Tuesday, June 4, 2019

નવસારી ખાણ ખનિજ વિભાગ પર્યાવરણ માટે ખતરનાક..?

નવસારી જિલ્લામાં ભૂસ્તર શાષ્ત્રી ખાણ ખનિજ કચેરીમાં કાયદા કાનૂન વર્ષો થી ગાયબ ..! 
કુદરતી આપદા ને આમંત્રણ માં સૌ થી આગળ ...! 
જવાબદાર કૌણ..? 
      નવસારી જિલ્લામાં કુદરતી આપદાઓ ને આમંત્રણ આપતા ભૂષ્તર શાષ્ત્રીના કામગીરી થી આજે નાગરિકો ત્રાહીમામ જોવા મળી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટેને નદિઓને પર્યાવરણ થી બચાવવા હુકમ કરવા પડે છે. જે આજે સરકાર ના શાસન અને પ્રશાસનિક અધિકારીઓ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. છતા અહીંના શાસન અને પ્રશાસનિક અધિકારીઓ સુધરવાનો નામ નથી લઈ રહ્યા. આજે પાણીનો સંકટથી નવસારી જ નહિ ગુજરાત ત્રાહિમામ પોકારી રહ્યા છે. જેનો મુખ્ય કારણ માં સોથી મોટું ભાગ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ છે. જમીન માં પાણીનો એક સ્તર છે જેના નજીક પણ જવા થી સંકટ આવી શકે .પરંતું અહીં પાણીનો સ્તર થી ઘણું નીચે ગયા અને પાણીનો સંકટ ચાલી રહ્યો છે. છતા અહીં અધિકારીઓ તત્કાળ દરેક પ્રકારની પરવાનગી બંધ કરવા બદલે પરવાનગી અને તપાસ ઉપર તપાસ કરી રહ્યા છે. ખાણ ખનિજની રોયલ્ટી જે તે સ્થળેના ગરીબો ખેડૂતોને આપવા બદલે અહીં શૈક્ષણિક લાયકાત અને અનુભવી અધિકારીઓ ધમકીઓ અને કચેરીમાં જ માં બેન કરતા નજરે પડે છે. ખરેખર એવા અધિકારીઓ સરકારને બદનામ જ નહીં ભારતીય સ્મિતા માટે ખતરનાક છે. શું ભણીને આવ્યા અને શા માટે સરકાર એમને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપી રહી છે.કદાચ એ પણ અહીના અધિકારીઓ ભુલી ગયા છે. સરકારને અધિકારીઓના કામોની સમીક્ષા કરવી જોઈએ. વિકાસમા માં ધરતીનો પર્યાવરણ થી બચાવવા આજે એક મુહિમ ચલાવવા જોઈએ. અન્યથા એવા અધિકારીઓ જેમની પાસે એક સામાન્ય નોલેજ પણ છે કેમ ? માનવ જાત પર ખતરનાક રમત રમી રહ્યા છે. પર્યાવરણનો રક્ષણ માટે સરકાર તત્કાળ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ અને વન વિભાગ સાથે ભૂસ્તર શાષ્ત્રી ખાણ ખનિજ જેવા મહત્વ પૂર્ણ વિભાગ માં તત્કાળ ધ્યાન નહીં આપશે ત્યારે ભવિષ્ય માં માનવનો વિકાસ નહીં અપિતુ સૃષ્ટિનો વિનાશ તરફ જતા કોઈ પણ સંજોગોમાં અટકાવી નહીં શકાશે. અહીં આજે વન વિભાગ ,ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ અને ખાણ ખનિજ ત્રણેય વિભાગો માં કાયદેસર સકારાત્મક પદ્ધતિનો અધિકારી જ નથી. આજે કાયદા કાનૂન થી છટકબારી કરતા અધિકારીઓની નહીં જમીની હકીકત અને ભવિષ્યદર્શી પારદર્શક અધિકારિઓની જરૂર છે. વન વિભાગ માં ૭૩ પ્રકારના ઝાડો જે સર્વાધિક જોવા મળે છે કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. એને કાપવાની પરવાનગીની જરૂર નથી. ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ માં અધિકારીઓને ગુજરાતી ભાષાની જ ખબર નથી. સરકાર આજે દર રોજ નવા નવા કાયદાઓ ગુજરાતી ભાષામાં ધણી રહી છે. પરંતુ અહીં ભાષાનો નોલેજ ન હોવાથી જમીન ઉપર કાર્યવાહી થતી નથી. ભૂસ્તર શાષ્ત્રી એમનો ઉપર છે. એમની કચેરી ફકત શોભાના ગાઠીયા સમાન છે. આરટીઆઈ હોય કે આરસીપીએસ , લઘુતમ માસિક વેતન ધારો હોય કે ગુજરાત સેવા વર્તણૂક નિયમો અહિ અજુ સુધી અમલવારી કરવા અધિકારીઓ ગુનો સમજે છે.એક નાગરિક અધિકાર પત્રનો બોર્ડ હોય કે ખાણ ખનિજ તરફથી ગરીબો માટે રોયલ્ટીનો આપવામાં આવતો ફાયદો .અહીં કાયદાઓ ફકત છટકબારી માટે જ છે. ભૂસ્તર શાસ્ત્રી મોટા ભાગે સરકાર અને અધિકારીઓની એસી કી તૈસી કરતા જોવા મળે છે.પોતાના પાક સાફ પવિત્ર બતાવવા અધિકારી શું સાવિત કરવા માગે છે. એ સમજવું અઘરું છે.એ અધિકારી દ્વારા હાલ માં કલેકટર શ્રીનો આદેશ મુજબ એક તપાસ કરી લાખો રુપિયા દંડ પછી એ જ તપાસ માં કરોડો માં દંડ માં પોતે ફસાયા છે. નવસારી જિલ્લા સમાહર્તા શ્રી કુદરતી આપદા થી ભવિષ્ય માં સુરક્ષા માટે તત્કાળ દખલ કરે જેની આજે નવસારીની ધરતી અને એના ઉપર રહેનાર સમસ્ત જીવ જંતુઓ પ્રાળિઓ માનવો રાહ જોઈ રહ્યા છે.આજે કલેકટર શ્રી પોતાના મળેલ સત્તા અને વિશાળ અનુભવ જેની આજે અત્યંત જરૂર છે. તત્કાળ સદર કચેરી અને અધિકારીઓના કામોની સમીક્ષા કરી જરૂરી કાર્યવાહી કરવા મહેરબાની કરશે ખરા...? પર્યાવરણ થી નુકશાન અને એનો પરિણામ ભવિષ્ય માં બહુજ ખતરનાક સાવિત થઈ શકશે. અને દરેકે દરેક ને ભોગવવી પડે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...