Saturday, June 22, 2019

નવસારી જિલ્લામાં પાણીનો સંકટ..? જવાબદાર અધિકારીઓના નામ. !

 નવસારી જિલ્લામાં પાણીનો સંકટ..?
 જવાબદાર અધિકારીઓના નામ. !

  નવસારી જિલ્લામાં પાણીનો સંકટ ..? જવાબદાર કૌણ....?શાસન પ્રશાસનની મિલીભગત...?

                                    નવસારી જિલ્લામાં છેલ્લા એક દશકથી ગામથી લઈ શહેર સુધી ઠેર ઠેર અવૈધ રીતે પાણી જમીન માં પચવાની જગ્યા બંધ કરવા માટે સરકારની જ યોજનાઓ મોટા ભાગે જવાબદાર છે. સરકાર એ શરુઆત કરી .. ખાલી જગ્યાઓ માં બ્લોગ બેસાડી અને ડામર રોડ ઉપર આરસીસી રોડ બનાવી પાણી કોઈ પણ સંજોગોમાં જમીન માં જવા બંધ કરી છે. ચોમાસાના પાણી જે જમીન માં પચી જતુ હતુ એ આજે ગટરના માર્ગે દરિયામાં માં જઈ રહ્યો છે. આજે શહેરના આજુ બાજુ ના એરિયાની જમીનો ઉપર બાધકામો થવા થી એ જમીન માં પાણી પચવા બ્લોક કરી દેવામાં આવ્યો છે. સરકાર નવા તળાઓ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. અને વરસાદી પાણી માટે અલગથી વરસાદી ગટર માટે કરોડો રૂપિયા ખર્ચે છે. જમીની હકીકત માં ચોમાસાનો પાણી કરોડો રૂપિયા ખર્ચ કરવા છતા તળાવ માં જવા બદલે દરિયા માં જ જતા રહે છે. અને શાસન પ્રશાસનના નેતાઓ અને અધિકારીઓ ફકત તમાસા અને રાજનીતિ કરવા માં જ મસગુલ જોવા મળે છે. આજે ઠેર ઠેર બહુમાળી બિલ્ડીંગો, બંગલો ,રો હાઉસ સોસાયટીઓ બનાવવા માં આવી રહ્યો છે. અને એજ રીતે દરેક સ્થળે પાણીની બોરિંગ કરવામાં આવી રહ્યો છે. અને એ બોરિંગો માં થી મોટા ભાગે મોટા પ્રમાણમાં પાણી કાઢવામાં આવે છે. અને સરકાર નો કોઈ અંકુશ કે નાગરિકો માં જાગૃતિ કે પાણીનો મૂલ્યનો ખબર ન હોવાથી એક વિશાળ જળ સંપત્તિ આજે નાબુદ થવાના કગારે છે. અને આજે દરેક સ્થળે જમીન માં પાણી નો તળ એની છેલ્લી સ્થળે ભોયતળીએ ઉતરી જવા થી મોટા ભાગના બોરિંગો માં પાણી બંધ થવા થી બીજી બોરિંગ કરાવવા માં આવી રહ્યો છે. આજે સરકાર સાથે તમામ સંસ્થાઓ જાગૃત નાગરિકો વિદ્વાનો સામાન્ય થી સર્વોચ્ચ સુધી રહીશો ને ધર્મ કે રંગ ભેદ જાત પાત થી ઉપર જઈ સંગઠિત થઈ પાણીના સંકટથી બચવા માટે એક મુહિમ યોજના બદ્વ ચલાવાની જરૂર છે. અને એના સંબધિત દરેક પ્રકારનો વન સંપદા ઝાડ લગાડવા સાથે ઠેર ઠેર કપાતા ઝાડો ઉપર પ્રતિબંધ સાથે સજાની જોગવાઈ કરવો અને જુના વાસી જર્જરીત કાયદાઓને તત્કાળ બદલવાની જરૂર છે. વિકાસ જમીન છોડી આસમાન તરફ કરવો જરૂરી છે. આજે એક શહેર એક બે હાઈરાઇજ બિલ્ડીંગ માં સમાવેસ થઈ શકે છે. એક ગામ એક હાઈ રાઈઝ બિલ્ડીંગ માં આવી શકે છે. અને જમીન હવે ખાલી કરવાનો વખત આવી ગયો છે. મોટા મોટા હાઈવે ફરીથી ખેડૂતોને આપવો પડશે.અને એ ખેડૂતો ને વૈજ્ઞાનિક પદ્ધતિ થી જ ખેડવાની જરૂર છે. આજે બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહ્યો છે.આજે શૈક્ષણિક લાયકાત ધરાવતા નાગરિકો માં ભરખમ વધારો દર વર્ષે જોવા મળી રહ્યો છે.ખેતી કરવા માટે મોટા ભાગના ખેડૂત પણ જરૂર નથી સમજી રહ્યા.એવા નાગરિકોને પણ વૈજ્ઞાનિક રીતે ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે.પર્યાવરણ વિભાગમાં આજે જિલ્લા દીઠના બદલે ગામ દીઠ અધિકારીઓની જરૂર છે. અને એવા અધિકારીઓને ખેડૂતની સાથે રાખવો પડશે.આજે દેશના નવયુવાનોને પણ દિશા અને દશા આપવાની જરૂર છે.શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા દરેક જરૂર ધરતી માં વગર અધુરી છે. નદિઓ જેને આપણા બુજુર્ગો માં ના રૂપે એક માન્યતા આપી પૂજા કરવા શાષ્ત્રોમા ઉલ્લેખ કર્યો છે. આજે એમાં આપણે દરેક પ્રકારના ગંદકી થી ભરવામાં કોઈ કસર બાકી નથી રાખતા. જિલ્લાઓ દીઠ પર્યાવરણ પ્રદુષણ નિયંત્રણની કચેરી છે.જે આજે વર્ષોથી લકવાગ્રસ્ત થઈ કોમા માં છે.એને તત્કાળ બદલવાની જરૂર છે.વન વિભાગ ને કેન્સર જેવા રોગ થયેલ છે.એમની કચેરી થી વહાર નજરે નથી પડતા.આજે એવા તમામ કચેરીના અધિકારીઓ જેની જરૂર હોવા છતાં ફકત ધરતીનો ફકત વજન વધારી રહ્યા છે.એવાની આખી ટીમ બદલવાની જરૂર છે. દરેક અધિકારીઓ કર્મચારીઓની દર માસે કરેલ કામો મુજબ જ વેતન આપવાની જરૂર છે. ફકત ટાઈમ પાસ કરતા અધિકારીઓને વેતનના બદલે સજા થશે ત્યારે જ વિકાસ થશે. આજે મોટા ભાગના નેતાઓ અને અધિકારીઓ પાસે અપ્રમાણિત કરોડો રૂપિયાની સંપત્તિ છે. એ ફરી સરકાર માં જમા કરાવી ફરજ પડશે. ગરીબ અને અમીર બચ્ચે નો અંતર સામાજિક અને સરકારી દુર્વ્યસ્થા છે. એમાં હવે મોટા સંશોધન ની જરૂર છે.અન્યથા વિકાસ ના બદલે વિનાશ ની પરિસ્થિતિ સર્જાય એમાં કોઈ શક નથી. માનવજીવન આજે દરેકનો સર્જન કરવા બદલે વિસર્જન કરી રહ્યો માં આગળ વધી રહ્યો છે. આપસી ભેદભાવ ધર્મ કે રંગ ભેદથી દૂર રહી દરેકે દરેક વસુધૈવ કુટુંબ કમ્ ની ભાવના થી જોડાઈને રહેવો આજે ફરજિયાત છે. રાજનીતિ ને થોડિક વાર અલગ કરી જોઈએ ત્યારે ભગવાન મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ પૈગમ્બર મોહમ્મદ વગેરે આપણા માનવજાતના દરેક સર્વોચ્ચ મહાન આત્માઓની શિક્ષા ઉપર નજર કરિએ ત્યારે સો એક જ છે.

No comments:

Post a Comment

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરી દ્વારા સર જે.જે .પ્રાથમિક અને હાઈસ્કૂલ માં આર.ટી.ઈ. ૨૦૦૯નો ભંગ સાથે અન્ય વધારાનો એડવાન્સ નાણા લેવાતુ અંગે નોટિસ ફટકારતા ખાનગી શાળાઓ માં હળકંપ

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરી દ્વારા સર જે.જે .પ્રાથમિક અને હાઈસ્કૂલ માં આર.ટી.ઈ. ૨૦૦૯નો ભંગ સાથે અન્ય વધારાનો એડવા...