Sunday, December 9, 2018

વિજલપોર નગરપાલિકા માં આકારણી માં થતો ભ્રષ્ટાચાર.... જવાબદાર કોણ..?

વિજલપોર નગરપાલિકા માં આકારણી માં થતો ભ્રષ્ટાચાર જવાબદાર કૌણ..?
આજે વર્ષ 2015 થી વિજલપોર નગરપાલિકા ના તમામ બાધકામ ની પરવાનગી નવસારી શહેર વિકાસ સત્તા મંડળ પાસે છે. જેથી છેલ્લા 3વર્ષ માં તમામ બાધકામ ની પરવાનગીઓ સદર કચેરી દ્વારા આપવામાં આવેલ છે.અને સદર કચેરી ની પરવાનગી વગર બાધકામો ની જવાબદારી પણ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની છે. સરકાર શ્રી ના પરિપત્ર અને તત્કાલીન જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા આપેલ જાહેરનામુ મુજબ સીસી વગર આકારણી કરી શકાય નહીં. અને કોઈ પણ બાધકામ માં સરકાર દ્વારા નિમણૂંક અધિકારી દ્વારા તપાસ કરી સીસી આપવા પછી જ આકારણી કરવાનું રહેશે. બાધકામ થતો હોય ત્યારે વખતોવખત કાયદેસર
ઈજનેર દ્વારા તપાસ રિપોર્ટ કરવો ફરજિયાત છે. બાધકામ માં લીધેલ પરવાનગી મુજબ કામ ન થાય ત્યારે તરતજ નોટિસ આપી કામ બંધ કરાવાની સત્તા પણ નગરપાલિકા ના મુખ્ય અધિકારી પાસે હોય છે. પરંતુ જમીની હકીકત માં મળેલ માહિતી મુજબ વિજલપોર નગરપાલિકા ના હદ વિસ્તારમાં થયેલ બાધકામો માં સીસી આપવામાં આવેલ નથી. અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બિન અધિકૃત બાધકામો કે પરવાનગી થી બધુ કામો કરેલ હોય જેથી સીસી આપવામાં આવેલ નથી અને વિજલપોર નગરપાલિકા ને લેખિત માં સ્પષ્ટ જણાવ્યું છે કે સદર બાધકામો ની  આકારણી માટે ગાધીનગર ની કચેરી એ સંપર્ક કરવો. ગાધીનગરની સંબંધિત કચેરી કાયદેસર હોય ત્યારે જ ઈ શકાય. વિજલપોર નગરપાલિકા ના અધિકારી શ્રી ગાધીનગર ના બદલે ગાધીદર્શન કરી આકારણી કરી રહ્યા છે એવો જાણકારો ના મંતવ્ય છે. હવે કાયદેસર એનો જવાબદાર કૌણ છે એ સમજવો અધરૂ છે. પરંતુ વહીવટી જવાબદારી કે નગરપાલિકા હેઠળ તમામ કામોની જવાબદારી મુખ્ય અધિકારીની હોય છે.
રુબરુ મુલાકાત માં વિજલપોર નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી પાસે ગેરકાયદેસર આકારણી કરવા માટે કોઇ જવાબો નથી. છટકબારી કરતા નજરે પડેલ હતા. સદર અધિકારી શ્રીને ખબર ન હોય એવો બની ન શકે.
સમાચારની ગંભીરતાથી  પ્રાદેશિક કમિશનર શ્રી સાઉથ ઝોન સુરત અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના સંબંધિત તમામ ઉચ્ચ અધિકારીઓ  નોધ લઈ તપાસ અને કાર્યવાહી કરશે એ આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...