Saturday, March 2, 2019

નવસારી:- વિજલપોર નગરપાલિકા માં પાણીનો સંકટ...! જવાબદાર કૌણ

નવસારી જીલ્લાના  વિજલપોર નગરપાલિકા માં પાણીનો સંકટ...! જવાબદાર કૌણ...?
                વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષો થી કરોડો રૂપિયાનો તળાવ હોવા છતાં શાસન પ્રશાસનની મિલીભગત થી નાગરિકોને પીવા લાયક ચોખ્ખુ પાણી ઉપલબ્ધ નથી. વિજલપોર નગરપાલિકા માં ઠેર ઠેર દારૂનો અડડોની જેમ ગેર કાયદેસર પાણીની બોરિંગ કરી મોટા પ્રમાણમાં પાણી નો વેપાર કરવામાં આવે છે.જેથી પાણીનો સ્તર જમીન માં પણ તદ્દન નીચે જતુ રહ્યો છે. જેથી ગમે ત્યારે બોરીંગ થી પાણી બંધ થઈ શકે છે.અને બોરીંગ દ્વારા પણ પાણી મળશે નહીં. અને વિજલપોર નગરપાલિકા માં કાયદેસર વહીવટી અધિકારી પણ નથી . અને વિજલપોર નગરપાલિકાઓના નિયંત્રણ અધિકારીઓ પાસે પણ ભવિષ્ય લક્ષી કોઇ યોજના માટે નોલેજ નથી. અને નથી કોઈ પણ પ્રકારની ફરિયાદ સામે કાર્યવાહી કરવાની હિંમત. ગુજરાત સરકાર દર વર્ષે પાણી સંચય કરવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે.પરંતુ જમીની હકીકત માં છેલ્લે "ઢાક કે તીન પાત" જેવી હાલત સર્જાય છે. વિજલપોર નગરપાલિકા માં કરોડો રૂપિયા ખર્ચ કરી તળાવો ઉડો કરાવવા માં આવ્યો. ઠેર ઠેર ગેરકાયદેસર બ્લોક બેસાડી પાણી જમીન માં નૈસર્ગિક તરીકે થી ઉતરવા માટે અવરોધ થતા બધા જ તળાવો જેમાં બારેમાસ પાણી રહેતુ હતું એ ચોમાસું મા ભરાવવા છતાં ચંદ દિવસો માં ખાલી થઇ જાય છે. પરંતુ અહીં વિજલપોર નગરપાલિકાના અધિકારીઓને નજરે નથી આવતો. અહી કાર્યરત મુખ્ય અધિકારીઓને અજુ સધી વિજલપોરના વોર્ડ કે નકશા જેવા સ્થળોની ખબર નથી. વિજલપોરના દુર્ભાગ્ય છે કે એટલી મોટી વસ્તી ધરાવતા હોવા છતા કાયદેસર અધિકારીઓની નિમણૂંક થતી નથી. નવસારી નગરપાલિકા પોતે કરોડો રૂપિયા અંબિકા ડિવીઝન માં પાણી માટે ભરી શકતી નથી.આજે પણ 25થી 30 કરોડ રુપિયા પાણીના બિલો બાકી છે.નવસારી નગરપાલિકા નાગરિકો પાસે પાણી વેરો ઉધરાઈ કયાં ખરચી છે. .? કોઈ પુછપરછ કરવા માટે નવસારી જિલ્લામાં અધિકારી કે નેતાઓ નથી. મળેલ માહિતી મુજબ વિજલપોર નગરપાલિકા પાસે આશરે નવ લાખ રૂપિયાની ઉધરાણી કરી રહી છે. પરંતુ વિજલપોર નગરપાલિકા છે કે આજે પણ ભરી નથી. અને વિજલપોર નગરપાલિકા માં પણ વર્ષે કરોડો રૂપિયા બિન જરૂરી કામો માં કાયદેસર ખર્ચ કરે છે. વિજલપોર નગરપાલિકા માં મોટા ભાગના નેતાઓ અને અધિકારીઓ મળેલ માહિતી મુજબ એવા જ કામો માં રસ ધરાવે છે જેમાં ગાધી દર્શન મોટા પ્રમાણે થાય છે. જેવા કે ત્રણ કરોડો છપ્પન લાખ રૂપિયાના બિન જરૂરી આરસીસી રોડના કામો , જેનો એક ભાગ બે વાર એ પણ ખોટું . નવસારી જિલ્લાના કલેકટર શ્રીના જાહેરનામું મુજબ તપાસ કરતાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એ કોન્ટ્રાક્ટ માં કામ કરતા કર્મચારીઓ મજૂરોની માહિતી પોલીસ કચેરીમાં આપવો કે કોઈ કાયદેસર રજિસ્ટર પણ નિભાવતા નથી. કે લઘુતમ માસિક વેતનનો અમલીકરણ કરતાં નથી.આજે સંપૂર્ણ ભારત એલર્ટ ઉપર છે. નવસારી જીલ્લામાં બે બે વખત ચોરીના બનાવ માં કડિયાના કામ કરનાર એ  મોટા પ્રમાણે ચોરીના બનાવ બની ગયા છે.સરકાર અને સુરક્ષા અધિકારીઓ 24 કલાક પોતાના હદ માં સુરક્ષા માટે કાર્યવાહી અને તપાસ કરી રહ્યાં છે. પરંતુ વિજલપોર નગરપાલિકાના અધિકારીઓના પેટના પાણી હલતુ નથી. કાયદા મુજબ એની જવાબ દારી વિજલપોર નગરપાલિકાના મુખ્ય અધિકારીની હોય છે. મુખ્ય અધિકારીને વિજલપોર હદ વિસ્તારમાં કે ત્રણથી પોચ કિમી અંતરે રહેવાનું ફરજિયાત છે. ગમે ત્યારે કોઈ પણ ધટના કે દુર્ઘટના થાય ત્યારે નાગરિકોની સુરક્ષા માં સહભાગી થઈ શકે. પરંતુ એ કાયદો અહીં અમલમાં આજ સુધી નથી. સરકારના કાયદા મુજબ દરેક કાયદો સુરક્ષા વ્યવસ્થા કે પ્રાથમિક સુવિધાઓ સરકાર દ્વારા નગરપાલિકા માં જાહેરનામુંનો અમલીકરણ અધિકારી વિજલપોર નગરપાલિકા હેઠળ મુખ્ય અધિકારીની છે.પરંતુ વિજલપોર નગરપાલિકા માં કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીની વર્ષો થી અછત છે. વિજલપોર નગરપાલિકા માં રહમરાહે અન્ય વિભાગોથી ફાજલ જેમની પાસે વહીવટ માટે કોઈ નોલેજ છે કેમ.? એ પણ ખબર નથી. અને એનો પર્દાફાશ એક આરટીઆઈ થી થઇ ચૂક્યા છે. છતા એવા અધિકારી રાખવા પાછળ રહષ્ય શું છે.? દરેકે દરેકનો અલગ અલગ મંતવ્ય છે જે અહીં લખી શકાય નહીં. વિજલપોર નગરપાલિકા માં હાલમાં એક નેતાનો સાગરિત રોડ ઉપર બોરીંગ કરાવી રહ્યા છે. અને વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ એની સામે અસહાય લાચાર બેબસ થઈ શાંતિ થી જોઇ રહ્યા છે. ફરિયાદ કરવા છતા કાર્યવાહીના નામે ફકત શોબાજી કરી રહ્યો છે. વિજલપોર નગરપાલિકા માં મોટા ભાગના બાધકામ હોય કે રસ્તાઓ , પાણી હોય આરોગ્ય , શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય એક પણ કામ ગાધી દર્શન વગર થઇ શકે નહીં. સત્તા પક્ષના નગરસેવકો પણ આજે વિરોધ કરતા બાગીના શબ્દો થી સંબોધિત થઇ રહ્યા છે. જેથી આજે સાચો કે વિરોધ કરનાર સામે દેશદ્રોહના મુલ્જિમ હોય એવા માનવામાં આવે છે.અને એમને સામનો પણ કરવો પડે છે.જેથી વિજલપોર નગરપાલિકા આજે રામ ભરોસે પણ ચાલે છે કે કેમ..? એ પણ સમજવુ અઘરું છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...