Saturday, June 8, 2019

નવસારી જિલ્લામાં મોટા ભાગના ટ્યુસન કલાસેસ કાયદેસર બંધ થશે ...? વિજલપોર માં કાર્યવાહી કરવા માટે કાયદેસર અધિકારીઓ જ નથી..! જવાબદાર કૌણ..?

નવસારી જિલ્લામાં ઠેર ઠેર ચાલતા મોટા ભાગના ટ્યુસન કલાસેસનો વેપાર કાયદેસર બંધ થશે ...?
 વિજલપોરનગરપાલિકા માં કાર્યવાહી કરવા માટે કાયદેસર અધિકારીઓ જ નથી..! કાયદાનુ પાલન માટે જવાબદાર કૌણ..?
                          નવસારી જિલ્લામાં સુરત માં ટ્યુસન કલાસ   માં નાના બાળકો ની કરૂણ મૌત થી નવસારી નગરપાલિકા દ્વારા મળેલ માહિતી મુજ્બ આશરે પાંચ સૌથી વધુ નોટિસ ફટકારવામાં આવી છે. અને ઉપરોક્ત નિયમ મુજબ કાયદેસર ફાયર ઓફિસર દ્વારા સઘન તપાસ કરી એન.ઓ.સી. આપવાની કામગીરી પુરજોષ માં ચાલી રહી છે. નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રી રાજુ ગુપ્તા દ્વારા જણાવ્યા મુજબ અહિં સરકારના દરેક કાયદાઓના પાલન કરવા અને ભવિષ્યમાં સુરત જેવી ઘટના નવસારી નગરપાલિકામાં કદાચિ ન બને એના માટે અહિં નવસારી નગરપાલિકાના તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. વધુ માં ચિફ ઓફિસર શ્રી ગુપ્તા એ પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ સાથે રૂબરૂ મુલાકાત માં જણાવ્યુ છે કે સરકારની તમામ ગાઈડ લાઈન જી.આર.સાથે નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના તમામ સૂચનાઓના અમલવારી કરવા માટે અહિં ફાયર ઓફિસર સાથે નગરપાલિકાના તમામ વહીવટી તંત્ર ને તાલીમ આપવા અને સંબધિત તમામ સાધનો ૨૪ કલાક સજ્જ છે. કોઈ પણ સંકટથી તત્કાલ યુદ્ધના ધોરણે કોઈ પણ સમસ્યાના સમાધાન માટે નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહેશે. 
 નવસારી શહેર ની નજીક જ વિજલપોર નગરપાલિકામાં 
ફાયર સેફ્ટી માટે વર્ષોથી રામ ભરોસે .....?
વિજલપોર નગરપાલિકા માં કાયદેસર અધિકારી જ નથી..! 
  જય શ્રી રામ 
                                          નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકામાં આજે વર્ષોથી ફાયર ઓફિસર ની નિમણુંક કરવા પરંપરા જ નથી. અહિં વર્ષોથી કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા ચિફ ઓફિસર સત્તા પક્ષને પણ નથી ગમતુ. કાયદેસરના અધિકારી અહિં ગેરકાયદેસર કામો કરવા અસામાજિક તત્વોની રાજાશાહી માં બાધા સ્વરૂપ હોય છે. જેથી  ગાંધીનગરથી મોકલવા કે નવી ભરતી કરવા ગુજરાત સરકાર પણ વિજલપોર માટે  સદંતર બંધ કરી છે. ગાંધીનગરની કચેરીમાં ખરેખર વિજલપોર નગરપાલિકા કાયદેસર છે કે હંગામી રીતે છે કે કેમ ..? એવા ઘણા પુરાવા અતીત માં મળી આવેલા છે.ઈમ્પેક્ટ ફી વખતે પણ વિજલપોર નગરપાલિકાના નામો નગરપાલિકાની સુચી માં મળેલ નથી. વિજલપોર નગરપાલિકા માં આજે પણ કાયદેસર મોટા ભાગના જન હિત થી સંકળાયેલ વિભાગો જ નથી. વિજલપોર નગરપાલિકા માં કાયદેસર ના લાયકાત અનુભવી અધિકારીઓ ન હોવા થી ગેરકાયદેસર બિન જરૂરી કામો કરવામાં આવે છે. હાલમાં મુખ્ય માર્ગ જે આજે વર્ષોથી સારા છે.એ મુખ્ય માર્ગ ઉપર ફકત ખર્ચ અને આવેલ સરકારના ફંડ વાપરવા માટે કરોડો રૂપિયા આરસીસી રોડ બનાવવા આયોજન તપાસ કરતા બિન જરૂરી હોય જેથી રદ્દ કરવામાં આવેલ છે. તત્કાલીન ગેરકાયદેસર રહમ રાહે સલામી બલ્લેબાજ જેવા અધિકારીઓની લાયકાતનો પ્રદર્શનથી હાલમાં એક નગરસેવકનો ભોગ લેવામાં આવેલ છે. અને હાલમાં કાર્યરત ચિફ ઓફિસર જેને અગાઉ વિજલપોર નગરપાલિકાના નેતાઓ દ્વારા કાઢવામાં આવેલ. એ અધિકારી શ્રી યેનકેન પ્રકારેણ ફરી વિજલપોર નગરપાલિકા માં પોતાની નિમણુંક કરાવી અહિં બદલો લઈ રહ્યા હોય એવી કામગીરીથી આજે વિજલપોર શહેરના નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. સદર જાંબાજ અધિકારી શ્રી પાસે ચિફ ઓફિસર માટે કોઈ કાયદેસર યોગ્યતા નથી જે એક માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની માહિતી માં સાબિત થયેલ છે. સદર અધિકારીશ્રી આવતાની સાથે વર્ષોથી એક થાળીમાં જમતા નગરસેવકોના બે ભાગલા કરી છે.અને પોતે કાયદા કાનૂનનો તજજ્ઞ અનુભવી સાબિત કરવા માટે વિજલપોર નગરપાલિકાના રહીશો સાથે સરકારને ચુનો લગાવી રહ્યા છે. વિદ્વાનો અને જાણકારો માં ચાલી રહી ચર્ચા મુજબ સરકાર દ્વારા કરોડો રૂપિયા વિકાસ માટે ફાડવવામાં આવે છે અને અહિં કાયદેસરના અધિકારી ન હોવા થી પ્રાથમિક સુવિધાઓની પ્રાથમિકતાના બદલે બિન જરૂરી કામો કરવામાં મુખ્ય ભુમિકા ભજવી રહ્યા છે. અહિં ફાયર ઓફિસર કે આગ ઓલવવા માટે કાયદેસર પાંચ માળ સુધીનો ફાયર ફાઈટર પણ નથી. હાઈરાઈજ બિલ્ડિંગોની ભરમાર છે. શિક્ષા સ્વાસ્થ્ય સુરક્ષા માટે અહિં કોઈ સ્થાન નથી. સમાચરની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના સંબધિત તમામ અધિકારીઓ વિજલપોર નગરપાલિકા માં જાતે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી બેલા તકે કરે એવી આજે અહિંના રહીશોની માગ છે. વિજલપોર નગરપાલિકા ના મુખ્ય અધિકારી શ્રી લઘુતમ માસિક વેતન ધારો 1948 હોય કે માહિતી અધિકાર અધિનિયમ 2005 , આરસીપીએસ એક્ટ 2013 હોય કે ગુજરાત સેવા વર્તણુક નિયમો 1971 જન હિત લક્ષી નિયમો કોઈ પણ સંજોગોમાં અમલીકરણ કરવા તેયાર નથી. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ના નિયમો હોય કે ફાયર સેફટી ના નિયમો અહીં અમલવારી કરવા ગુન્હો સમજાય છે. હવે ગાધીનગરના સર્વોચ્ચ અધિકારી પોતાને મળેલ સત્તા મુજબ બેલા તકે તપાસ અને કાર્યવાહી કરશે ખરા.. એની ચર્ચા ચાલી રહી છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...