નવસારી જિલ્લાના દ.ગુ.વી.કં.લી. વિજલપોર પેટા વિભાગીય કચેરી માં આરટીઆઈ લકવાગ્રસ્ત કે ભ્રષ્ટાચાર ..! જવાબદાર કૌણ...?
નવસારી જિલ્લામાં વિજલપોરની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ જેની કચેરી આજે એરૂ ગ્રામની હદ માં છે. એની કાયમી ધોરણે મળતી ફરિયાદની હકીકત જાણવા માટે મા.અ.અ.૨૦૦૫ની કલમ ૨૪ મુજબ એક માહિતી માગવામાં આવેલ હતી. અને સદર કચેરીમાં વિકાસ અને સમૃદ્ધિ ગુજરાત પારદર્શક ગુજરાત માટે સ્પેશિયલ કાયદા કાનૂનનો જાણકાર વિજલપોર પેટા વિભાગીય કચેરીનાશ્રી જે.એન.ત્રિવેદી નાયબ ઈજનેર શ્રી /જાહેર માહિતી અધિકારીશ્રી તરીકે હાલમાં જ નિમણુંક થયેલ છે. નવસારી જિલ્લામાં સદર માહિતી અધિકારી શ્રી પાસે સદર કચેરીમાં કાર્યરત કર્મચારીઓ / અધિકારીઓની શૈક્ષણિક લાયકાત , છેલ્લા ૩ વર્ષ માં કરેલ કામગીરી અને માહિતી અધિકાર હેઠળ જન હિત માટે લગાવેલ બોર્ડ સીસીટીવી વગેરે જે આજે દરેક કચેરીમાં હોવુ ફરજીયાત છે . એના જવાબ માં કાયદા કાનૂન નો વિશેષ જાણકાર અને કર્તવ્ય નિષ્ઠ અધિકારી શ્રી પારદર્શક સરકાર ગરીબો દલિતો ખેડુતો માટે ૨૪ ક્લાક સેવા આપનાર સરકારના વિકાસ ના મુખ્ય પાયા પાવર હોય અને એના ખાસ અધિકારીશ્રી પોતાની સહિ કરેલ પત્ર દ્વારા જણાવેલ છે કે આ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જેના અનુસંધાન માં જાણકારો ના મંતવ્ય મુજબ એમની પાસે જ કોઈ નોલેજ છે કે કેમ..? "ના બોલવામાં નૌ ગુણ " સમજી અધિકારી શ્રીને આજે જાણવો જરૂરી છે કે અહિં શા માટે નિમણુંક સરકાર કરેલ છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ જ પોતે માલિક નથી. ત્યારે એમા નોકરી કરવા વાળા ગેરકાયદેસર જવાબો આપી શકે નહિં. એવી રીતે સદર અધિકારી શ્રી આજે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર જેના માટે ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણી એક બીજી અપીલની સુનવણી માં કાયદાકીય રીતે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર માટે કલેક્ટરશ્રી નવસારીને પક્ષકાર બનાવી હુકમ કરેલ છે .અને કલેક્ટરશ્રી કચેરીના જાહેર માહિતી અધિકારી જે દરેક મુદ્દા માં સુપ્રિમ કોર્ટના કાયદાઓ અરજદારોને બતાવે છે એવા જાહેર માહિતી અધિકારી શ્રી નવસારી જિલ્લાના ૬૬ કચેરીઓ ને તબ્દીલ કરેલ છે. અને પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર ના જવાબ માં કાયદા કાનૂનનો વિશેષ જાણકાર અને કર્તવ્ય નિષ્ઠ અધિકારી શ્રી પારદર્શક સરકાર ગરીબો દલિતો ખેડુતો માટે ૨૪ ક્લાક સેવા આપનાર સરકારના ખાસ અધિકારીશ્રી પોતાની સહિ કરેલ જવાબ માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષને હુકમ કરેલ છે કે સદર વિભાગની વેબ સાઈડના હોમ પેજ માં જઈ જોઈ લેવા. સદર માહિતી અધિકારી શ્રીના જવાબ સાવિત કરે છે કે સદર અધિકારી શ્રી પાસે જાણકારો ના મંતવ્ય મુજબ માહિતી અધિકાર વિશે કશુ નોલેજ નહિ હોઈ શકે. સદર અધિકારી શ્રી એક થી ૫ મુદ્દાનો જવાબ માં આરટીઆઈ ૨૦૦૫ માં નિરીક્ષણ કરવા કે માહિતી મોકલવા વિશે એક શબ્દ ન લખી શું સાવિત કરવા માગે છે. આજે એવા અધિકારીઓના કામ કાજો થી સરકાર અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ બદનામ થઈ રહી છે. આજે દેશના નાગરિકો સત્તા પરિવર્તન માટે રાહ જોઈ રહ્યા છે. જેમા હકીકત માં સત્તા પરિવર્તન કરતા આજે વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે.
વિજલપોર શહેર અને સદર કચેરી ની હદ માં પંચાયત વિભાગ દ્વારા મિલીભગત કરી ગેરકાયદેસર બાધકામો થયેલ છે. ભોળા અને અજાણ નાગરિકો પાવર કનેક્શન અને વેરા ની રસીદ હોય ત્યારે કાયદેસર છે. ત્યારે કાયદેસર સમજી ખરીદી કરે છે.એવા તમામ ગેરકાયદેસર બાધકામો માં સદર અધિકારી ની કચેરી વિજલપોર પેટા બિભાગીય દ ગુ બી કં. દ્વારા બીજ કનેક્શન આપવામાં આવેલ છે. અને ભવિષ્યમાં કાયદેસર તપાસ થસે ત્યારે સુરત વડોદરા કે અમદાવાદની જેમ ગેરકાયદેસર બાધકામો તોડવામાં આવશે . ત્યારે સદર અધિકારી ને નાગરિકો કયાં શોધવા જશે. લઘુતમ માસિક વેતન ધારો 1948 મુજબ ચૌકીદારો નો વેતન ની જવાબદારી સદર કચેરી ના સદર અધિકારી ની છે.એ કાયદા મુજબ વિનપા માં હવે ચૌકીદારો ને કાયદેસર વેતન અને સુવિધાઓ ન આપવા બાબતે નામદાર કોર્ટમાં ફોજદારી ગુનો ગણી ને ફરિયાદ દાખલ થવાની છે. એની સાથે સદર કચેરી ના સદર અધિકારી ને પણ રાખવા માટે ચૌકીદારો નો મંતવ્યો અને ફરિયાદ મળેલ છે.
આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ સદર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને રાજનેતાઓ કાયદેસર તપાસ કરી કાર્યવાહી કરશે ખરા..? એની આજે વિજલપોર નગર સાથે સદર કચેરી ના હદ વિસ્તાર ના રહેવાસીઓ રાહ જોઈ રહ્યા છે...
No comments:
Post a Comment