Sunday, June 30, 2019
નવસારી ગેરકાયદેસર બાધકામો
નવસારી:- ગેરકાયદેસર બાધકામો ઉપર કાર્યવાહી માટે પરિપત્ર કે ગાઈડલાઇન નથી- અધિક જિલ્લા મજિસ્ટ્રેટ નવસારી
નવસારી જિલ્લામાં આજે ઠેર ઠેર બિન અધિકૃત બાધકામો વર્ષો થી થઈ રહ્યો છે.જેના ઉપર અંકુશ લગાડવા માટે સરકાર નવી નવી કચેરીઓ અને કાયદાઓ ઘડી રહી છે.પરંતુ જમીની હકીકતમાં એ કચેરીઓ અધિકારીઓ ક્યાં છે.?અધિકારીઓ શું કામ કરી રહ્યા છે.?ગેરકાયદેસર બાધકામો ઉપર કાર્યવાહી ક્યારે થશે.? નવસારી જિલ્લામાં એના માટે કયા અધિકારી જવાબદાર છે.? ફરિયાદ કયાં કરવી..? કેવી રીતે પરવાનગી વગર ગેરકાયદેસર બાધકામો થઈ રહ્યા છે... ? ચાર થી પાચ માળ સુધી બાધકામો પૂર્ણ થઈ જાય છે ત્યાં સુધી એની તપાસ કેમ કરવામાં નથી આવતી.?ગેરકાયદેસર બાધકામો જમીન ઉપર થાય છે કે આસમાન માં .? અધિકારીઓ જથ્થાબંધ છતા બાધકામો થતો હોય એ દરમિયાન કયાં રહે છે?ફરિયાદ પછી જ ઇડિયન પોલીસની જેમ તપાસ પછી ફકત એક નોટિસ અને ફરી થી ફરિયાદ પછી બીજી નોટિસ ફરી થી ફરિયાદ ફરી એક નોટિસ . નોટિસ ઉપર નોટિસ. છેલ્લે પણ નોટિસ. કાર્યવાહીના નામે પણ નોટિસ.?
નવસારી જિલ્લામાં શહેરી વિકાસ સત્તા મંડળની રચનાને આજે ચોથો વર્ષ પૂરુ થવા આવ્યો. કચેરીના હદ વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર બાધકામોની એક મોટી ફેરહિસ્ત પુરાવા સાથે આપવામાં આવી. વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં નગરસેવકો દ્વારા પહેલી વાર કલેકટર શ્રી ને ફરિયાદ કરવામાં આવી.ગેરકાયદેસર બાધકામો કોઈ પણ પરવાનગી વગર બાધકામો કરવામાં આવ્યો છે.? કાયદેસર તરતજ કાર્યવાહી કરવા જોઈએ બાધકામો આજે પણ ચાલી રહ્યો છે. પરંતુ અહીં એક નોટિસ આપી છુટકારો મેળવી અધિકારીઓની કામગીરી ઉપર સવાલિયા નિશાન લાગી રહ્યો છે. તપાસ કરનાર ટીમના અધિકારીઓ ફકત એક નોટિસ આપી બાધકામો બંધ ન કરાવવા પાછળનો રહસ્ય શું છે. ? નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના હદ વિસ્તારમાં ગ્રામ પંચાયતો મા નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ પરવાનગી આપ્યા પછી લાટ સાહેબ જેવા અધિકારીઓ એક વાર ફરક્યા નહીં. કંપલીશન સર્ટિફિકેટ કે પ્રોસેસ રિપોર્ટ એ કચેરીને આપવા જોઈએ. એના બદલે ઓર્કેટેક ઇજીનિયર હવે સીસી આપી રહ્યા છે. અને એ આધારે આકારણી કરવામા આવી અને વેરા ફાડી દેવામાં આવી રહ્યો છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નવસારી જેનો મુખ્ય અધિકારીઓ માં નવસારી જિલ્લાનાના કલેકટર શ્રી અધિક કલેકટર શ્રી અને પ્રાન્ત અધિકારી નગર નિયોજક વગેરે તમામ સુપર ક્લાસવનના અધિકારીઓના સમાવેશ થયેલ છે. એની સામે આજે એક તલાટી અને તાલુકા વિકાસ અધિકારી પોતાના જ કાયદો ચલાવી ગેરકાયદેસર આકારણી કરી રહ્યા છે. નવસારી જિલ્લાના તત્કાલીન કલેકટર શ્રીમતી રેમ્યા મોહન ગેરકાયદેસર બાધકામો માટે કોઈ પણ સંજોગો માં આકારણી ન કરવા હુકમ કરેલ હતી. આજે નવસારી જિલ્લામાં ઠેર ઠેર ગેરકાયદેસર બાધકામો સામે અધિકારીઓ ની મૂક સંમતિ થી સરકાર બદનામ થઈ રહી છે. નવસારી જિલ્લામાં એવા બહુમાળી હાઈરાઇજ બિલ્ડિગો ગેરકાયદેસર બાધકામો સામે કોઈ પણ કાર્યવાહી ન કરવો અને ફાયર ફાઈટર માટે કોઈ કાર્યવાહી ન કરવો સાધનોનો અભાવ ભવિષ્ય માં મોટી દુર્ઘટના નો આમંત્રણ આપવામાં આવી રહ્યા છે.
વિદ્વાનો અને જાગૃત નાગરિકો ના મંતવ્યો અહીં લખી શકાય નહીં. પરંતુ સમજી શકાય એમાં કોઈ શક નથી. એના અનુસંધાન માં એક આરટીઆઈ કરવામાં આવી.જેનો જવાબ માં કોઈ કાર્યવાહી કે પરિપત્ર ગાઈડલાઇન નિરીક્ષણ માં આપવામાં આવેલ નથી.નિવાસી અધિક કલેકટર શ્રી પ્રથમ અપીલની સુનવણી માં જણાવ્યું છે કે ગેરકાયદેસર બાધકામો ઉપર કાર્યવાહી કરવા માટે કોઈ ગાઈડલાઇન કે પરિપત્ર નથી. પછી શરતભંગ ની કેસો કરવા નોટિસ શા માટે આપી રહ્યા છે..? રૂબરૂ મુલાકાત માં અગાઉ નિવાસી અધિક કલેકટર શ્રી નવસારી જિલ્લાના અધિકારીઓ ના કામગીરી વિશે સવાલ પૂછતા જણાવ્યું હતુ કે અહીં અધિકારીઓ પાસે બુદ્ધિ નથી.
નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી ગેરકાયદેસર બાધકામો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં સક્ષમ નથી કે એવા કામો માં કોઈ રસ નથી. નવસારી જિલ્લામાં નાગરિકોના ભવિષ્ય રામ ભરોસે કે સરકાર ને બદનામ કરવામાં આવી રહ્યો છે. જેના માટે ભારત સરકાર પાસે અરજીઓ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહ્યો છે. નવસારી જિલ્લા કલેકટર શ્રી પોતે સદર વિભાગના મુખ્ય અધિકારી હોય છતા બેદરકારી ગેરકાયદેસર બાધકામો અને ફકત નોટિસ ઉપર નોટિસ . વિદ્વાનો અને જાગૃત નાગરિકો સર્વોચ્ચ અધિકારીઓ અને તપાસ માટે ભારત સરકાર પાસે એક નવી ટીમ મોકલી કાર્યવાહી માટે અરજીઓ ટુક સમય માં કરશે એવી આજે સમયની માંગ અને ચર્ચાઈ રહ્યો છે.નવસારી જિલ્લામાં આજે મોટા ભાગની હાઈરાઇજ બહુમાળી બિલ્ડિગો પાસે વર્ષો બીતી ગયા છતા કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં નથી આવી. ગુજરાત તકેદારી આયોગ દ્વારા તપાસ કરતા ગુનો સાબિત થયા છતા કાર્યવાહીના નામે ફકત તારીખ જ મળે છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નવસારીની કચેરી માં જવાબદાર અધિકારી કૌણ છે.? ફકત નોટિસ ઉપર નોટિસ આપી અધિકારીઓ શું સાબિત કરવા માગે છે..આજે ઠેર ઠેર બિનજરૂરી બિન અધિકૃત બહુમાળી બિલ્ડિગો અધિકારીઓ ની સહભાગિતા થી જ બનાવવા માં આવે છે. અને અધિકારીઓ અરજદારો પાસે પોલીસ કચેરી ની જેમ ફરિયાદની આશા રાખે છે.ફરિયાદ જ્યારે અરજદારો કરે છે ત્યારે એ ફરિયાદ ના બદલે શું રંધાય છે એ દરેક ને ખબર છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ હોય કે નગરપાલિકા એની હદ તદ્દન સામાન્ય છે. એક જ દિવસમાં ત્રણ વાર તપાસ કરવા પછી પણ ત્રણ કલાક નો સમય બાકી રહે છે. અને અહીં પોતાના અનુભવી તજજ્ઞ વિદ્વાન જુનો જાણીતા કાયદેસર ઈમાનદારી થી કાર્યરત માની રહ્યા અધિકારીઓ ને ખબર નથી કે દેશ બદલ ચુકા હૈ.એવા અધિકારીઓ ની તપાસ નવી સરકાર નવા કાયદાઓ નો સાચો ઘડી ચુકી છે. ટુંક સમયમાં જ વધુ બહાર આવશે..
Subscribe to:
Post Comments (Atom)
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....! આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી...
No comments:
Post a Comment