખોટી પણ રોજી તો ખરી..
આજે વર્ષો થી અતિ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ થી અહીં સૌથી મોટો રોજગાર તરીકે એક નવો રસ્તો સીધો પોજી સ્કીમ માં આરબીઆઇ થી પણ મોટો ડાયરેક્ટ ડબલ કરવા માટે એસ એસ વી બી નામે મોટો રોજગાર ચાલુ કરવામાં આવ્યો. જેમાં વિજલપોર શહેરના ગરીબો વર્ષો થી સ્કીમના ભોગ બન્યો પણ એક જોવા જેવી ઘટના બની કે એક પણ પોલીસ પાસે ફરિયાદ ન લખાયું . એવુ ન બને. એમાં પોલીસ ની ભૂમિકા પણ શંકાસ્પદ છે. આજે પોલીસ અધ્યક્ષ સામે કેસ જવા પછી જ ધરપકડ થઇ રહી છે. લોક ચર્ચા મુજબ આજે પણ નવસારી પોલીસ રાજકીય દબાણ માં મજબૂર છે. જેથી સમાચાર ધીમી ગતિ થી પણ ધીમે રહીને નિકણી રહ્યા છે. ગરીબ નાગરિકો નો માઈન્ડ વોસ કરનાર એજેન્ટો આજે પણ પોલીસની ગિરફત થી દૂર છે. છતા પોલીસ ની કામગીરી કાબીલેતારીફ અને પ્રશંસનીય છે. હવે નવસારી પોલીસ જેનો નામ ગુજરાત માં પ્રખ્યાત છે. મળેલ સત્તા અને ફરજો મુજબ તત્કાલ સદર અંજામ આપનાર તમામ ઞિરોહને ધરપકડ કરી ગરીબ મજલૂમ શોષિત મજદૂર નાગરિકો ની ખુન પસીનો મહેનત મસક્કત કરી ભેગી થયેલ રકમની જે પોતાના કે પરિવાર ને ભવિષ્ય માટે કામ આવશે એવી રકમ હળપ કરનારાઓ પાસે એક માત્ર સહારો પોલીસ વિભાગ જ છે. હવે નવસારી જિલ્લાના તમામ સંબધિત અધિકારીઓ કલેકટર શ્રી અને પોલીસ વડા સાથે સમાજ ના અગ્રણીઓ નેતાઓ સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ ન્યાય સાથે નાણો પરત અપાવવા માં મદદ કરશે. જેની આજે જરૂર સાથે સમયની માગ છે.
No comments:
Post a Comment