લાયંસ ઓર્થોપેડિક હોસ્પીટલ માં સિક્યુરિટી
ખાકી વર્દી રાત્રે જ શા માટે .....?
ખાકી વર્દી રાત્રે જ શા માટે .....?
નવસારી પોલિસ વડા એના ઉપર કાર્યવાહી કરશે ખરા..?
આજે નવસારી જિલ્લાની નવસારી શહેર માં દુધિયા તળાવ પાસે આવેલ લાયંસ ઓર્થોપેડિક હોસ્પીટલ માં આવતા જતા દર્દીઓના સગા વાળાઓ પાસે ગરીબોના હિત માટે નાણા ઉઘરાવવામાં આવી રહ્યુ છે. જે ખરેખર ઉત્તમ કામગીરી કહેવાય .નવસારી જિલ્લાની સદર હોસ્પીટલ ના બાંધકામ ખરેખર કાયદેસર છે કે કેમ..? એમા કામ કરતા કર્મચારીઓ ને કાયદેસર વેતન મળતો છે કે કેમ..? ઓર્થોપેડિક ના નામે અન્ય દર્દીઓના તબીબી ચિકિત્સા કાયદેસર કરી શકે છે કે કેમ..? સિક્યુરિટી ખાકી વર્દી પહેરી અસભ્ય વર્તન કરનાર એ ઘણો સવાલિયા નિશાન ઉભો કરેલ છે. જેની તપાસ ટુંક સમય માં કાયદેસર કરાવવામાં આવશે. પરંતુ ખાકી વર્દી દારીપહેરી સિક્યુરિટી અસભ્ય વર્તન કરે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. ખાકી વર્દી ભારતના સંવિધાન મુજબ પોલિસ વિભાગ સરકારી સુરક્ષા વિભાગ ને આપવામાં આવેલ છે. તથા ભારત સરકાર તેવો ને પહેરવા માટે માન્યતા આપેલ છે. જે સમયે તેવો પોતાની ફરજ ઉપર હોય ત્યારે અચુક પહેરવાનો હોય છે. તેમા એલસીબી, એસીબી, એસઓજી .વિજિલેંસ વગેરે સ્પેશિયલ હોદ્દો ઉપર ફરજ બજાવતા કે અમુક કિસ્સાઓ માં તપાસ દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓ ને ખાકી યુનિફોમ પહેરવા થી બાદ કરવામાં આવેલ છે. એના સિવાય પ્રાઈવેટ સંસ્થાઓ કે ખાનગી સિક્યુરિટી ને ખાકી યુનિફોમ નો પહેરવેશ કરવો કે પોતે પોલિસ વિભાગ થી જોડાયેલા છે.એવો દેખાઓ કરવો કે કોઈ ખાકી રંગ સંકેત ચિન્હ ઉપસ્થિત કરવો એ ગેરકાયદેસર નો કૃત્ય ગણી શકાય.સામાન્ય સમાજ માં આવો દેખાડો કરી ને સામાન્ય પ્રજા ને છેતરી ને તેમની પાસે થી રોકડ નાણા ઉઘરાવી મોટી રકમ ,સોના ચાંદી લુટી લેવાના કિસ્સાઓ અવર-નવર બન્યા જ કરે છે. હાલ માં જ નવસારી અને વલસાડ જિલ્લા માં પોલિસ ના સ્વાંગ માં લોકો ને લુટતી ઈરાની ગેંગ ના બે આરાપીઓ ૧૫ ગુનાઓ માં સંડાવાયેલા હોય એવો ગુનેગાર ને નવસારી જિલ્લા પોલિસ દ્વારા ઝડપાયેલ છે.
આજે નવસારી જિલ્લામાં પોલિસ વિભાગ સિવાય ખાકી યુનિફોમનો ચલણ મોટા ભાગે ખાનગી સિક્યુરિટી માં અવર-નવર કરવાની આવી રહ્યુ છે. જેના અનુસંધાન માં પોલિસ અધ્યક્ષ શ્રી પોતાને મળેલ સત્તા અને રૂ મુજબ સદર હોસ્પીટલ માં તત્કાલ તપાસ કરી ખાકી વર્દી જે પોલિસ વિભાગનો શાન છે.એના દુરુપયોગ સામાન્ય વ્યક્તિ કે ખાનગી સિક્યુરિટી ન કરી શકે એના માટે કાર્યવાહી કરશે .જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.
No comments:
Post a Comment