Saturday, December 8, 2018

પ્રાદેશિક કમિશ્નર સાઉથઝોન નગરપાલિકાઓની નિયંત્રણ કચેરી સુરતની કામગીરી કાબીલે તારીફ પ્રશંશનીય કે .....?

પ્રાદેશિક કમિશ્નર સાઉથઝોન નગરપાલિકાઓની નિયંત્રણ કચેરી સુરતની કામગીરી કાબીલે તારીફ પ્રશંશનીય કે .....? 
ગુજરાત રાજ્ય આજે ભારત દેશમાં સૌથી વિકસિત અને સમૃદ્ધ પારદર્શક રાજ્ય છે. પરંતુ હકીકત માં અહિ મોટી મોટી ફાઈલો અને સરકારની વિવિધ યોજનાઓ સાથે યોજનાઓ માં થતો ખર્ચમાં જોઈ શકાય છે. ગુજરાત સરકાર માં વિદ્વાનો રાત-દિવસ મહેનત મસક્કત કરી ગરીબો દલિતો આર્થિક રીતે પછાત સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકોનો જીવન શૈલી માં બદલાવ માટે નવી નવી યોજનાઓ સાથે ભ્રષ્ટાચાર મટાડવા વિકાસ કરવા સમ્રિદ્ધ ગુજરાત કરવા નવી નવી કચેરીઓ માં સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ કર્મચારીઓ ની નિમણુંક કરી રહ્યા છે.અને દર માસે લાખો રૂપિયા વેતન સાથે તમામ સુવિધાઓ પણ આપવામાં કોઈ પણ કર કસર રાખતા નથી. પરંતુ જમીની હકીકત માં જનહિત માટે તમામ કચેરીના અધિકારીઓ આજે એક જ નાવડી પર જોવા મળી રહ્યા છે.અહીં એક એક અધિકારી ભ્રષ્ટાચાર સામે નતમસ્તક જોવા મળે છે.ભ્રષ્ટાચારની ફરિયાદ એના માટે એક નવી તક છે.એક નવો રસ્તો મળતો હોય એવું નજરે પડે છે. કોઈ પણ ફરિયાદ કરે એની તપાસ પોતે કરવા બદલે જેની સામે ફરિયાદ કરવામાં આવી હોય એને જ એ ફરિયાદની તપાસ સોપે છે. આજે બાવિસ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સાવિત કરવા માં આવી એક  પણ નગરપાલિકા માં તપાસ કે કાર્યવાહી કરવામાં નહીં આવી. ગુજરાત સરકાર નવી નવી કચેરીઓ અને અધિકારીઓશા માટે  નિમણૂંક કરી રહી છે.એ સમજવું અઘરું છે. હાલ માં આજે આશરે છો માસ અગાઉ ગુજરાત સરકાર એ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સાઉથઝોન સુરત ની શરૂઆત કરી છે. આજ સુધી એક પણ ફરિયાદ માટે કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવી. એક જ આરટીઆઇ માં એજ કચેરી પોતે જ જવાબ આપી ન શકે .નિરીક્ષણ કરવાની માહિતી મા નિરીક્ષણ વગર અરજદાર પાસે હિટલરશાહી દ્વારા નાણાં ભરાવી છે. અપીલ સત્તા અધિકારી પણ અને કાયદેસર ગણી રહ્યા છે.આરટીઆઇ માટે કે નાગરિક અધિકાર પત્ર નો એક બોર્ડ ન લગાવી શકે. ત્યારે એવી કચેરી ભ્રષ્ટાચાર સામે કેવી રીતે કાર્યવાહી કરશે. સરકાર આજે દેવાદાર છે.અને અહીં નગરપાલિકા ઓ માં બિન જરૂરી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કોઈ જવાબ દાર અધિકારી જ નથી. હવે આમ નાગરિકો ફરિયાદ કોણે કરશે ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...