નવસારી જિલ્લામાં આજે 70 વર્ષે પૂર્ણ થતાં લધુત્તમ માસિક વેતન ધારો 1948 લાગુ
નથી ! લેબર કમિશનર નવસારી ની કામગીરી કાબીલેતારીફ ...? ગુજરાત માટે દુર્ભાગ્ય પૂર્ણ અને શરમજનક...જવાબદાર કૌણ..? શાસન કે પ્રશાસન ?
નવસારી જિલ્લા માં લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ આજે ૭૦ વર્ષે પૂર્ણ થયા.દેશ આજાદ થયા. ગરીબો મજલુમો મહિલાઓના શોષણ આજે પણ કાયદેસર દરેક સરકારી ખાનગી સંસ્થાઓ માં કાર્યરત છે. શાસન પ્રશાસન બદલાય છે. રાજકીય પાર્ટીઓ બદલાઈ રહી છે. વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ આજે ઠેર ઠેર ગલી ગલી મોહલ્લા મોહલ્લા ઘર ઘર માં રાજનીતિની બાતો ચાલી રહી છે. દેશભક્તિ,મોઘવારી ,ભ્રષ્ટાચાર ,બેરોજગારી , ગરીબી અને શોષણ જેવા માનવજીવનના હૃદય સ્પર્શી શબ્દોની માયાજાળ માં નેતાઓ ગરીબો ને આકર્ષિત કરી રાજગદ્દી મેળવી રહ્યા છે. અને એવા શબ્દો ની માયાજાળ માં આજે ગરીબ ભાઈ બહેનો એક નવી આશા માં નવી નવી સરકાર કે દિવસ સુધરશે .એવી રીતે પોતાના નેતાઓ સમઝી મતો આપી સરકારની રચના કરે છે. પરંતુ આજે ગુજરાત રાજ્ય જે સૌથી પારદર્શક સરકાર વિકાસ અને સમૃદ્ધ પ્રદેશના નામે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આજે ૭૦ વર્ષે પણ ઞરીબોને લઘુતમ માસિક વેતન પણ આપી શક્યા નથી. કે અપાવી શકે નહીં. ખરેખર ગુજરાત માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. સરકારી અધિકારીઓ અને નેતાઓ માટે આજે આ સમાચાર વાચી ખરેખર પોતે પોતાના ઉપર શરમ મહેસૂસ કરવો જોઈએ.
નવસારી જિલ્લામાં આજે સરકારની વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ પણ એ કાયદો જ્યારે પોતાની કચેરી માં અમલીકરણ કરાવી શકતા નથી. ત્યારે એની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉપર સવાલિયા નિશાન કેમ ન લગાવી એ પણ સમજી શકાય નહીં. વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ કે અન્ય આજે ગરીબો માટે સવાલો પૂછવા કોઈ નથી. અધિકારીઓ આજે મોટા ભાગે ગાધી દર્શન આરક્ષણ કે પરમોશન થી આવેલ છે. જેથી એવા અધિકારી મોટા ભાગે રહમરાહે કે રહમોકરમ નિમણૂંક થયેલ છે. જેથી મોટા ભાગે વૈજ્ઞાનિક મતાનુસાર ઓર્ડર લેવાની આદત થી વર્ષો થી ટેવાઈ ગયા છે. ત્યારે એનો હુકમ કરવાનો વાર ભલે આવ્યો હોય પણ હુકમ માં કોઈ શક્તિ હોતી નથી.જેથી એવા અધિકારીઓ વિકાસ સમૃદ્ધિ કે પારદર્શક સરકાર માં પાણી વગર દરિયા સમાન છે.
નવસારી જીલ્લામાં ઠેર ઠેર ખાનની સંસ્થાઓ માં આજે કર્મચારીઓ મજુરો સિક્યુરિટી માં કામ કરનાર નાગરિકો સાથે શોષણ કરવામાં આવી રહ્યો છે. કલેકટર શ્રી હોય કે લેબર કમિશનર શ્રી દર ત્રણ માસે એક ફતવો જારી કરે છે. અને એ ફતવો દરેક કચેરીની ફાઇલ માં પંચિગ કરી દેવામાં આવે છે. નવસારી જિલ્લામાં કલેકટર કચેરી માં સદર બાબતે માહિતી માગવામાં આવી જેના જવાબ નાણાં ભરાવીને પણ જમીની હકીકતમાં મજુરો કે કર્મચારીઓ અને સિક્યુરિટીને ખરેખર મળતી મજુરી વેતનની માહિતી બદલે એ ફતવા ની નકલ નાણાં ભરાવી ને અપીલ પછી આપેલ છે. રૂબરૂ મુલાકાત માં નિવાસી અધિક કલેક્ટર શ્રી જણાવ્યું છે કે અહીં અધિકારીઓ માં બુદ્ધિ નથી.
શ્રમ અધિકારીની કચેરી નવસારી માં સદર કાયદા ની અમલવારી કરાવવા માટે રૂબરૂ મુલાકાત સાથે વારંવાર લેખિત માં અરજીઓ અને ફરિયાદ કરવામાં આવી માહીતીઓ માગવામાં આવી. છેલ્લે ઠાક કે તીન પાત જેવી હાલત જોવા મળી. નવસારી લેબર કમિશનર શ્રી ખરેખર કાયદેસર શૈક્ષણિક લાયકાત અને અનુભવી છે. જેથી ઉદ્યોગપતિઓ સામે કે સરકારી કચેરીના અધિકારીઓ સામે કાયદેસર નોટિસ આપવો કે ખાનગી કંપનીઓ કે સિક્યુરિટી ચલાવનાર સામે તપાસ કરવો ગુનો સમજે છે. તપાસ માં મોટો નુકશાન થઈ શકે છે. નુકશાન મોટા પાયે થશે એમાં કોઈ શક નથી. જેથી દારૂ શરાબ નો અડ્ડાઓની જેમ જ આજે નવસારી જીલ્લામાં લઘુતમ માસિક વેતન ધારો 1948 આજે ચાલી રહી છે.
નવસારી જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ નેતાઓ સામાજિક કાર્યકરો વિદ્વાનો અને જાગૃત નાગરિકો સાથે મીડિયા જગતના મિત્રો સાથે પાઠકોને આ સમાચાર વાચવા વિનંતી સાથે સકારાત્મક કાયદાકીય કાર્યવાહી માટે પોત પોતાના રીતે કરશે એવી વિનંતી...
No comments:
Post a Comment