વિજલપોર નગરપાલિકા માં ભ્રષ્ટાચારની
તપાસ માં કરોડો રૂપિયાના ફાયદો
પ્રાદેશિક કમિશનર શ્રી અરોરાની ઐતિહાસિક અને પ્રશંશનીય કામગીરી થી નાગરિકો માં ખુશીનો માહોલ
*કાર્યપાલક ઇજનેર શ્રી ડી.કે.ભંખોડિયા અને યોઞેશ્વર મોરે દ્વારા તટસ્થ તપાસ*
નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા આજે વર્ષો થી ભ્રષ્ટાચાર બેરોજગારી શોષણ અસમાજિક ક્રૃત્યો માં ટોપટેન માં સ્થાન ધરાવે છે. વિજલપોર નગરપાલિકા મિનીભારત તરીકે પ્રખ્યાત છે. ૨૨ રાજ્યોના નાગરિકોને સમાવેશ કરનાર અને બ વર્ગની નગરપાલિકા માં આજે ગુજરાત ખાતે જ નહીં વિશ્વમાં નામ ધરાવે છે. મફતલાલ જેવા મહાન ઉદ્યોગપતિયોની કર્મ ભૂમિ અને દાનથી વિજલપોર નગરપાલિકાના નવસારી એગ્રીકલ્ચર કોલેજ એશિયા માં બીજા ક્રમાકે તરીકે વિકસિત થઈ રહ્યો છે. નવસારી શહેર થી અડીને આવેલ વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષો થી સરકારની મોટા ભાગની યોજનાઓને પ્રવેશ કરવા માટે પ્રતિબંધ છે. આજે પણ વિજલપોર નગરપાલિકા માં કોઈ પણ પ્રકારના પ્લાન વગર અસમાજિક કૃત્યો કાયદેસર કરવામાં આવે છે. વિજલપોર નગરપાલિકા માં ભ્રષ્ટાચાર આજે વર્ષો થી રાજ કરી રહ્યો છે. અને સરકાર અહિં મજબૂર લાચાર અને અસહાય નજરે પડે છે. અધિકારીઓ માટે પણ અહિ ચુટાએલા નગરસેવકો કાયદેસર કામ કરનારને પ્રવેશ કરવા માં નહીં દેવાના એતિહાસ પરંપરા છે. જેથી કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારી સરકાર પણ નિમણૂંક કરવામાં અસફલ જાય છે. હાલત એવી છે કે વિજલપોર નગરપાલિકા માં કોઈ પણ કાયદેસર અધિકારી કામ કરવા રાજી નથી. અહીં વિજલપોર નગરપાલિકા માં કાયદેસર કામ કરવાની પરંપરા વર્ષો પહેલા થી અદૃશ્ય છે. એવા સમયે પ્રાદેશિક કમિશનર શ્રી અમિત અરોરા ફરિયાદની એક વર્ષ પછી પોતાની ટીમને તપાસ કરવાનો હુકમ જ ખરેખર કાબીલે તારીફ અને સરાહનીય છે. કાયદેસર તપાસ થી નાગરિકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તપાસ માં આવેલ નવયુવાન ઈજનેરો એક અનુભવી અને તજજ્ઞ છે. તપાસ દરમિયાન વિજલપોર નગરપાલિકાના ચિફ ઓફિસર જે આજે મુખ્ય અધિકારી તરીકે ફરજ સાથે સૌથી વધુ અનુભવી અને ઇજનેર તરીકે વર્ષો સુધી કામ કરેલ સાથે કાયદા કાનુનનો વિશેષ જાણકાર છે.વિજલપોર નગરપાલિકાના કાયદા કાનૂનનો જાણકાર પોતાને વિદ્વાન હાલાકિ એવું કશું છે નથી. છતા ભ્રષ્ટાચારની તપાસ માટે પ્રાદેશિક કમિશનરથી હુકમ થી થતો તપાસ માં કાયદેસર ફરજિયાત હાજર રહેવા બદલે એક સામાન્ય વીડિયો કોન્ફરન્સના બહાને છટકી જતા પ્રથમ દૃષ્ટિએ પોતે ગુનો સ્વીકાર કરી હોય એવો માની શકાય. પ્રાદેશિક કમિશનરશ્રીના હુકમ થી આવેલ નવયુવાન ઈજનેરોની તપાસ માં મળેલ માહિતી મુજબ આશાપુરી માતાજી મંદિર થી સરદાર ચોક સૂધીના આરસીસી રોડના કામો માં રોડ બચ્ચે પહેલા જ વર્ષે માં મોટી મોટી તડ પડતા ગટરના ઢાકણો રોડ લેબલ માં ન હોય, કાયદેસર રોડના બચ્ચે બ્લોક ન બેસાડવા , પાણી ના નિકાલ માટે અવ્યવસ્થા , ભવિષ્ય માં સરકારની યોજના જેવા કે અન્ડર ગ્રાઉન્ડ બીજ કનેક્શન, ટેલીફોનની લાઈનો ઈન્ટરનેટ માટે નવી નવી લાઈનો, ગેસની લાઈનો , સાથે ટૂંક સમય માં જ રોડ ના લેબલ સરખુ ન હોવુ ,ક્વોલિટી થી ડિજાઈન અને કરેલ તમામ કામો માં કોન્ટ્રાક્ટ સાથે વિજલપોર નગરપાલિકામાં ઢગલા બંધ ઈજનેરો સાથે ચિફ ઓફીસર શ્રીના જવાબદારી ઉપર ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં નજરે ચઢતા અનુભવી નવયુવાન ઈજનેરો કાયદેસર ફરી થી ક્વોલિટી થિકનેસ વગેરેની તપાસ ફરી થી અલગથી કરાવી દંડ ફટકારવા અને એવા કોન્ટ્રાક્ટરોને બીજા કામો ન આપવા માટે થતી તમામ કાર્યવાહી કરવા હાથ ધરવા જણાવ્યું હતુ. સરદાર ચોક થી આગળ હવે ડામર રોડ તોડી નવો બનાવાની કોઇ જરૂર નથી. એની પણ કાયદેસર બિધિવત તપાસ કરી આગળના કામો ન કરવા માટે વિજલપોર નગરપાલિકાના હાજર કાર્યપાલક ઇજનેરને જણાવ્યું છે. વિજલપોર નગરપાલિકા માં રહેનાર રહીશો સાથે જાણકારો અને વિદ્વાનો પણ શ્રી અરોરા દ્વારા કરાવેલી તપાસની સરાહનીય કામગીરીની વિશેષ પ્રશંસા કરતા નજરે પડી રહ્યા હતા. જાણકારો દ્વારા મળેલ માહિતી મુજબ વિજલપોર નગરપાલિકાની કાયદેસર અન્ય વિભાગોની તપાસ કરવામાં આવે ત્યારે મોટો કોભાડ અને વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તાર માં રહેતા નાગરિકોને ફાયદો મળી શકે છે. સદર તપાસ થી વિજલપોર નગરપાલિકાના બે કરોડથી વધુ ફાયદો થયુ છે. એ બે કરોડ કાયદેસર ખર્ચ વિકાસ અને શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય કે બેરોજગારી દુર કરવા માટે ખર્ચ કરવા આજે અત્યંત જરૂર છે.
વિજલપોરનગરપાલિકાની જ્વલંત સમસ્યા ......?
આજે નવસારી જિલ્લામાં સૌથી વધુ રોજગાર આપતી મફતલાલ, ટાટા, નવસારી કોટન જેવી મીલો વર્ષો પહેલા બંધ થઈ ચુકી છે. હીરા ઉદ્યોગની હાલત તદ્દન ખરાબ છે. અને નવા ઉદ્યોગો માં સરકારની નવી નવી નીતિઓ થી ઉદ્યોગપતિઓ નાના નાના વેપારીઓ ત્રાહિમામ છે. જેથી આજે વિજલપોરના નવયુવાન અને શૈક્ષણિક લાયકાત ધરાવતી યૂવતિઓ, ગરીબો, દલિતો, મજલુમો, બેરોજગારી થી ત્રાહિમામ થઈ દર દરના ઠોકરો ખાવા મજબૂર છે. અને મજબૂર યુવાનો ગૈર માર્ગે જઈ અસમાજિક કામો કરવા મજબૂર છે. જેથી અહિ ગરીબ નવયુવાન નવયુવતિઓના કાયદેસર શોષણ થઇ રહ્યો છે. આજે જરૂર છે એ બધાને રોજગારી માટે નવી નવી તકો જેવા કે લઘુ ઉદ્યોગ માટે તાલીમ કેન્દ્રો ચાલુ કરવા.કોમ્પ્યુટર શીખવવા , માર્કેટિંગ માટે તાલીમ કેન્દ્રો ચાલુ કરવા, જેમાં વિકાસ સાથે ગરીબ ભાઈ બહેનોને રોજગાર સાથે વિજલપોર નગરપાલિકાના મોટું ફાયદો થશે. ગુજરાત સરકારની સદર બાબતેની યોજના વિજલપોર નગરપાલિકા માં કાયદેસરના અધિકારી ન હોવાથી વર્ષો થી અદૃશ્ય છે. અને રોજગાર લક્ષી સરકારની યોજના માં બે કરોડ રૂપિયા ખર્ચી વિજલપોરના નાગરિકોને મોટા પાયે રોજગાર આપી શકાય. જેથી પ્રાદેશિક કમિશનર શ્રી અરોરા સાહેબ સદર બાબતે એક નજર કરશે એવી આજે વિજલપોરના ગરીબ નવયુવાનો આશા રાખી રહ્યા છે. જેની આજે અત્યંત જરૂર સાથે સમયની માંગ છે.
No comments:
Post a Comment