Saturday, June 8, 2019

નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં પીવાના પાણી ના ફાફા...! કરોડો રૂપિયા ના ફંડ કયાં છે..?

નવસારીજીલ્લાના વાસદા તાલુકા જેમાં
આદિવાસીઓ ની સંખ્યા સૌથી વધુ છે્ અને સરકાર દરેકની આર્થિક હાલત સુધારવાની  દમ ભરે છે. જમીની હાલતમા પીવાના પાણી નો પણ ફાફા છે. એક માહિતી મુજબ વાસદા ના
અંતરિયાળ ગામોમાં પીવાના પણી માટે મહિલાઓ જીવ જોખમમાં મુકી પીવાના પાણી મેળવે  છે. મહિલાઓ પીવાના પાણી માટે જીવ દાવ પર લગાવે છે . બેડમાળ ગામની સ્થિતી પાણીના અભાવે વિકટ સિંચાઈ તો દૂર લોકોના પીવાના પાણી માટે વલખાં  સમગ્ર ગુજરાત રાજ્યમા પાણીની પોંકાર ઊઠી છે. જેમાં પહાડી વિસ્તારોની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા 2 વર્ષથી  નવસારી જિલ્લાની હાલત વિકટ બની રહી છે. નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના બેડમાળ ગામના લોકો પીવાના પાણી અર્થે જોખમી રીતે કુવામા ઊતરીને પીવાનું ગંદુ પાણી ભરવા માટે મજબુર બન્યા છે. પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા લાખો રૂપિયા નો ફંડ કયાં વપરાયા એની કોઇ ખબર નથી.
નદીના પટમાં ખાડો ખોદી ડોળું પાણી ભરવું પડે છે ઊકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાવામાં આવે છે પરંતુ ડેમના ઉપરવાસમાં પણ ઓછા વરસાદનાં પગલે વરસાદી પાણીની આવકમાં ઘટાડો થવાના પગલે અને ગરમીના પગલે હાલ ઊકાઈ ડેમમાં તળિયા ઝાંટક થવા પામતાં સ્થિતિએ સમગ્ર દક્ષિણ ગુજરાતને પાણીની તંગી વેઠવા મજબુર કર્યા છે. નવસારી જિલ્લાના  ગ્રામ્ય તમામ વિસ્તારોમા પાણીની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે ત્યારે નવસારી જિલ્લામાં વાંસદા અને ચીખલી તાલુકાના 70થી વધુ ગામોને સિંચાઈના પાણીની તથા પીવાના પાણીની ગરજ સારતા જુજ અને કેલીયા ડેમની સ્થિતિ તળીયા ઝાટક થઈ ગઈ છે તેવા સમયે પીવાના પાણીની સ્થિતિ વધુ વણસતા વાંસદા તાલુકાના બેડમાળ ગામમાં આવેલ મૂળ ફળિયાની મહિલાઓ પોતાનું અને પરિવાર માટે જીવન જોખમે નદીના ખાલી પડેલા પટ વિસ્તારમાં ખાડો ખોદી વેરી બનાવી તેમાં લાકડાની સીડી મૂકી પીવા માટે ડોળું પાણી ભરવા મજબુર બની છે. મૂંગા પશુઓની સ્થિતિ દયનિય નવસારીના વાંસદાના ડુંગરાળ વિસ્તારોમા આવેલ બેડમાળ ગામમાં મોટાભાગના હેન્ડપંપ સુકાઈ ગયા છે કુવાઓના તળ પણ સુકાઈ ગયા છે બોરીંગના પાણી પણ 300થી 400 ફુટ ઊંડા ગયા છે. જેને લઈને પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. પીવાના પાણીની સ્થિતિ વધુ વણસી છે. તો પશુપાલન કરતા લોકોને પણ ઢોર ઢાખરને પાણી પીવડાવવાની સમસ્યા વધુ વિકરાળ બની રહી છે. એવી કફોડી સ્થિતિમા જેમ તેમ લોકો જીવી રહ્યા છે. ગામની 2000 ની વસ્તી પીવાના પાણી સામે ઝઝુમી રહ્યા છે. નાના બાળકોથી માંડીને વૃધ્ધો જોખમી રીતે પાણી ભરીને જીવન ગુજરાન ચલાવી રહ્યા છે અને પશુ પંખીઓના બેહાલ થવા પામ્યા છે .ત્યારે સરકાર ગ્રામજનોના વ્હારે આવે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મંત્રીઓના વચનો ઠાલા સાબિત થયાં નવસારી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના વન-પર્યાવરણ મંત્રી ગણપતભાઇ વસાવા ગત મે માસના પ્રથમ સપ્તાહમાં નવસારી કલેકટરાલય ખાતે પીવાના પાણીના પ્રશ્નો અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના નાગરિકોને ઉનાળામાં પીવાનું પૂરતુ પાણી સમયસર મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. વાંસદા તાલુકાના બોર્ડરના ગામોમાં નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સત્વરે વધારાના બોરવેલ તથા પીવાના પાણીની વધારાની પાઇપલાઇન દ્વારા પાણી પુરવઠો સત્વરે પહોંચાડવામાં આવશે તથા પીવાના પાણી માટે નવસારી જિલ્લામાં સત્વરે વીજ જોડાણ, પાઇપલાઇન તેમજ હેન્ડપંપની મરામત કરાશે નવસારી જિલ્લામાં નિર્માણ પામેલ પાણી પુરવઠા યોજનાઓને ઝડપથી વીજ જોડાણ મળે એટલું જ નહીં નિમાર્ણાધીન પાણી પુરવઠા યોજનાઓ ઝડપભેર પૂર્ણ થાય તેમજ આવા વિસ્તારોમાં પાણી પુરવઠા યોજનાઓને ઝડપભેર શરૂ કરવા માટે તથા જરૂર જણાય તો ટેન્કર કે અન્ય સોર્સ મારફતે પીવાનું પાણી પહોંચાડવા તેમણે જિલ્લાના તંત્ર વાહકોને સુચનાઓ આપી હતી પરંતુ આજ દિન સુધી સરકારી તંત્રનાં કર્મચારીઓ કે અધિકારીઓ બેડમાળ ગામની પરીસ્થિત ઉપર નજર પણ પડી નથી. પાણી માટે કોઈ વ્યવસ્થા નહી નાના બાળકોથી માંડીને વૃધ્ધો જોખમી રીતે પાણી ભરીને જીવનગુજરાન ચલાવી રહ્યા છે અને પશુ પંખીઓના બેહાલ છે. ત્યારે સરકાર ગ્રામજનોના વ્હારે આવે એવી લાગણી વ્યક્ત કરી રહતા જાણવા મળ્યું હતું કે આ ગામમાં આજ દિન સુધી પ્રાથમિક તબક્કે પાણીની વિકટ સમસ્યાનાં દૂર કરવા કોઈ સરકારી અધિકારી કે કર્મચારીઓ આવ્યા નથી અને પાણીનું ટેન્કર પણ આવ્યું નથી અને આજુબાજુના વિસ્તારમાં જોવા પણ મળ્યું નથી માટે ગામની મહિલાઓ પોતાનું જીવન જોખમે ખાડામાં પીવા માટે ગંદુ ડોળું પાણી ભરવા મજબુર બની છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના બનવા પામેશે તો આ ઘટનામાં જવાબદાર કોણ હશે તંત્ર કે ગામજનો ?... યોજનાઓ વહેલી શરૂ થાય તેવી આશા બેડમાળ ગામનાં રંજનબેને જણાવ્યું હતું કે પીવાના પાણીની વિકટ સમસ્યાનાં પગલે હમોએ સ્વખર્ચે નદીના પટમાં ખાડો બનાવી રોજીદા પાણીનો ઉપયોગ કરવો પડે છે. બેડમાળ ગામનાં વનીતાબેન તુમરાએ જણાવ્યું હતું કે પીવાના પાણીની મોટી તકલીફ છે માટે ખાડામાં લાકડાની સીડી મૂકી પીવા અર્થે પાણી મેળવવું પડતું હોય છે માટે સરકાર અમારા ગામમાં પાણીની સારી યોજના દ્વારા ઘર સુધી પાણી આપે એવી સરકારને વિનતી કરું છું... અશુધ્ધ પાણીનો ઉપયોગ બેડમાળ ગામનાં સરપંચ દેવજીભાઈ દેશમુખએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વરસાદ વેહલો જવાથી છેલ્લા એક-દોઢમાસથી પાણીનાં સ્તર જમીનમાં નીચે ઉતરતા કુવા અને પાણી બોરમાં મરણ પથારીમાં થવા પામ્યા છે તેમજ ડુંગરાળ ખાડી અને નદીઓમાં પણ સુકી ભાત થવા પામતાં પાણીનો વિકટ સમસ્યા ઉભી થવા પામતા વાંસદા પાણી પુરવઠા કચેરીમાં અધિકારીને જાણ કરવા છતાં કોઈ આ જ દિન સુધી નક્કર કાર્યવાહી થવાના પામતાં લોકો પાણી અર્થે વલખા મારી રહિયા છે તેમજ જોખમી રીતે પાણી મેળવી અશુધ્ધ પાણીનો ઉપયોગ કરે છે

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...