Saturday, December 1, 2018

વિજલપોર નગરપાલિકા માં અવિશ્વાસ પ્રસ્તાવ નો અંત ..પ્રાત અધિકારી નવસારીની કામગીરી સરાહનીય અને કાબીલેતારીફ

      વિજલપોર નગરપાલિકા માં અવિશ્વાસ પ્રસ્તાવ નો અંત ..પ્રાત અધિકારી નવસારીની કામગીરી સરાહનીય અને કાબીલે તારીફ

      નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકા માં પ્રમુખ શ્રીના વિરોધ માં છેલ્લા કેટલા માસથી એમના જ નગરસેવકો દ્વારા વિરોધ પ્રસ્તાવ મુકવામાં આવેલ હતા. અને કલેક્ટર શ્રી નવસારીને લેખિત માં આપવામાં આવેલ .નવસારી જિલ્લા કલેકટર શ્રી કાયદેસર નિયત સમય માં સદર બાબતે ધ્યાન ન દોરતા વિજલપોર નગરપાલિકા માં વિવાદ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા . અને વિજલપોર નગરપાલિકા આજે વર્ષો થી ભ્રષ્ટાચારના ભોગ બની ગયા છે. આજે પણ વિજલપોર નગરપાલિકા માં દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર કાર્યરત છે. કાયદેસર શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારીઓની કમી એમા મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. વિકાસ પાર્દશક વહીવટ વિજલપોર નગરપાલિકા માં થી વર્ષો પહેલાં થી અદ્રશ્ય છે. સરકાર અહી કાયદેસર અધિકારીઓની નિમણૂક ક્યારે કરશે એ આજે સમજવુ મુશ્કેલ છે. ભ્રષ્ટાચાર બાબતે નિરાકરણ કરવા માટે અહીં આજે પણ કોઈ અધિકારી નથી.
વિજલપોર નગરપાલિકા માં નવસારી જિલ્લા કલેકટર શ્રી પહેલીવાર નવસારી પ્રાત અધિકારી નાયબ કલેકટર શ્રીને સદર બાબતે અવિશ્વાસ પ્રસ્તાવ મામલે કાયદેસરના અધિકારી ને નિમણૂંક કરી અને નાયબ કલેકટર શ્રી કેટલાક માસથી ચાલી રહેલ વિવાદને ગણતરીના મિનટો માં કોઈ પણ સવાલ વગર એક શાંતિ પૂર્ણ સુખદ અંત લાવી અબિશ્વાસનો ખોટો સિલસિલો દૂર કરી છે. એ એક મિશાલ તરીકે જોઈ શકાય. વિજલપોર નગરપાલિકાના નગરસેવકો માં ગેરસમજ હતો કાયદા કાનૂન થી અજાણ છે. એ પણ સાવિત થયો છે. એ પણ સાવિત થયા કે સદર બાબતે એમની પાછળ ગેરમાર્ગે દોરનાર એક સાતિર દિમાગ કામ કરી રહ્યો છે. અને એનો પણ પર્દાફાશ થઈ શકે. પરંતુ અહી નાયબ કલેક્ટર જેવા શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારી જોઈએ. જે કોઈ પણ ગેર સમજ હોય કે ખરેખર ભ્રષ્ટાચાર થતો હોય એ અટકાવી શકે. આજ સુધી વિજલપોર નગરપાલિકા માં કાયદેસર મુખ્ય અધિકારીની નિમણૂંક એનો મુખ્ય કારણ નાગરિકો અને જાણકારો માની રહ્યા છે. વિજલપોર નગરપાલિકાના રહીશોને આજે પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. નવસારી જિલ્લા કલેકટર શ્રી સમાચારની ગંભીરતા થી નોધ લઈ વિજલપોરના નાગરિકોના હિત માં પોતાના મળેલ સત્તા અને રૂ મુજબ વિજલપોર નગરપાલિકા માં થતી ફરિયાદના નિકાલ માટે એક નવી કમેટી કે અન્ય અધિકારીની નિમણૂંક કરે એ આજે અત્યંત જરૂરી અને સમયની માગ છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...