Wednesday, December 19, 2018

નવસારી જિલ્લા પોલીસ વિભાગની કામગીરી કાબીલે તારીફ કે ...............?

નવસારી જિલ્લામાં  પોલીસ અધ્યક્ષ સાથે તાબા હેઠળ ની તમામ કચેરીઓ માં જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ લકવા ગ્રસ્ત જવાબદાર કૌણ...?
           આજે નવસારી જિલ્લામાં પોલીસ વડા સાથે તાબા હેઠળની જીલ્લાની તમામ કચેરીઓ માં જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 પાચ વર્ષે પૂર્ણ થતા એક બોર્ડ પણ લગાડવા માં નથી આવ્યો. એક માહિતી અધિકાર અધિનિયમ 2005 દ્વારા સદર બાબતે માહિતી માગવામાં આવેલ જેના અનુસંધાન માં માહિતી અધિકાર અધિનિયમ 2005 વિશે પણ અહીં નવસારી જિલ્લા પોલીસની મુખ્ય કચેરી માં અજાણ છે. અહીં માહિતી અધિકાર અધિનિયમ 2005 માટે ભારત સરકાર કે ગુજરાત સરકારના નિયમો લાગુ થતો નથી. આજ સુધી એક પણ પોલીસ કચેરી માં કાયદેસર બોર્ડ લગાવેલ નથી. નાગરિક અધિકાર પત્ર કે આરસીપીએસ 2013 કે અન્ય કાયદો વિશે નાગરિકોને  અવગત કરાવવો અહીં ગુનો બને છે. મુખ્ય અધિકારીઓ અહીં નાગરિકોને ગુનેગાર સમજે છે.  આજે ગુજરાત માં ઠેર ઠેર પોલીસ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ લાચ રિશ્વત માં  ઝડપાઇ રહ્યા છે. ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 નો પાલન કરવામાં આવતો નથી. જેથી અહીં અધિકારીઓ એક અલગ વિભાગ દાન લેવા માટે શરૂઆત કરી છે. જાગૃત નાગરિકો દ્વારા મળેલ માહિતી મુજબ લાખો રૂપિયા દાન આપનાર સામે ગુનો નોધવા હોય ત્યારે ગુનો નોધી શકાશે ખરા. આજે નવસારી જીલ્લામાં ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડાઓ ચાલી રહ્યો છે્ અને અહીં નવસારી જિલ્લાના અધિકારીઓ  નાગરિકો પાસે ફરિયાદની આશા રાખે છે. દર માસે પોલીસ દારૂ શરાબના વેપારીઓ ઉપર પોતે કેસ કરે છે. ત્યારે ફરિયાદીની જરૂર નથી. નવસારી જિલ્લામાં માં સરકાર શ્રીને માહિતી અધિકાર અંધિનિયમ 2005, જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 કે ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 વગેરે કાયદાઓ થી વંચિત કરવો જોઈએ. હવે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી જે પોતે પણ કાયદાનો તજજ્ઞ છે. નવસારી જિલ્લામાં સદર કાયદો થી નવસારી જીલ્લાને સમાચારની ગંભીરતા થી નોધ લઈ રાત દિવસ મહેનત મસક્કત કરનાર  નવસારી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જે માનવ અધિકારને પણ ન માની એક સાથે ચોબીસ કલાક સુધી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પાસે કામ કરાવવામાં સૌથી આગળ છે. એવી ગુજરાતની એતિહાસિક સંસ્કારી નવસારી જિલ્લામાં સદર કાયદાઓ થી છુટ આપશે કે કાયદોની અમલીકરણ માટે કાર્યવાહી કરશે એ જોવાનું બાકી રહયું.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...