Friday, December 7, 2018

વિજલપોર નગરપાલિકા માં ભ્રષ્ટાચાર સરકારને રૂપિયા ૩ કરોડ 56 લાખ....?


અબ મેરી બારી - ચિફ ઓફિસર 
             વિજલપોર નગરપાલિકા માં ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર
સરકાર દેવાદાર 

અધિકારીઓ અને પદાધિકારીઓ માલદાર

નાગરિકો  માલિક હોવા   છતાં અરજદાર 
           વિજલપોર નગરપાલિકાના વિસ્તાર સરકારને ચુનો લગાડવા સરકારના પદાધિકારીઓ અને અધિકારીઓ કમર કસી છે. સરકારને બદનામ કરવા કોઈ કસર છોડવા નથી માંગતા. ગુજરાત સરકાર રાત દિવસ મહેનત મસક્કત કરી ગરીબો મજલૂમો દલિતો આર્થિક રીતે નબળા નાગરિકોને દરેક પ્રકારથી એમનો માનવીય જીવન ઉચ્ચ સ્તરે લઈ જવા માટે નવી નવી યોજનાઓ લાવી રહી છે. પરંતુ જમીની હકીકતમાં માં એમના જ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત થી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે. વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અહી રોજગારી માટે દારુ નો અડ્ડો અસમાજિક કામો કરવા સિવાય કોઈ સાધન નથી. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય રોજગારીની તકો ઉભી કરવા બદલે અહીં બિન જરૂરી કામોની પ્રાથમિકતા આપવામાં આવે છે. વિજલપોર નગરપાલિકા માં બિન જરૂરી કોઇ પણ પ્લાન વગર 3 કરોડો 56 લાખનો આરસીસી રોડ બનાવી સરકારને ચુનો લગાડવા માં આવી રહ્યો છે.અને અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત જોવા મળી રહી છે.વિજલપોર નગપાલિકા માં   આશાપુરી મંંદિર પાછળ સારા માં સારું ડામર રોડ હવે ફકત અધિકારીઓ શા માટે તોડી રહ્યા છે. એનો સમાચાર ચર્ચામાં ચાલી રહ્યો છે. કોણા ઈસારે સારું રોડ તોડવામાં આવી રહ્યો છે. સરકાર દેવાદાર છે. અધિકારીઓ કે નેતાઓ  નથી. એનો કારણ સ્પષ્ટતા થી સદર તસવીરો માં જોઈ શકાય છે.  છો માસ આગળ સદર બાબતે ફરિયાદ પ્રાદેશિક કમિશનર સૂરત માં તપાસ માટે કરવામાં આવી હતી.પરંતુ કમિશનરનો હૂકમને અહીં કોઈ અધિકારી ગાઠતો નથી કે પ્રાદેશિક કમિશનર શ્રી પણ એમાં સામેલ છે.એ સમજવું અઘરું છે.નાગરિકો દ્વારા મળેલ માહિતી મૂજબ પ્રાદેશિક કમિશનર શ્રી પોતે તપાસ કરી શકે છે. પરંતુ એમની સંમતિ હશે જેથી આજ સુધી કોઈ જવાબ કે તપાસ કરવામાં આવી નથી. પ્રાદેશિક કમિશનરની કચેરી જેની પાસે સરકાર અલગ થી તપાસ કરવાા માટે આખી ટીમ અને સત્તા આપી છે. લાખો રૂૂપિયા દર માસે વેતન સાથે રાજશાહી જેવી સુવિધાઓ આપી રહી છે.. સત્તાનો ઉપયોગ ન કરવો પણ ભ્રષ્ટાચાર છે. અધિકારીઓને લાખો રૂપિયા કચેરી માં આરામ ફરમાવવા માટે અને હુુુકમ કરવા માટે નથી મળતો.હુકમ નો પાલન નહીં થતો હોય કે કાયદેસર તપાસ ન થતો હોય ત્યારે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી. જાણકારોના મંતવ્ય મુજબ  આરસીસી રોડ રિપેર કરી શકાય નહિ. વિજલપોર નગરપાલિકા માં  દરેક રસ્તાઓ ટુક સમય માં ટૂટી જાય છે. ગટર  અને પાણીની સમસ્યા  કાયદેસર નથી. અન્ડરગ્રાઉન્ડ બીજ કનેક્શન ટેલિફોનની લાઈનો કાયદેસર નથી.જેથી વારંવાર રોડ ની નીચે હોય જેથી આરસીસી રોડ બનાવવા યોગ્ય જ નથી. 
 આજે જાહેર જનતા પણ હવે પ્રાદેશિક કમિશનર શ્રી સામે સવાલો કરી રહી છે. હવે પ્રાદેશિક કમિશનર શ્રી કાયદેસર તપાસ કરાવી બિન જરૂરી આરસીસી રોડ બંદ કરાવી શકશે કે સરકારને દેવાદાર પદાધિકારીઓને માલદાર નાગરિકોને અરજદાર સમજી સમય બરબાદ કરશે. એ જોવાનુ બાકી રહ્યુ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...