Wednesday, December 26, 2018

સરકારના શ્રમ એવ જયતે યોજના માં નવસારી મફતલાલ મિલના મજદૂરો થયા બેરોજગાર..... સરકારી અધિકારીઓ અને યુનિયન પ્રમુખ ને ખબર નથી...જાયે તો જાયે કહા...?

નવસારી માં મફતલાલ બર્લિનગટન મિલના  મજદુરો થયા  બેરોજગાર ....જવાબદાર કૌણ...?

ગરીબોની સરકારના અધિકારીઓ ક્યાં છે...?
ગરીબોની સરકાર ના નેતાઓ ક્યાં છે...?
શ્રમ એવ જયતે સરકારની યોજના ક્યાં છે...?

ગુજરાતની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જીલ્લામાં મફતલાલ શેઠ જેના નામ અને કામથી નવસારી આજે વિશ્વમાં   સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આજે વર્ષો થી હજારો મજદૂર મફતલાલ મીલમાં કામ કરતા હતા. આજે મળેલ માહિતી મુજબ સત્તાધારી અને વિરોધ પાર્ટીના નેતાઓ મળીને મફતલાલની નવી મિલથી કાયદા કાનુનની એસી કી તૈસી કરી મજદૂરો જે પહેલા થી જ મજબૂર હોય છે .જબરન પોતે જ છો માસ અગાઉની તારીખ ઉપર સહી કરાવી બેરોજગારોની લાઈન માં મુકી દીધા છે. અને સદર બાબતે સરકારના જાબાજ સરકારી લેબર કમિશનરને ખબર નથી. અને ખબર પડી ત્યારે એમની પાસે મફતલાલ મિલના વહીવટી સામે પર્દાફાશ થયા છતા કાયદેસર કાર્યવાહી કરવા કોઈ સત્તા નથી. એનો કારણ સમજી શકાય.પણ લખી શકાય નહીં. મફતલાલ શેઠના નામો જેના હોસ્પિટલમાં જેની એગ્રીકલ્ચર કોલેજ આજે દુનિયામાં બીજું સ્થાન ધરાવે છે એનો નામ આજે ક્યાં છે. આજે મફતલાલ શેઠની આત્મા પણ દુખી થતી હશે. ગાંધીનગરના અધિકારીઓ ને પણ માહિતી ઓ આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં મફતલાલ અને નવસારી કોટનમિલ સાથે ટાટા નવસારી જીલ્લામાં ગરીબોના ભગવાન હતી. એ બધી મિલો પણ કેવી રીતે બંધ થઈ એ દરેકને ખબર છે.  અને ગુજરાત રાજ્યના સૌથી જુની યુનિયન મજુર મહાજન મંડળના પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટીના મુખ્ય સૂત્રધાર હાલાકિ જીતથી જનતા એ દૂર રાખી હતી. એવા જાબાજ અનુભવી શૈક્ષણિક લાયકાત ધરાવતા મહામહિમ કાયદા કાનૂનનો વિશેષ જાણકારને સદર બાબતે ખબર નથી. ટેલિફોન ઉપર એક સંત મહાત્મા જેવા જવાબો આપેલ હતા. એમને કશુ ખબર નથી. સમય બલવાન છે. સમય એ કદાચ એમને જવાબ આપી છે.  દ.ગુ.બીજ કંપની લી. ના કરોડો રુપિયાના બીજ બીલ બાકી છે.આજે વર્ષો થી નામદાર કોર્ટમાં કેસ ચાલે છે. એમની સામે કોઈ પણ પત્રકાર લખે ત્યારે બીજી રીતે જવાબ આપે છે. એટલે જાબાજ મહાન વિદ્વાન જેવા શબ્દો થી પરિભાષિત કરવો જરૂરી છે.અને મફતલાલના મજદૂરોને એક ઝટકે નોટિસ વગર કાઢી છે. એમને ખબર નથી. આજે સરકાર માં કોઈ અધિકારી એવા નથી જે કાયદેસર કાર્યવાહી કરી શકે પરંતુ સમય પરિવર્તન શીલ છે. અને એના જવાબો આપવો પડશે મજદૂરોને બેરોજગાર કરવા માં જે પણ હશે એનો સમય જવાબ માગશે એવા બેરોજગાર ભાઇયોના વકત્વયો થી આજે મફતલાલ શેઠભી દુખી હશે. શાસન પ્રશાસનની મિલીભગતનો દાખલો એતિહાસિક અને દુખદ છે જેની નોધ આજે સૌને લેવી જોઈએ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...