Monday, June 10, 2019

નવસારી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મુખ્ય અધિકારી શ્રી ગઢવીની આરટીઆઈ માગનાર ને ધમકી....!

નવસારી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મુખ્ય અધિકારી શ્રી ગઢવીની આરટીઆઈ માંગનારને ધમકી....!

 કચેરીથી ૩થી ૫ કિમી.ના અંતરે રહેવા માટેનો કાયદોને અથાણા કરવા માટે ઘડવામાં આવેલ છે..?


                      નવસારી જિલ્લામાં આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કામગીરી થી આજે નવસારીની જાહેર નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે.ઠેર ઠેર આજે કેરીના રસ ,પાણી પુરી , ફરસાણની દુકાનો,મેડિકલ સ્ટોર , આયુર્વેદિક સ્ટોર ,દવાની ફેક્ટરીઓ,હોટલો,ચા-નાસ્તાની દુકાનો માં ભેળ-સેળ ચાલી રહ્યુ હોવાની ફરિયાદો સમાચાર પત્રો સાથે જાહેર નાગરિકો માં ચર્ચા ચાલી રહ્યુ છે. અગાઉ તપાસ કરવા માટે એની સત્તા નગરપાલિકાઓ પાસે પણ હતી. ગુજરાત સરકાર હવે તમામ સત્તા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને સોપી છે. અહીં વધુ તપાસ અને કાયદેસર કાર્યવાહી બદલે અલગ જ કાર્યવાહી થઈ રહી છે. જેની સત્યતા જાણવા માટે નવસારી જિલ્લાની સદર કચેરીમાં આરટીઆઈ ૨૦૦૫ દ્વારા એક માહિતી માગવામાં આવેલ હતી. નવસારી જિલ્લા માં તારીખ ૨૭/૦૧/૨૦૧૯ના રોજ બીજી અપીલ માં  ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી આર.આર.વરસાણી સાહેબ નવસારી જિલ્લાના કલેક્ટરશ્રીને પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર તમામ કચેરીઓમાં અદ્યતન કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કરેલ છે. જેના અનુસંધાન માં નવસારી જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીથી નવસારી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જાહેર માહિતી અધિકારીશ્રી ને સદર બાબતે  કાયદાની અમલવારી  કરવા માટે એક હુકમ કરેલ છે. અને એ હુકમ મુજબ કાર્યવાહી થયેલ છે કે કેમ? અરજદાર દ્વારા લેખિત માં જવાબ માગતા સદર કચેરીના અધિકારી શ્રી નવસારી જિલ્લા કલેક્ટર શ્રી સાથે ગુજરાત માહિતી આયોગ કમિશનરશ્રીના હુકમના અપમાન કરતા અરજદારને આરટીઆઈ ૨૦૦૫માં માગી લેવા જણાવેલ હતા.આજે કાર્બાઈડ દ્વારા કેરીઓ પકાવવા અને ઠેર ઠેર કેરી નો રસ જે અપ્રાકૃતિક તરીકે હોવાથી જીવલેણ બીમારીઓ ઉત્પન્ન થતી હોય . પાણી માં નાઈટ્રરોજન જેવા ઞેરી કેમિકલ ના ઉપયોગ દરેક કચેરીઓ માં ઠંડુ પાણી પીવડાવામા આવી રહ્યો છે. એની તપાસ કૌણ કરશે.? શ્રી એસ એન ગઢવી ને તપાસ કરવા માટે પૂછતા જણાવ્યું છે કે પુરાવા આપવા. પછી જ અમે તપાસ કરીએ છે. 
અને નવસારી જિલ્લા કલેક્ટરશ્રી એક સમાહર્તા  તરીકે હોદ્દોના અપમાન કરવો પણ ગુનો છે. જેથી અરજદાર એ તારીખ ૧૦/૦૬/૨૦૧૯ના રોજ મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ માહિતીઓ માગેલ છે. કાયદા મુજબ સદર અધિકારીશ્રી કે કચેરીના અન્ય અધિકારીઓ કચેરીથી ૩ થી ૫ કિલોમીટરની ત્રિજ્યામાં રહેવુ ફરજીયાત છે.મળેલ માહિતી મુુુજબ એસ એન ગઢવી સાહેબ કાયદાનો વિશેષ જાણકારી ધરાવે છે. હેડ ક્વાર્ટર છોડી દૂર જવા માટે લેખિતમાં ઉપરી અધિકારી પાસે પરવાનગી લેેવો જોઈએ. એવા કોઈ પણ કાયદો શ્રી એસ એન ગઢવી ને લાગુ પડતો નથી. સદર અધિકારી શ્રી પોતાની જાગીર સમજી નવસારી જીલ્લામાં રહેવા પસંદ નથી કરતો. અને આજ સુધી નવસારી ના બદલે સુરતમાં રહે છે. કચેરી માં
૧૦:૩૦થી૦૬:૧૦ સુધી હાજર રહેવો પણ ફરજીયાત છે. અને દરેક અધિકારીઓને લઘુત્તમ તપાસણી કરવી પણ ફરજીયાત છે. ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ના સ્થાવર જંગમ મિલ્કતના કાયદાનુ પાલન કરવુ ફરજીયાત છે. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ના કાયદાનુ પાલન માટે નવસારી જિલ્લા સમાહર્તાશ્રી તારીખ ૨૫/૧૨/૨૦૧૮ના રોજ પ્રાંત કચેરીમાં સ્પીપા દ્વારા તાલીમ પણ અપાવેલ છે. જેથી સદર કચેરીમાં દરેક કાયદાનુ પાલન માટે અરજદાર દ્વારા માહિતીઓ માગવામાં આવેલ છે. સદર કચેરીના મુખ્ય અધિકારીશ્રી વર્ષોથી ગાંધીનગરના ગાંધીબાપુના પ્રતાપે નવસારી જિલ્લા માં રહેવા યોગ્ય સમજતા નથી. અને સુપ્રિમ કોર્ટ આજે ૩૫૦ એલોપૈથી દવાઓ ઉપર બેન મુકી છે. જેની અમલવારી કરાવવા સદર કચેરીના મુખ્ય અધિકારીની જ છે. અને સદર કચેરીમાં આજે એક કાયદેસર બોર્ડ લગાડવા ગુનો સમજે  છે. માહિતી માગનાર સામે ધમકીઓ આપી એ શું સાબિત કરવા માગે છે..? વિદ્વાનો અને જાણકારોના મંતવ્ય મુજબ સદર અધિકારીશ્રીના પાસે અસમાજિક તત્વો અને ગુંડાઓ સાથે સારી ઓળખ છે. જેથી કોઈ પણ અરજદારને ધમકીઓ આપવા અને એમની કચેરીમાં જ તપાસ ઉપર એમની મર્જી મુજબ સહિઓ કરી જવા વગેરે કામો  કરવામાં આવે છે. સદર અધિકારીશ્રીને આજે એ જાણવો જરૂરી છે કે ગુજરાત સરકાર આજે દેવાદાર હોવા છતા દર માસે નિયમિત લાખો રૂપિયા સાથે રાજાશાહી સુવિધાઓ આપી રહી છે. ગુજરાત સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. એમની કચેરીમાં એક પ્લાસ્ટિકનો ગ્લાસ પણ ગુજરાતના ગરીબો દલિતો ખેડુતો મજુરો સાથે સામાન્ય થી સર્વોચ્ચ સુધી નાગરિકોના મહેનત મસક્કત અને  ખુન પસીનાની કમાણીના છે. આજે નાગરિકો પણ જાગ્રત થયા છે. સદર અધિકારીને શા માટે વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપવામાં આવે છે..? નવસારી જિલ્લા ગુજરાતની સંસ્કારી અને ઐતિહાસિક નગરી છે. સદર કચેરી નવસારી જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન અને નિયંત્રણ કચેરી હોવાથી ૨૪ કલાક માં ગમે ત્યારે કોઈ પણ સ્થળે જરૂર પડી શકે છે. જેથી નવસારી શહેરમાં (હેડ ક્વાટર) રહેવુ ફરજીયાત છે.સદર  અધિકારીના  માલકિયત કે જાગીર નથી. એલોપૈથી દવાઓ ઉપર સુપ્રિમ કોર્ટે એ બેન લગાવી છે. છતા કૌના પ્રતાપે આજે પણ ઠેર ઠેર વેચાઈ રહી છે. સદર અધિકારી ધમકી આપી શું સાબિત કરવા માગે છે. ગુજરાતના તમામ જિલ્લાઓ સુરત બરોડા અમદાબાદ રાજકોટ વગેરે  માં કાયદેસર તપાસ થઈ રહી છે.ત્યારે નવસારી જિલ્લામાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કેમ કરવામાં આવી રહ્યુ છે? એવા જ અધિકારીઓ આજે સરકારશ્રીને બદનામ કરી રહ્યુ છે.  એમની તપાસ સરકારના જ અધિકારીઓ પાસે કેમ નહિ કરાવામાં આવે? એવા ઘણા સવાલો સદર અધિકારી સામે નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ધમકી આપી શું સાબિત કરવા માગે છે.? એની ધમકી માં કયા પરિબલો અસમાજિક તત્વો ગુંડાઓ આવશે એ જોવાનુ બાકી રહ્યુ ..

નવસારી જિલ્લાના સમાહર્તા સાથે ગાંધીનગરની કચેરીના મુખ્ય અધિકારી શ્રી એસ.એન.ગઢવીને નવસારી જિલ્લામાં હેડ ક્વાર્ટર પાસે કાયદો મુજબ રહેવા હુકમ કરશે ખરા..? 

ગુજરાત સેવા વર્તણૂંક નિયમો ૧૯૭૧ મુજબ સ્થાવર જંગમ મિલકત માટે થતી ફરિયાદોની કરાવશે ખરા..? 

ગુજરાત માહિતી આયોગ મુખ્ય કમિશનર શ્રી પોતાના કરેલ હુકમની અમલવારી સદર અધિકારી પાસે શિક્ષાત્મક કાર્યવાહી સાથે કરાવી શકશે ખરા..? 





No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...