નવસારી જિલ્લામાં કલેકટર કચેરીના રજી.શાખાની કામગીરી થી અરજદારો ત્રાહીમામ...
નવસારી જિલ્લાની કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોર માં રજી. શાખાની કચેરી આવેલ છે. જેમના અધિકારી શ્રી પોતે જ કલેકટર સમજી બેઠા છે. અહીં દર રોજ અરજદારો દ્વારા અરજી કે કોઈ પણ ફરિયાદ કે અપીલની અરજીઓ આપવામાં આવે છે. કાયદા મુજબ નામ જોગ કે હોદ્દો સહ લખેલી અરજી ફરિયાદ કે આરટીઆઈની અપીલની અરજી એ કચેરી માં આપવામાં આવે છે. જે અરજી જે તે કચેરી માં મોકલવો જોઈએ. પરંતુ પોતે કલેકટર સમજી બેઠા અધિકારી એમની મરજીથી બિન જરૂરી અલગ અલગ કચેરીઓમાં મોકલી આપે છે. અને અરજદારો અધિકારીઓને જવાબ કે કાર્યવાહીની રાહ જોઈ અધિકારીઓ ઉપર શંકા અને કાર્યવાહી કરવામાં અસફળ હોય એવો આક્ષેપો લગાવી અધિકારીઓ સાથે સરકારને બદનામ કરતા જોવા મળી રહ્યા છે. એક સામાન્ય અધિકારી જેની ભાષા પણ દરેકને ખબર નથી પડતી. આજે એમનો ખોટો વહેમથી અધિકારીઓ અને સરકાર બદનામ થઈ રહ્યો છે. કલેકટરના નામ જોગ અરજી કયાં મોકલવી આરટીઆઈની અપીલ જે તે જાહેર માહિતી અધિકારીને મોકલવી ,અતિ ગંભીર ભ્રષ્ટાચારની ફરિયાદ બીજા બીજાને આપી શું સાબિત કરવા માગે છે ? નવસારી જિલ્લામાં કલેકટર કચેરી માં જિલ્લા આયોજન અધિકારી શ્રી આરટીઆઈ ના જવાબ માં અસભ્ય વર્તન કરી જવાબ ન આપતા પ્રથમ અપીલ નવસારી જિલ્લા અધિક કલેકટર જે પ્રથમ અપીલ સત્તા અધિકારી તરીકે નિમણૂંક થયેલ છે. પ્રથમ અપીલ કરવામાં આવી. અને રજી. શાખા ના નાયબ મામલતદાર નો હોદ્દો ધરાવતા અધિકારી શ્રી જેની પાસે ગુજરાતી ભાષા નો નોલેજ છે કે કેમ ? ગુજરાતી ભાષામાં સ્પષ્ટ ટાઈપ કરેલ હોવા છતા પોતાની મરજી થી નિવાસી અધિક કલેકટરને આપવા બદલે જાહેર માહિતી અધિકારી શ્રી જિલ્લા આયોજન અધિકારીને આપી હતી. તપાસ કરતાં ખબર પડી કે ખોટી જગ્યાએ આપી છે. નવસારી જિલ્લામાં કલેકટર કચેરીના ખાણ ખનિજ ભૂસ્તર શાષ્ત્રી શ્રી ડી.કે. પટેલ જેમની કચેરીમાં આરટીઆઈ કે અન્ય જન હિતના કાયદો ના પાલન કરવો ગુનો સમજવા માં આવે છે.એમની કચેરીમાં આરટીઆઈ કરવામાં આવી . આરટીઆઈના કાયદોના વર્ષો થી ઉલંઘન કરતી કચેરી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જવાબ આપવા શર્મિન્દગી સમજતા અધિકારી જવાબ ન આપતા કાયદેસર પ્રથમ અપીલ કરવામાં આવી.એમની કચેરીના પ્રથમ અપીલ સત્તા અધિકારી પણ દુર્ભાગ્યવશ નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી છે. તારીખ 31/05/2019ના રોજ પ્રથમ અપીલ કરવામાં આવી. કાયદા મુજબ પ્રથમ અપીલ 30 દિવસ માં સુનવણી કરવો ફરજિયાત છે. મહત્તમ 45 દિવસ માં પ્રથમ અપીલની સુનવણી કરવો ફરજિયાત છે. આજે 40 દિવસ સુધી સુનવણી ન કરવા તપાસ કરતા ખબર પડી કે નવસારી કલેકટર કચેરીના રજી.શાખાના અધિકારી એ અપીલનો પત્ર કયાં છે ખબર નથી. અને નવસારી જિલ્લા અધિક કલેકટરશ્રીને રૂબરૂ મુલાકાત માં ફરિયાદ કરતા કાયદેસર રજી.શાખા ઉપર કાયદેસર કાર્યવાહી કરવા બદલે અરજદારને જ તપાસ કરવા જણાવ્યું છે. નવસારી જિલ્લામાં આરટીઆઈ ૨૦૦૫ હોય કે આરસીપીએસ ૨૦૧૩ ,લઘુતમ માસિક વેતન ધારો ૧૯૪૮ હોય કે ગુજરાત વર્તણૂક સેવા નિયમો ૧૯૭૧ એવા મહત્વ પૂર્ણ કાયદાઓના અમલ થતો જ નથી. ગેરકાયદેસર બાધકામો હોય કે ભ્રષ્ટાચાર સંબંધિત અરજીઓ સાબિત કરવા છતાં કાર્યવાહી કરવામાં અધિકારીઓ ફકત છટકબારી જ કરતા નજરે પડે છે. નવસારી જિલ્લામાં અરજદારોને પત્રકાર મિત્રોને એનકેન પ્રકારેણ દાબ દબાણ કરી શાંત કરવામાં આવે છે.નવસારી જિલ્લામાં કલેકટર કચેરી ના રજી.શાખાના અધિકારી શ્રી જેમની ભાષા મોટા ભાગના અરજદારોને સમજ નથી પડતી. છતા કોઈ પણ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી ? એના કામકાજનો રહષ્ય અહીં લખી શકાય નહીં. છતાં કલેકટર શ્રી સમાચારની ગંભીરતા થી નોધ લઈ તપાસ કરાવી કાર્ય વાહી કરે એની આજે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે...
No comments:
Post a Comment