ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીના મદદનીશ કમિશ્નરની શૈક્ષણિક લાયકાત અને કામગીરી સાથે હેડ ક્વાર્ટરમાં રહેવા ....RTI
નવસારી જિલ્લામાં આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી અસ્તિત્વમાં છે કે કેમ.એ શોધવો આમ નાગરિકો માટે મુશ્કેલ છે. માનવજીવન થી પશુ પક્ષિઓ સુધી ઝાડ પાલવ અને અનાજો માં વપરાતી દવાઓ અને ખાણી -પીણી સાથે તમામ પ્રકારની દવાઓ વગેરે સંબધિત તમામ નાના મોટા ઉદ્યોગોની તપાસ માટે સરકાર કાયદેસર સદર કચેરીની રચના કરી છે. અને એ કચેરીમાં કાયદેસર શૈક્ષણિક લાયકાત અને અનુભવી જાંબાજ ટીમની નિમણુંક કરી છે. પરંતુ જ્યારે મુખ્ય અધિકારીની ઈચ્છા શક્તિ અને કામકાજ કાયદા કાનૂનના બદલે ગાંધી દર્શન સુધી જ હોય ત્યારે તપાસ અને કાર્યવાહી કેવી થતી હશે એ આજે દરેક સ્થળે નજરે પડી રહ્યુ છે. દર રોજ સરકારી ખાનગી હોસ્પીટલોમાં વધતી સંખ્યા સબુત તરીકે પણ ગણી શકાય. દર રોજ થતી ફરિયાદોની સત્યતા જાણવા માટે સદર અધિકારી માં કાયદેસર મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ ગુજરાતી ભાષામાં દરેકને વંચાય તેવુ ટાઈપ કરેલ ૨૦/- રૂપિયાના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ચોટાડી એક માહિતી માગવામાં આવી . જેમા સદર કચેરી ના શૈક્ષણિક લાયકાત અનુભવી કાયદા કાનૂન નો તજજ્ઞ જાંબાજ અધિકારીઓ દ્વારા એમના જોબ ચાર્ટ મુજબ છેલ્લા ૩ વર્ષ માં કરેલ કામકાજો અને સરકારના નિયમ મુજબ હેડ ક્વાર્ટરમાં સમયસર રહેવો અને નિવાસ કચેરીના મહ્ત્તમ 3 થી 5 કિલોમીટર ના અંતરે રાખવો વગેરે જન હિતથી સંકળાયેલ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહિતીઓ માગવામાં આવેલ હતી. જેનો જવાબ માં અહિં મુકવામા આવેલ જવાબ થી સ્પષ્ટ જાહેર થઈ રહ્યો છે કે સદર કચેરીના મુખ્ય અધિકારી મદદનીશ કમિશ્નર પાસે કાયદાકીય નોલેજ કેટલો છે..? સદર અધિકારી નવસારી માં કામ કરવા માટે નિમણુંક કરેલ છે કે ગાંધીનગર માં એ સમજવો એમના માટે જ અઘરૂ છે. સદર કચેરીના જાહેર માહિતી અધિકારી /મદદનીશ કમિશ્નર શ્રી સંયુક્ત કમિશ્નર ગાંધીનગર ને માહિતી તબ્દીલ કરી જણાવેલ છે કે જોઈ જવા વિનંતી.. સદર કચેરીના મુખ્ય અધિકારી મદદનીશ કમિશ્નરશ્રી ને અજુ સુધી એજ ખબર નથી કે માહિતી એક અરજદાર નિરીક્ષણ માટે માગેલ છે. સંયુક્ત કમિશ્નર ગાંધીનગર નહી. અને અરજદારને જણાવેલ છે કે ઉપર જણાવેલ અધિકારી એટલે સંયુક્ત કમિશ્નર ગાંધીનગર ની કચેરીને સંપર્ક કરવો. નવસારી જિલ્લા ના મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની કચેરી દ્વારા આપેલ જવાબ નો રહસ્ય માં જાણકારો અને વિદ્વાનો ના મંતવ્ય મુજબ સદર અધિકારી પાસે કાયદાકીય જ્ઞાન નથી અથવા માનસિક રોગોથી ત્રસ્ત હશે અથવા માહિતી માગતાની સાથે આપેલ ધમકીઓ મુજબ એમની અસમાજિક તત્વો ગુંડાઓ ની સારી ઓળખ હશે. જેથી ગમે એ જવાબ લખી રહ્યો છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના સમાહર્તાશ્રી પોતાને મળેલ સત્તાના રૂ એ નવસારી જિલ્લામાં રહેવુ ફરજીયાત અને કાયદાનો પાલન ન કરવા માટે ફરજમુક્ત માટે કાર્યવાહી કરશે એ જોવાનુ બાકી રહ્યુ.
No comments:
Post a Comment