નવસારી જિલ્લામાં RTI ની અમલવારી ક્યારે ...? નવસારી કલેકટર કચેરી માં ચોકીદારોને લઘુતમ માસિક વેતન ક્યારે મળશે...?
આજે નવસારી જિલ્લા માં ૧૪ વર્ષે પણ આરટીઆઈ અને ૫ વર્ષે આરસીપીએસ કે ૭૧ વર્ષ પણ લઘુતમ માસિક વેતન ધારો 1948 નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા મજિસ્ટ્રેટ કચેરી માં જ અમલવારી કરવામાં નથી આવતો. ત્યારે એમના જિલ્લાના અધિકારીઓ અમલીકરણ કરશે એ સમજવો અઘરુ છે. હાલમાં જ નવસારી જિલ્લા કલેકટર કચેરી માં આરટીઆઈ ની બીજી અપીલની સુનવણી કરતા ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી વરસાણી એ પોતે કબુલ કરેલ હતુ કે નવસારી જિલ્લામાં હજુ સુધી આરટીઆઈ ૨૦૦૫ની અમલીકરણ થયેલ નથી. અને ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી કલેક્ટર નવસારીને પક્ષકાર બનાવી હુકમ કરી છે કે નવસારી જિલ્લામાં આરટીઆઈના કાયદાઓ મુજબ સૌથી મહત્વ કલમ 4ખ મુજબ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નો અમલીકરણ માટે દરેક કચેરીઓ માં સુનિશ્ચિત કરે. અને કાયદેસર હુકમની એક નકલ પણ પાઠવેલ છે.અને સદર હુકમની અમલવારી માટે અરજદાર દ્વારા ફરીથી એક માહિતી પણ માગવામાં આવી છે. અને નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટુ કલેક્ટર એક પત્ર દ્વારા નિરીક્ષણ માટે કચેરી સમયે નિરીક્ષણ માટે જણાવ્યુ હતુ .અને એના પત્ર મુજબ અરજદાર નિરીક્ષણ માટે કચેરી સમયે હાજર થયા હતા . નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટુ કલેક્ટર શ્રી અરજદારને નિરીક્ષણ માટે જણાવ્યું છે કે એમની પાસે પહેલા લેખિત માં સમય માગી પરવાનગી મેળવવો જરૂરી છે. અરજદાર સાથે બિન જરૂરી કાયદાઓ બતાવી શું સાવિત કરવા માગે છે ? એ સમજવો અઘરું છે. અરજદારને નિરીક્ષણ સમયે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટુ કલેક્ટર જે કાયદાનો વિશેષ જાણકાર છે એમની પાસે આજ સુધી એક આરટીઆઈ રજીસ્ટર પણ નિભાવેલ નથી. અને પોતાની કચેરી સામે આરટીઆઈના કાયદા મુજબ જાહેર માહિતી અધિકારીના એક બોર્ડ પણ લગાવેલ નથી. નિરીક્ષણ માટે આપેલ પત્રમાં કાયદા મુજબ એમનો નામ નો ઉલ્લેખ પણ નથી. અને એમની કચેરી માં જ કાયદેસર નિયમ મુજબ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નથી. એમા મોટા ભાગની જરૂરી માહિતી ઉપલબ્ધ નથી. પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર ઓડિટ પણ કરાવેલ નથી. પ્રોએક્ટિવ ડિસ્કલોઝર માટે અરજદાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ના એક પરિપત્ર ઉપલબ્ધ નથી. નવસારી જિલ્લામાં કેટલી કચેરીઓ છે એ પણ એમને ખબર નથી. તબ્દીલ કરેલ પત્ર માં એક પણ કચેરી નો કાયદેસર સરનામું પણ નથી. સરનામુ વગર આજે એ પત્ર ક્યાં જશે..? અને અરજદાર દ્વારા પરિપત્ર મુજબ નંબર સાથે માહિતી માગવામાં આવેલ છતા એમની પાસે માહિતી આપવા કે પરિપત્ર જોવા બદલે સુપ્રીમ કોર્ટનો હુકમની વારંવાર અરજદાર સામે શા માટે કહે છે.? એ પણ સમજવુ અઘરુ છે. હુકમની અમલીકરણ માટે નવસારી જિલ્લામાં કલેક્ટર કચેરીમાં જ એ કાયદો એમની કચેરીની જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટૂ કલેકટર કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. અરજદાર ને સદર બાબતે વારંવાર સુપ્રીમ કોર્ટનો હુકમ કહી શું સાવિત કરવા માગે છે ? એ સમજી શકાય નહિ.અરજદારો ને માહિતી આપવા બદલે કાયદા થી છટકબારી કરી આજે ગુજરાત માહિતી આયોગ કમિશનરશ્રીના હુકમના પણ કાયદેસર અપમાન કરી રહ્યુ છે. આજે જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટૂ કલેકટરને જાણવું જરૂરી છે કે એમને મળતો વેતન અને સુવિધાઓ માટે નાણાં ક્યાં થી આવે છે..? ગુજરાત સરકાર દેવાદાર છે. છતાં દર માસે સમયસર વેતન સાથે દરેક સુવિધાઓ આપી રહી છે.એ દલિત શોષિત મજદુર ખેડૂતો અને સામાન્ય થી સર્વોચ્ચ સુધી નાગરિકોના ખુન પસીના અને મહેનત મસકકતની કમાણીના છે. બિન જરૂરી કાયદાઓ અરજદારો સામે કહી છટકબારી કરતા ભુલી જતા છે કે એવા અધિકારીઓના કામકાજો થી નવસારી જિલ્લા કલેકટરશ્રીને એક સામાન્ય માહિતી મા બિન જરૂરી લેવા દેવા વગર હુકમ સાભણવા પડે છે.અગાઉ પણ કલેકટર કચેરી માં જ કાર્યરત ચોકીદારોની માહિતી માટે નાણાં ભરાવીને કાયદેસર માહિતી આપેલ નથી. સુપ્રીમ કોર્ટનો હુકમ છે..? અને હુકમની નકલ એમની પાસે કેમ નથી. ? નવસારી જિલ્લા કલેક્ટરની તાબા હેઠળ કેટલી કચેરી આવે છે ? એ પણ એમને ખબર નથી. માહિતી ની નિરીક્ષણ મા પણ હાજર રહેવો કે એમની કચેરી માં નિરીક્ષણ કરાવવા માં ગુનો સમજે છે. કલેકટર અને જિલ્લા મજિસ્ટ્રેટનો હોદ્દોનો અપમાન કરતી ચિટનિશ ટૂ કલેકટરને હવે કૌણ સમજાવશે કે કલેકટર શ્રી એક સમાહર્તા તરીકે હોય છે. કલેકટર શ્રીનો હોદ્દો જિલ્લામાં સૌથી મહત્વ પૂર્ણ અને એક માલિક તરીકે સૌનો સુખ - દુ:ખનો ભાગીદાર તરીકે હોય છે. જિલ્લાના દરેક નાગરિક એમની પાસે આશા રાખે છે. અને પોત પોતાની દરેક ફરિયાદનો નિવારણ માટે આવે છે. અને ફકત આવતો જ નથી કલેકટર શ્રી આજે બને ત્યાં સુધી ફરિયાદનો નિકાલ પણ કરે છે. જિલ્લામાં કોઇ પણ ઘટના કે દુર્ઘટનામાં કલેકટર શ્રી તરતજ માનવતા દાખવી એક પરિવારિક વડા તરીકે આજે પણ ફરજ બજાવી રહ્યા છે. આજે પહેલી વાર નવસારી જિલ્લાના ઈતિહાસ માં સદર ચિટનિશ ટૂ કલેકટર તરીકે ફરજ બજાવતી અધિકારીના કામો થી કલેકટર જ નહિ સરકાર પણ બદનામ થઈ રહી છે. મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લામાં ગુજરાત માહિતી આયોગ કમિશનરના હુકમનો અવગણના માટે અરજદાર દ્વારા સદર કચેરી માં આરટીઆઈની અમલીકરણ માટે સ્થળ તપાસની વિનંતી કરવામાં આવશે. આજે દરેક નાગરિકનો આરટીઆઈ હેઠળ દરેક કામગીરીને જાણવાનો અધિકાર છે .
નવસારી કલેક્ટર કચેરી માં ચૌકીદારોને લઘુત્તમ માસિક વેતન મુજબ પગાર ક્યારે...?
નવસારી જિલ્લામાં આજે પણ ચોકીદારોના માસિક વેતન માટે મળેલ માહિતી મુજબ લઘુતમ માસિક વેતન કેમ આપવામા આવતુ નથી.? એની માહિતી ચિટનિશ ટૂ કલેકટર કેમ છુપાવી રહી છે..? આજે પણ નવસારી કલેકટર કચેરી માં કાર્યરત એક ચોકીદારને પૂછતા જાણવા મળ્યું કે ફકત પાચ હજાર રૂપિયા આઠ કલાક પ્રમાણે દર માસે આપવામાં આવી રહ્યુ છે. અને અગાઉ એ બાબતે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટુ કલેક્ટર શ્રી પાસે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ના કાયદા મુજબ માહિતીઓ માગવામાં આવેલ હતી જેમા કાયદેસર ખરેખર આજે ચોકીદારો ને વેતન કેટલુ મળે છે ..? લેખિત પુરાવા વગર નામદાર કોર્ટ માં કે કલેકટર શ્રી પાસે ન્યાય મેળવી શકાય નહીં.પરંતુ નવસારી જિલ્લાના કલેકટર કચેરી ના જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટૂ કલેકટર સુપ્રીમ કોર્ટના હુકમ નામે માહિતી આપી શકાય નહીં.એવી છટકબારી કરી અરજદારો ને ગુમરાહ કરી કાયદેસર માહિતીઓ આપેલ નહિ. એનો જવાબ મેળવવા ટૂંક સમયમાં ચોકીદારો જ આપશે...સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લા કલેક્ટર શ્રી માહિતી અધિકાર અધિનિયમની અમલવારી માટે કાયદેસર કાર્યવાહી સાથે નવસારી જિલ્લા કલેકટરશ્રી કેટલી કચેરીઓના વડા છે ..? એનો જવાબ એમની જ કચેરી માં એમનો જ અધિકારી ચિટનિશ ટૂ કલેકટર શ્રીને આપશે ખરા..? એ જોવાનું બાકી રહ્યુ...
No comments:
Post a Comment