નવસારી જિલ્લા માં આરોગ્ય વિભાગ લકવાગ્રસ્ત...! જવાબદાર કૌણ...?
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારી શ્રી પી.એન.કન્નરની બદલી નવસારી જિલ્લાના સૌથી વધુ સેવા આપનાર ગરીબો દલિતોના આરોગ્ય માટે ચિંતા કરનાર ગમે ત્યારે દરેક દર્દીઓના દરેક પ્રકારની તકલીફો માં ભાગીદારની બદલી થી જાગૃત નાગરિકો અને કર્મચારીઓ માં શોકનો માહોલ જોવા મળી આવેલ છે. નવસારી જિલ્લામાં એમ તો દર ત્રણ કે છો મહીને અધિકારીઓની બદલી સરકાર કે વિભાગીય અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ પહેલી વાર એક અધિકારીની બદલી થી નવસારી માં મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે નાગરિકોને દુઃખી અને નારાજગી વ્યક્ત કરી છે. મળેલ માહિતી મુજબ સદર આરોગ્ય અધિકારી સ્વબિનંતી થી જાતે બદલી કરાવેલ છે. પરંતુ આજે નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગની પરિસ્થિતિ તદ્દન નબળી છે. આરોગ્ય વિભાગ માં વહીવટીનો જાણકાર નથી. જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પાસે એક સામાન્ય આરટીઆઈનો નોલેજ નથી. અપીલની સુનવણી કે જવાબ પણ આજે વર્ષે પણ આપી શકતા નથી. પરમોશન થી આવેલ અધિકારીઓના કામકાજો થી નાગરિકો ત્રાહીમામ જોવા મળી રહ્યો છે. આજે નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગના તાલુકા હેઠણ કે તબીબી ચિકિત્સકો વર્ષો થી એક જ જગ્યાએ કામ કરી રહ્યા હોવાથી સમયસર એમના દવાખાના માં હાજર પણ રહેતા નથી. ગામો માં સેટિગ ડોટ કોમ થી કામ ચલાવી રહ્યા છે. પુરાવા સ્વરૂપે નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ગામોથી સામાન્ય રોગો માટે પણ સારવાર લેવા માટે મજબૂર દર્દીઓની સંખ્યા થી સમજી શકાય છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા નવસારી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને રૂબરૂ મુલાકાત અને થતી ફરિયાદો અને અરજદારો દ્વારા કરવામાં આવતી આરટીઆઈ અને સદર આરોગ્ય અધિકારી અને જાહેર માહિતી અધિકારી તરીકે આપતો જવાબ માં પણ જોઇ શકાય છે. વર્ષે પણ આજે એક આરટીઆઈનો જવાબ કે અપીલની સુનવણી ન કરવો એક કાયદેસર બોર્ડ કે કચેરી ખાતે કર્મચારીઓ અને તબીબો કર્મચારીઓની ઉપસ્થિત નવસારી જિલ્લા આરોગ્ય અધિકારીની સર્બશ્રેષ્ઠ કામગીરી કહી શકાય છે. જાણકારોના મંતવ્ય મુજબ સરકાર દ્વારા કાયદેસર તપાસ અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો મોટા ભાગના તબીબો અને અધિકારીઓ ને ઘરના બદલે સુધારાલય માં આરામ કરવા જવું પડશે એમાં કોઇ શક નથી. નવસારી જિલ્લામાં કુપોષણ અને એનેમિયા જેવા સામાન્ય રોગો માટે અહીં ફાઈલો માં જ દર વર્ષે વિકાસ જોવા મળે છે. અધિકારીઓ અને તબીબો મોટા ભાગે ફીલ્ડ વર્કના બહાને બિલો બનાવી સરકાર ને ચૂનો લગાવી રહ્યા છે. વૈજ્ઞાનિક મતાનુસાર એટલા ચૂનો કાયદેસર દર્દીઓને અને પોતે ઉપયોગ માં લાવતે તો મોટા ભાગની બીમારીઓ ખતમ થઈ જતે. આજે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ લકવાગ્રસ્ત છે. એવા સમયે એક અનુભવી અધિકારીની પણ બદલી થી નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ હવે રામ ભરોસે પણ ચાલશે કે કેમ... એ સમજવો અઘરું છે.
No comments:
Post a Comment