નવસારી જિલ્લા માં બિન અધિકૃત બાંધકામ ઉપર શરતભંગની કેસો કરવા અધિકારીઓ ......?
તારીખ પર તારીખ...... તારીખ પર તારીખ .....
આજે નવસારી જિલ્લો ગેરકાયદેસર બાંધકામો કરવા અને અધિકારીઓને ટ્રાંસ્ફર કરાવવા સાથે મીડિયા જગત માં પ્રિંટ મીડિયા કે ઈલેક્ટ્રોનિક મીડિયા ઉપર ખોટી રીતે કેસો કરાવવા નગરસેવકો ઉપર બિન જરૂરી હેરાનગતિ કરવા માં સૌથી આગળ છે.
નવસારી જિલ્લા માં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં આજે કલેક્ટરશ્રી અધ્યક્ષ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી મુખ્ય કારોબારી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. અને નવસારી જિલ્લામાં સરકારશ્રીના પરિપત્ર મુજબ વર્ષ ૨૦૧૫ માં ભ્રષ્ટાચાર મટાડવા અને વિકાસ પારદર્શિતા સમૃદ્ધિ માટે નવી કચેરી ઘડવામાં આવી.અને સરકારશ્રીનો હેતુ જાહેર જનતાને ફાયદો થશે જેમા કોઈ શક નથી. અને ગુજરાત સરકાર સદર કચેરીના સંદર્ભ માં દર માસે લાખો રૂપિયા વેતન સાથે તમામ સુવિધાઓ કર્મચારીઓ અધિકારીઓની પણ નિમણુંક કરી છે. આજે ત્રણ વર્ષ કચેરી પૂર્ણ કરી ચોથા વર્ષ માં પ્રવેશ કરવા જઈ રહી છે. પરંતુ જમીની હકીકત માં નાગરિકોને અહિં એક અલગ દર્શન જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લા માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા સદર કચેરી જેમા નવસારી જિલ્લાના સમાહર્તા જેવા મહાન શબ્દોથી નવાજવામાં આવેલ નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ સાથે નવસારી જિલ્લા અધિક કલેક્ટર અધિક જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી અધ્યક્ષ અને મુખ્ય કારોબારી અધિકારી તરીકે કાર્યરત હોય એ કચેરીમાં સરકારશ્રીના નિયમ મુજબ જ કામો થવો જોઈએ.અને મળેલ માહિતી મુજબ પણ જિલ્લાના સમાહર્તા તરીકે કાયદેસર જ કામો થતો હોય છે. જેના અનુસંધાન માં તારીખ ૧૬/૦૮/૨૦૧૮ના રોજ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીના હદ વિસ્તાર માં બિન અધિકૃત બાંધકામોની સુચી તલાટી કમ મંત્રીઓની સહિ વાળી પુરાવા સાથે કાયદેસર કાર્યવાહી કરવા લેખિત માં આપેલ છે. જેમાં જમીની હકીકત માં અહિં નવસારી જિલ્લા માં બિન અધિકૃત બાંધકામો ઉપર નવસારી જિલ્લા અધિક કલેક્ટર અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નવસારી માં મુખ્ય કારોબારી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી દ્વારા આપેલ નોટિસ મુજબ તારીખ ૦૧/૦૭/૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક નં.બ ખ પ /૧૦૦૬/૪૨૫/ક અન્વયે શરત ભંગની કેસો થવો જોઈએ. આજે તારીખ ૧૬/૮/૨૦૧૮ ની અરજી ને ૧૧૫ દિવસ પૂર્ણ થતા ફકત નોટિસો જ આપવામાં આવી રહી છે. સદર નવસારી જિલ્લા અધિક કલેક્ટર અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નવસારી માં મુખ્ય કારોબારી અધિકારી દ્વારા ત્રણ નોટિસો નવસારી તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપવામાં આવેલ છે. પરંતુ સદર તાલુકા નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા એક પણ જવાબ આપવામાં આવેલ નથી. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. જાગૃત નાગરિકો ના મંતવ્ય મુજબ નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા અધિક કલેક્ટરની નોટિસનો જવાબ નહિ મળતો હોય ત્યારે આમ નાગરિકોને ન્યાય મળતો હશે એ આજે સમજવો અઘરૂ છે.
નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી સમાચારની ગંભીરતાથી નોધ લઈ સદર બાબતે પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાત મુજબ સાથે ગુજરાત સરકાર ને વિકાસ અને પારદર્શક સરકાર સાથે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાર્યવાહી કરી સહભાગી થાય એ આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.
No comments:
Post a Comment